ચન્ની સરકાર પાસે ભ્રષ્ટ અધિકારીઓ પર કાર્યવાહી કરવા માટે રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ: સિદ્ધુ

રાજ્યના ભૂતપૂર્વ ડીજીપી સુમેધસિંહ સૈનીને આપવામાં આવેલી બ્લેન્કેટ બેલ સામે સ્પેશિયલ પરમીશન પિટિશન (એસએલપી) દાખલ કરવામાં આવી ન હતી.

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (Punjab Congress President Navjot Singh Sidhu)એ કોટકપુરા કાંડને લઈને પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની (CM Charanjit Singh Channi)પર ફરી એકવાર હુમલો કરતા કહ્યું કે, પંજાબની સત્તાધારી સરકારમાં રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ છે કારણ કે બહબલકલા પોલીસ ફાયરિંગ કેસમાં નામાંકિત મુખ્ય વ્યક્તિઓમાંના એક રાજ્યના ભૂતપૂર્વ ડીજીપી સુમેધસિંહ સૈનીને આપવામાં આવેલી બ્લેન્કેટ બેલ સામે સ્પેશિયલ પરમીશન પિટિશન દાખલ કરવામાં આવી ન હતી.

  • Share this:
ચંદીગઢ:  પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu) કોટકપુરા કેસને લઈને પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) પર ફરી એકવાર હુમલો કર્યો છે. વિધાનસભા સત્ર બાદ પત્રકાર પરિષદને સંબોધતા સિદ્ધુએ પંજાબના ભૂતપૂર્વ ડીજીપી સુમેધ સિંહ સૈનીને આપવામાં આવેલા જામીનનો મુદ્દો ઉઠાવ્યો હતો.

તેમણે કહ્યું કે કોટકપુરા કેસમાં ત્રીજી એસઆઈટીની રચના થયાને છ મહિના થઈ ગયા છે, પરંતુ હજી સુધી કોઈ ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી. તે નૈતિક સત્તાનો પ્રશ્ન છે. મુખ્ય આરોપી પૂર્વ ડીજીપી સુમેધસિંહ સૈનીને જામીન આપવામાં આવ્યા છે. સિદ્ધુએ કહ્યું કે તે આ વ્યક્તિગત નથી, હું પંજાબની સાથે ઉભો છું.

ચન્ની સરકાર પર દબાણ કરતાં પંજાબ કોંગ્રેસના અઘ્યક્ષએ જણાવ્યું હતું કે પંજાબની સત્તાધારી સરકારમાં રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ છે કારણ કે બહબલકલાં પોલીસ ફાયરિંગ કેસમાં નામાંકિત મુખ્ય વ્યક્તિઓમાંના એક રાજ્યના ભૂતપૂર્વ ડીજીપી સુમેધસિંહ સૈનીને આપવામાં આવેલી બ્લેન્કેટ બેલ સામે સ્પેશિયલ પરમીશન પિટિશન (એસએલપી) દાખલ કરવામાં આવી ન હતી. પંજાબ વિધાનસભા સત્રના પ્રથમ દિવસે સિદ્ધુએ કહ્યું હતું કે, નવા ડીઆઈજીએ કોટકપુરા પોલીસ ફાયરિંગ કેસની તપાસ પૂર્ણ કર્યાને છ મહિનાથી વધુ સમય થઈ ગયો છે.

આ પણ વાંચો: Samsung Galaxy S22 આ તારીખે થશે લૉંચ, જાણો સંભવિત ફીચર્સ વિશે

ડીજીપી અને એજી પર નિશાન સાધતા સિદ્ધુએ ચન્ની સરકાર તરફ ઇશારો કરીને કહ્યું કે, ક્યાં તો "ભ્રષ્ટ" અધિકારીઓને પસંદ કરો ક્યાં પીપીસીસીના પ્રમુખને. તેમણે કહ્યું કે તેઓ તેમના સિદ્ધાંતો પર કાયમ છે અને કેપ્ટન અમરિન્દર સિંહને પદભ્રષ્ટ કર્યા પછી પોતાનું વલણ બદલનારા લોકોમાંના એક નથી.

આ પણ વાંચો: તમિલનાડુમાં આકાશી આફત બન્યો વરસાદ: શાળા-કોલેજો બંધ, PM મોદીએ આપ્યું મદદનું આશ્વાસન

ઉલ્લેખનીય છે કે, નવજોત સિંહ સિદ્ધુએ રવિવારે વરિષ્ઠ વકીલ એપીએસ દેઓલ પર વળતો પ્રહાર કર્યો હતો. દેઓલે સરકાર અને એજી પર ઓફિસની કામગીરીમાં દખલગીરી કરવાનો અને ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.

સિદ્ધુએ દેઓલ સામે 12 ટ્વીટ કર્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે ન્યાય આંધળો છે, પરંતુ પંજાબના લોકો નથી. અમારી કોંગ્રેસ પાર્ટી ક્રૂરતાના કિસ્સાઓમાં ન્યાયના વચન સાથે સત્તામાં આવી હતી, જેમાં તમે (દેઓલ) મુખ્ય કાવતરાખોરો/આરોપીઓ માટે હાઈકોર્ટમાં હાજર થયા હતા અને અમારી સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
Published by:Riya Upadhay
First published: