Home /News /national-international /

સિદ્ધુની પાકિસ્તાનમાં લોકપ્રિયતા એટલી છે કે ચૂંટણી પણ જીતી જાય: ઇમરાન ખાન

સિદ્ધુની પાકિસ્તાનમાં લોકપ્રિયતા એટલી છે કે ચૂંટણી પણ જીતી જાય: ઇમરાન ખાન

ઇમરાન ખાન

કેન્દ્રિય મંત્રી હરસ્મીતરસ કૌર બાદલે કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુ પર કટાક્ષ કરતા કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે, નવજોત સિદ્ધુને ભારત કરતા પાકિસ્તાનમાં વધુ પ્રેમ મળી રહ્યો છે. 

  પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને ભારતનાં રાજકીય નેતા નવજોત સિંઘ સિદ્ધુનાં વખાણ કરતા કહ્યું કે, સિદ્ધુ પાકિસ્તાનમાં આવેલા પંજાબ વિસ્તારમાં એટલા લોકપ્રિય છે કે, જો તે પાકિસ્તાનમાંથી ચૂંટણી લડો તે આસાનીથી જીતી જાય.

  ઇમરાન ખાને એમ પણ કહ્યું કે, નવજોત સિંઘ સિદ્ધુ આ પહેલા પાકિસ્તાનની મુલાકાતે આવ્યા ત્યારે પણ ભારતમાં વિવાદ થયો હતો. સિદ્ધુ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાય એ માટે કામ કરે છે. તો પછી વિવાદ શા માટે થાય છે ?

  પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને ભારત-પાકિસ્તાન બોર્ડર પર નવા બની રહેલા કોરિડોરનું ખાતમૂહુર્ત કર્યુ હતું. સિદ્ધુએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કહ્યું હતું કે, પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન તેના મિત્ર છે અને જ્યારે પણ ઇમરાન ખાન પાકિસ્તાન બોલાવશે ત્યારે તે ત્યાં જશે. મને એનો અંત્યત આંનદ છે.
  આ પહેલા ઇમરાન ખાનનાં વડાપ્રધાન તરીકેનાં શપથ ગ્રહણ સમરોહમાં પાકિસ્તાનમાં હાજરી આપી હતી ત્યારે સિદ્ધુ પાકિસ્તાનની આર્મીનાં વડાને ગળે મળ્યા હતા તેનાથી વિવાદ થયો હતો.

  ઇમરાન ખાને એમ પણ કહ્યું કે, “હું એવી આશા રાખુ છું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબધો સુધરે એ માટે નવજોત સિંઘ સિદ્ધુ વડાપ્રધાન બને તેની રાહ ન જોવી પડે અને ભારત સરકાર આ માટે હકારાત્મક પગલા લે”.

  આ પણ વાંચો: સિદ્ધુ ફરી વિવાદમાં: પાકિસ્તાનમાં ખાલિસ્તાની નેતા સાથે ફોટો પડાવ્યો

  બે દિવસ પહેલા પાકિસ્તાનમાં કરતારપૂર કોરિડોરનાં શિલાન્યાસનાં કાર્યક્રમમાં પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પાકિસ્તાન આર્મી વડા સહિત અને નેતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગોપાલ સિંઘને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાન આર્મી વડાની હાજરીએ ભારતને ચૌંકાવી દીધુ હતું. નવજોત સિદ્ધુ વ્યક્તિગત ધોરણે પાકિસ્તાનનાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા.

  પંજાબનાં શીખોની વર્ષો જૂની માંગણી હતી કે, કરતારપૂર કોરિડોર બને પંજાબનાં ગુરદાસપુરથી પાકિસ્તાનમાં આવેલા ઐતિહાસિક ગુરુદ્વારાની મુલાકાત લઇ શકે તેવો રસ્તો બને. હવે આ રસ્તો બનવા જઇ રહ્યો છે. પાકિસ્તાન તેની સરહદનાં વિસ્તારમાં જરૂરી સુવિધાઓ ઉભી કરશે અને ભારતમાં પંજાબ સરકાર તેની સરહદનાં વિસ્તારમાં જરૂરી વ્યવસ્થા ઉભી કરશે. જેથી પંજાબનાં શીખો પાકિસ્તાનમાં આવેલા ગુરુદ્ધારાની સરળતાથી મુલાકાત લઇ શકે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રિય મંત્રી હરસ્મીતરસ કૌર બાદલે કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુ પર નિશાન તાંકતા કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે, નવજોત સિદ્ધુને ભારત કરતા પાકિસ્તાનમાં વધુ પ્રેમ મળી રહ્યો છે.

  આ પણ વાંચો: કરતારપુર કોરિડોર માટે પાક મીડિયાએ સિદ્ધુને આપી ક્રેડિટ, સુષ્મા-હરસિમરતની કરી ટીકા 
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Navjot Singh Sidhu, Polls, પંજાબ, પાકિસ્તાન, ભારત

  આગામી સમાચાર