પુલવામાં હુમલો: નવજોત સિદ્ધુએ કહ્યું, આતંકવાદનો દેશ નથી હોતો
પુલવામાં હુમલો: નવજોત સિદ્ધુએ કહ્યું, આતંકવાદનો દેશ નથી હોતો
નવજોત સિદ્ધુની ફાઇલ તસવીર
પંજાબના કેબિનેટ મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ જણાવ્યું હતું કે આંતકવાદનો દેશ નથી હોતો, આતંકવાદનો ધર્મ નથી હોતો. આ હુમલાના કારણે કરતારપુર કૉરિડોર પર શું અસર થશે તે સવાલનો જવાબ સિદ્ધુએ ટાળ્યો
ન્યૂઝ 18 ગુજરાતી: જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલા અંગે પંજાબના કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ પાકિસ્તાનનો બચાવ કર્યો છે. સિદ્ધુએ પાકિસ્તાનનો બચાવ કરતા જણાવ્યું હતું કે આતંકવાદનો કોઈ દેશ નથી હોતો, આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો. સિદ્ધુના મતે પુલાવામાં આતંકવાદી હુમલો કાયરતાભર્યુ પગલું છે. તેમણે કહ્યું કે જે લોકો આ હુમલા પાછળ જવાબદાર છે, તેના પર કાર્યવાહી થવી જોઈએ.
જોકે, આ હુમલાના લીધે કરતારપુર કૉરિડોરનું નિર્માણ અને તેના ખુલવા પર કોઈ અસર થશે કે નહીં તેનો સવાલ સિદ્ધુ ટાળી ગયા હતા. તેમણે કહ્યું કે આનાથી વિશેષ કઈ પણ કહેવું યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદના એક આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 37 જવાન શહીદ થયા હતા.
નવજોતસિંહ સિદ્ધુ જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની શપથવિધિમાં પાકિસ્તાન ગયા ત્યારે મોટો વિવાદ થયો હતો. આ કાર્યક્રમમાં સિદ્ધુએ પાકિસ્તાનના સેના અધ્યક્ષ બાજવાને ભેટ્યા હતા. આ કાર્યક્રમ બાદ સિદ્ધુની ચોમેર ટીકા થઈ હતી. જોકે, આ કાર્યક્રમ બાદ સિદ્ધુએ નિવેદન આપ્યું હતું કે હું કરોડો શીખોની આસ્થાના કેન્દ્ર કરતારપુર કૉરિડોર માટે સકારાત્મક પગલું ભરવામાં આવે તેવી માગ સાથે પાકિસ્તાન ગયો હતો.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર