Home /News /national-international /

કરતારપૂર કોરિડોરનો સંપૂર્ણ શ્રેય પાકિસ્તાનનાં વડાપ્રધાનને જાય છે: સિદ્ધુ

કરતારપૂર કોરિડોરનો સંપૂર્ણ શ્રેય પાકિસ્તાનનાં વડાપ્રધાનને જાય છે: સિદ્ધુ

નવજોત સિંઘ સિદ્ધુ

પંજાબનાં શીખોની વર્ષો જૂની માંગણી હતી કે, કરતારપૂર કોરિડોર બને પંજાબનાં ગુરદાસપુરથી પાકિસ્તાનમાં આવેલા ઐતિહાસિક ગુરુદ્વારાની મુલાકાત લઇ શકે તેવો રસ્તો બને.

  નવજોત સિદ્ધુએ ફરી એક વખત પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો આભાર માન્યો અને કહ્યું કે, પંજાબનાં શીખો માટે પાકિસ્તાનમાં આવેલા કરતારપુર જવા માટેનો કોરિડોર ખોલવા માટેનો સંપુર્ણ શ્રેય ઇમરાન ખાનને જાય છે.

  સિદ્ધુએ ન્યૂઝ18ને જણાવ્યું કે, કરતારપૂર કોરિડોર ખોલવા માટેનો ખરો શ્રેય ઇમરાન ખાનને જાય છે અને એવા લોકો કે જેમણે આ કોરિડોર બને એ માટે પ્રાર્થના કરી છે.”

  પૂર્વ ક્રિકેટરમાંથી રાજકારણમાં આવેલા નવજોત સિંઘ સિદ્ધુએ એમ પણ કહ્યું કે, આ કોરિડોર મામલે રાજકારણ ન રમાવવું જોઇએ. ધર્મને રાજકારણથી અલગ રાખવો જોઇએ. સમગ્ર વિશ્વ ખુશખુશાલ છે. સંગીતકાર નુશરત ફતેહ અલી ખાન અને ગુલામ અલી જેવા માણસોને મતભેદો દૂર કરવા દો”.

  પૂર્વ ક્રિકેટરમાંથી પાકિસ્તાનનાં વડાપ્રધાન બનનાર ઇમરાન ખાનનાં વખાણ કરતા સિદ્ધુએ કહ્યું કે, ઇમરાન ખાને 24 વર્ષ સુંધી સંઘર્ષ કર્યો છે અને વડાપ્રધાનનાં પદ સુંધી પહોંચ્યા છે.

  અત્રે એ ઉલ્લેખનીય છે કે, આંતકવાદીઓએ મુંબઇમાં કરેલા હુમલાની 10મી વરસીનાં આગલા દિવસે સિદ્ધુનાં આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. આંતકાવાદીઓએ મુંબઇ પર કરેલા હુમલામાં 166 લોકોનાં મોત નિપજ્યાં હતા.
  આ સિવાય, પંજાબનાં મુખ્યમંત્રી અમરિન્દર સિંઘે પાકિસ્તાને આપેલા આંમત્રણને ઠુકરાવી દીધું હતું.

  આ પહેલા, નવજોત સિંઘ સિદ્ધુએ કહ્યું હતું કે, પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન તેના મિત્ર છે અને જ્યારે પણ ઇમરાન ખાન પાકિસ્તાન બોલાવશે ત્યારે તે ત્યાં જશે. મને એનો અંત્યત આંનદ છે.

  પંજાબનાં શીખોની વર્ષો જૂની માંગણી હતી કે, કરતારપૂર કોરિડોર બને પંજાબનાં ગુરદાસપુરથી પાકિસ્તાનમાં આવેલા ઐતિહાસિક ગુરુદ્વારાની મુલાકાત લઇ શકે તેવો રસ્તો બને. હવે આ રસ્તો બનવા જઇ રહ્યો છે.

  પાકિસ્તાન તેની સરહદનાં વિસ્તારમાં જરૂરી સુવિધાઓ ઉભી કરશે અને ભારતમાં પંજાબ સરકાર તેની સરહદનાં વિસ્તારમાં જરૂરી વ્યવસ્થા ઉભી કરશે. જેથી પંજાબનાં શીખો પાકિસ્તાનમાં આવેલા ગુરુદ્ધારાની સરળતાથી મુલાકાત લઇ શકે.
  અત્રે ઉલ્લેખનીય છે કે, નવજોત સિદ્ધએ ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી ત્યારે ભારતનાં મીડિયામાં ખુબ ઉહાપોહ થયો હતો. આ શપથગ્રહણ સમારોહ વખતે પાકિસ્તાનની આર્મીનાં વડા કુમાર જાવેદ બાવજાએ સિદ્ધુને જણાવ્યું હતું કે, પાકિસ્તાન સરકાર કરતારપુર સાબિહનો રસ્તો ખોલવા માટે તૈયાર છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Border, Navjot singh siddhu, પંજાબ, પાકિસ્તાન, ભારત

  આગામી સમાચાર