Siddhu Moosewala Murder Case: પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. માનસા કોર્ટમાં દાખલ મર્ડર કેસની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, સિદ્ધૂ મૂસેવાલાની હત્યા કરવા દિલ્હીથી પંજાબ સુધીની ચાર જેલમાં કાવતરું ઘડવામાં આવ્યું હતું.
નવી દિલ્હીઃ પંજાબી ગાયક શુભદીપ સિંહ સિદ્ધૂ મૂસેવાલાની હત્યાને 100થી વધુ દિવસ વીતી ગયા છે. પરંતુ હજુ સુધી પોલીસ સાચા આરોપી સુધી પહોંચી શકી નથી. તો આ તરફ મૂસેવાલા હત્યાકાંડમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. માનસા કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટ પ્રમાણે, સિદ્ધૂ મૂસેવાલાની હત્યાનું કાવતરું પંજાબથી દિલ્હીની 4 જેલમાં ઘડવામાં આવ્યું હતું. આટલા મોટા સ્તરે કાવતરું ઘડીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ખુલાસા બાદ મૂસેવાલાની હત્યાનું રહસ્ય ઘેરાતું જાય છે.
પાંચેય કાવતરાખોર અલગ-અલગ જેલમાં બંધ હતા
ચાર્જશીટમાં લખ્યું છે કે, જ્યારે 29 મેના દિવસે માનસા પાસે જવાહર ગામમાં મૂસેવાલાની હત્યા થઈ ત્યારે 5 કાવતરાખોર પંજાબ અને દિલ્હીના અલગ-અલગ જેલોમાં બંધ હતા. એક અન્ય ચાર્જશીટ પ્રમાણે, સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડનો મુખ્ય કાવતરાખોર લોરેન્સ બિશ્નોઈ અને જગ્ગુ ભગવાનપુરિયા દિલ્હીની તિહાડ જેલમાં બંધ હતા. તો મનપ્રીત મન્ના ફિરોજપુર જેલ, સરજ સંધૂ બઠિંડા જેલમાં અને મનમોહનસિંહ માનસા જેલમાં બંધ હતો.
આ બધી આરોપીઓને ટ્રાન્ઝિટ અને પ્રોડક્શન વોરન્ટ પર લાવવામાં આવ્યાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરોપી જેલમાં એકબીજા સાથે વોટ્સએપ કે અન્ય કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી કનેક્ટ હતા. ચાર્જશીટ પ્રમાણે, મનપ્રીત મન્ના તલવંડી સાવોનો રહેવાસી છે. તેને 31 મેના દિવસે પકડવામાં આવ્યો હતો. તે ફિરોઝપુર જેલમાં બંધ હતો. તેના પર અન્ય આરોપી મનપ્રીત ભાવના માટે કારની વ્યવસ્થા કરવાની જવાબદારી હતી. ત્યારબાદ આ કારનો ઉપયોગ શૂટર જગરૂપા રૂપા અને મનપ્રીત મન્નૂ માટે કરવામાં આવ્યો હતો. બીજી અને બઠિંડા જેલમાં સરજ સંધૂ બંધ હતો. તેની 31 મેના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. મનપ્રીત મન્ના અને સરજ સંધૂ ફિરોઝપુર જેલમાં 22 સપ્ટેમ્બર 2021થી 23 એપ્રિલ 2022 સુધી બંધ હતા. બઠિંડા જેલમાં આ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાર સાથે સંપર્કમાં હતા.
લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાર પર હત્યાનો માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ છે. પટિયાલા હાઉસથી ટ્રાન્જિટ રિપોર્ટ મળ્યા પછી લોરેન્સ બિશ્નોઈને 14 જૂને દિલ્હી લાવવામાં આવ્યો હતો. જ્યારે મનમોહન મોહનાને માનસા જેલમાં મોકલવામાં આવ્યો હતો. તે મોબાઇલ ફોન પર કાવતરું ઘડવામાં સામેલ હતો અને તેની ધરપકડ પછી પોલીસ તેને માનસા જેલ લઈ ગઈ હતી. ત્યાં છુપાયેલા બે મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા હતા. અત્યાર સુધી પોલીસ આ મામલે સક્રિય છે, પરંતુ હત્યા પાછળનું સાચું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર