Home /News /national-international /Sidhu Moose Wala Funeral: વરરાજાની જેમ શણગારીને સિદ્ધુ મુસેવાલાને આપવામાં આવી અંતિમ વિદાય, વાગતું રહ્યું ધ લાસ્ટ રાઇડ ગીત
Sidhu Moose Wala Funeral: વરરાજાની જેમ શણગારીને સિદ્ધુ મુસેવાલાને આપવામાં આવી અંતિમ વિદાય, વાગતું રહ્યું ધ લાસ્ટ રાઇડ ગીત
મુસેવાલાને પુરી રીતે વરરાજાની જેમ તૈયાર કર્યો હતો (તસવીર - ટ્વિટર)
Sidhu Moose Wala Murder Case - પિતા બલકૌર સિંહ શવ યાત્રા દરમિયાન સિદ્ધુ મુસેવાલાની મૂછોના આંકડા ચડાવતા જોવા મળ્યા હતા
ચંદીગઢ : પ્રખ્યાત પંજાબી ગાયક શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાની રવિવારે હત્યા (Sidhu Moose Wala Murder Case)કરી દેવામાં આવી હતી. મંગળવારે તેમને અંતિમ વિદાય આપવામાં આવી છે. સિદ્ધુ મુસેવાલાના અંતિમ દર્શન (Sidhu Moose Wala Funeral)માટે મોટી સંખ્યામાં પ્રશંસકો ઉમટી પડ્યા હતા. સિદ્ધુ મુસેવાલાના દેહને તેમના ફેવરિટ ટ્રેક્ટર પર ફૂલમાળાથી સજાવવામાં આવ્યો હતો. મુસેવાલાને ટ્રેક્ટર ઘણું પસંદ હતું. ઘણા ગીતમાં ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો હતો. જેથી દેહને તેમના ફેવરિટ ટ્રેક્ટર પર રાખવામાં આવ્યો હતો. મુસેવાલાને પુરી રીતે વરરાજાની જેમ તૈયાર કર્યો હતો. સિદ્ધુ મુસેવાલા 28 વર્ષના હતા અને તેમના લગ્ન થયા ન હતા. પંજાબી સંસ્કૃતિમાં જો અપરિણીતનું નિધન થાય તો તેમને વરરાજાની જેમ સજાવી અંતિમ વિદાય આપવામાં આવે છે.
સિદ્ધુ મુસેવાલાના માતા-પિતાના રડતા ફોટો અને વીડિયો સામે આવ્યા છે. આ વીડિયો કોઇને પણ ભાવુક કરી શકે છે. સિદ્ધુના અંતિમ ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. મુસેવાલાની પિતાની આંખમાં આંસુ હતા. તેમણે પોતાની પાઘડી પર ઉતારી દીધી હતી. પિતા બલકૌર સિંહ શવ યાત્રા દરમિયાન સિદ્ધુ મુસેવાલાની મૂછોના આંકડા ચડાવતા જોવા મળ્યા હતા. અંતિમ સંસ્કાર પહેલા મુસેવાલાને લાખ રંગની પાઘડી પહેરાવામાં આવી હતી.
મુસેવાલાની અંતિમ યાત્રામાં તેનું ધ લાસ્ટ રાઇડ ગીત વાગતું રહ્યું હતું. આ ગીત મુસેવાલાએ અમેરિકન રેપર તુપૈક શકુરને શ્રદ્ધાંજલિ આપવા માટે ગાયું હતું. શકુરની હત્યા ફક્ત 25 વર્ષની ઉંમરમાં 1996માં કરી દેવામાં આવી હતી.
મુસેવાલાના. અંતિમ સંસ્કાર તેમના ખેતરમાં કરવામાં આવ્યા હતા. યૂટ્યુબ સ્ટાર અને કેનેડિયન કોમેડિયન લીલી સિંહે પોતાના ઇંસ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને સિદ્ધુ મુસેવાલાને શ્રદ્ધાંજલિ આપી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે બિલકુલ તોડનારી અને અપસેટ કરનારા સમાચાર. પંજાબી મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીના યંગ લેજેન્ડને મારી નાખવામાં આવ્યો.
સિદ્ધુ મુસેવાલાને પોતાના ગામ મુસા સાથે ખાસ લાગણી હતી. અહીં તેણે પોતાની મહેનતથી મહેલ બનાવ્યો હતો. ગામમાં સિદ્ધુ મુસેવાલાનો એક આલીશાન બંગલો છે. મુસેવાલાને પોતાના ગામ સાથે એટલો પ્રેમ હતો કે તેણે પોતાનું સ્ટેજ નેમ ગામના નામ પર રાખ્યું છે. પોતાના નામમાં તેમણે મુસેવાલા એડ કર્યું હતું. તે પોતાના જીવનમાં સિદ્ધુ મુસેવાલાના નામથી ઓળખાયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર