Home /News /national-international /કિયારા-સિદ્ધાર્થના લગ્નની તારીખ આવી સામે! લગ્નના 2 દિવસ પહેલાં પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થશે, મુંબઈ આપશે ભવ્ય રિસેપ્શન
કિયારા-સિદ્ધાર્થના લગ્નની તારીખ આવી સામે! લગ્નના 2 દિવસ પહેલાં પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થશે, મુંબઈ આપશે ભવ્ય રિસેપ્શન
સિદ્ધાર્થ-કિઆરા લગ્ન
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીના લગ્ના પ્રી વેડિંગ ફંક્શન હલ્દી માટે ફેમિલી મેંમ્બર્સે પીળા કલરના કપડાની ખરીદી શરૂ કરી દીધી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીના પ્રી-વેડિંગ ફંક્શન માટે આવતા મહિને 4 ફેબ્રુઆરી અને 5 ફેબ્રુઆરીએ હલ્દી, મહેંદી અને સંગીતની તારીખો નક્કી કરવામાં આવી છે.
એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને એક્ટ્રેસ કિઆરા અડવાણીનું નામ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલની યાદીમાં સામેલ છે. શેરશાહ ફિલ્મથી સિદ્ધાર્થ અને કિઆરા એકબીજાની નજીક આવ્યા હતા. આ કપલ અવાનર સાથે જોવા પણ મળે છે. આ દિવસોમાં સિદ-કિઆરાના લગ્નની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે આ બંનેના લગ્નની ખરીદી શરૂ થઈ ગઈ છે અને સંગીત સેરેમની માટેના ગીતોની પ્લેલિસ્ટ રેડી થઈ ગયું છે.
સિડ-કિયારાના લગ્નની શોપિંગ શરૂ
હાલમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. સિડ-કિઆરાના ફેન્સ પોતાના ફેવરેટ કપલના લગ્ન સાથે સંબંધિત દરેક વસ્તુની જાણકારી જાણવા માટે ઘણા એક્સાઈટેડ છે. આ દરમિયાન ઈન્ડિયા ટુટેના સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીના લગ્ના પ્રી વેડિંગ ફંક્શન હલ્દી માટે ફેમિલી મેંમ્બર્સે પીળા કલરના કપડાની ખરીદી શરૂ કરી દીધી છે.
ઉપરાંત, આ કપલ સંગીત સેરેમની માટે તેમની ફિલ્મ 'શેરશાહ'નું સુપરહિટ ગીત 'રાતા લાંબિયા' પસંદ કર્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો સિડ અને કિઆરા રાજસ્થાનના જેસલમેરમાં પંજાબી રીતિ-રિવાજ સાથે લગ્ન કરશે. આ સાથે જ મુંબઈમાં આ કપલના લગ્નનું ભવ્ય રિસેપ્શન યોજાશે, જેમાં ઈન્ડસ્ટ્રીના તમામ સુપરસ્ટાર્સ સામેલ થશે.
સિડ-કિઆરા ક્યારે લગ્ન કરશે?
જો અહેવાલોનું માનીએ તો, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીના પ્રી-વેડિંગ ફંક્શન માટે આવતા મહિને 4 ફેબ્રુઆરી અને 5 ફેબ્રુઆરીએ હલ્દી, મહેંદી અને સંગીતની તારીખો નક્કી કરવામાં આવી છે. આ સાથે 6 ફેબ્રુઆરી 2023ના રોજ લગ્નનાં બંધનમાં જોડાય શકે છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર