સીધી : મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં આજીબો-ગરીબ ઘટના સામે આવી છે. મહિલાએ બળાત્કારનો પ્રયાસ કરનાર વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટને કાપી કાપી નાખ્યો અને પોતે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. પોલીસે આ કેસની તપાસ કરી આરોપી અને પીડિતાની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના સીધી જિલ્લાના ઉમરીહા ગામની છે. ખડ્ડી પોલીસ ચોકીના ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું કે, આરોપી રમેશ સાકેત (45) ગુરુવારે રાત્રે 11 વાગ્યે મહિલાના ઘરે જબરદસ્તી ઘુસી ગયો હતો, મહિલાના જણાવ્યા મુજબ, તેણે મહિલા સાથે બળજબરી શરૂ કરી. આ સમય દરમિયાન જ્યારે મહિલાએ વિરોધ કર્યો ત્યારે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી.
આ પણ વાંચો -
પોલીસ મથકે મહિલાને જાતે પહોંચી અને આપવીતી જણાવી
મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, જ્યારે આરોપી મહિલાને છોડતો ન હતો ત્યારે મહિલાએ રમેશના ગુપ્તાંગ પર પથારી પાસે પડેલા દાતરડાથી વાર કરી કાપી નાખ્યું. ત્યારબાદ આ મહિલા પોતે પોલીસ ચોકી પર પહોંચી હતી અને પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. રાજપૂતે જણાવ્યું કે, માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીને સેમેરિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. અહીં તેની સારવાર બાદ તેને જિલ્લા હોસ્પિટલમાં અને બાદમાં રીવાની સંજય ગાંધી મેડિકલ કોલેજમાં મોકલી દેવાયો છે.
આરોપીની ફરિયાદના આધારે મહિલા વિરુદ્ધ કેસ
પોલીસે જણાવ્યું કે, આરોપી વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સામે બળાત્કારના આરોપીની ફરિયાદ પર મહિલા વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, પોલીસે આ કેસમાં વિગતવાર તપાસ હાથ ધરી છે.
નોંધપાત્ર વાત એ છે કે, મધ્યપ્રદેશમાં મહિલાઓ સાથે ગુનાઓ બંધ થવાનું નામ નથી લઈ રહ્યા. રોજે-રોજ હત્યા અને બળાત્કારના બનાવો સામે આવી રહ્યા છે. જોકે, વહીવટી તંત્રનું કહેવું છે કે, તે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં આવી ઘટનાઓ વધારે જોવા મળી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર