Home /News /national-international /Siddhu Moose Wala Murder Case: મૂસેવાલા હત્યાકાંડ કેસમાં ફરાર ત્રણ શૂટર ઝડપાયા, પશ્ચિમ બંગાળની ભારત-નેપાળ બોર્ડર પરથી ધરપકડ
Siddhu Moose Wala Murder Case: મૂસેવાલા હત્યાકાંડ કેસમાં ફરાર ત્રણ શૂટર ઝડપાયા, પશ્ચિમ બંગાળની ભારત-નેપાળ બોર્ડર પરથી ધરપકડ
સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસના ત્રણ આરોપીઓ - ફાઇલ તસવીર
Musewala massacre: મૂસેવાલા હત્યાકાંડ કેસમાં ફરાર શૂટર દીપક મંડી અને ષડયંત્રમાં સામેલ કપિલ પંડિત તેમજ રાજેન્દ્ર જોકરની પશ્ચિમ બંગાળની ભારત-નેપાળ બોર્ડર પરથી શનિવારે બપોરે ધરપકડ કરી હતી. આ ઓપરેશનમાં સ્પેશિયલ સેલના ACP હ્રદય ભૂષણ, પ્રમોદ કુશવાહની ટીમ સાથે પંજાબ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સના DDP વિક્રમ બરાર, ADGP પમોદ ભાનની ટીમ પણ સામેલ હતી. પકડાયેલા ત્રણ આરોપી નેપાળના ઝાપા વિસ્તારમાં ઘણા સમયથી છુપાયેલા હતા.
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને પંજાબ પોલીસ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સે એક જોઈન્ટ ઓપરેશનમાં મૂસેવાલા હત્યાકાંડ કેસમાં ફરાર શૂટર દીપક મંડી અને ષડયંત્રમાં સામેલ કપિલ પંડિત તેમજ રાજેન્દ્ર જોકરની પશ્ચિમ બંગાળની ભારત-નેપાલ બોર્ડર પરથી શનિવારે બપોરે ધરપકડ કરી હતી. આ ઓપરેશનમાં સ્પેશિયલ સેલના ACP હ્રદય ભૂષણ, પ્રમોદ કુશવાહની ટીમ સાથે પંજાબ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સના DDP વિક્રમ બરાર, ADGP પ્રમોદ ભાનની ટીમ પણ સામેલ હતી. પકડાયેલા ત્રણેય આરોપી નેપાળના ઝાપા વિસ્તારમાં ઘણા લાંબા સમયથી છુપાયેલા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય મૂસેવાલા હત્યાકાંડ પછી રાયપુર, વિદિશા, ગુજરાત, ઈન્દૌર થઈને દિલ્હી ગયા અને પછી નેપાળમાં આશરો લીધો હતો. આ કેસમાં હવે બધા જ શૂટર્સની ધરપકડ થઈ ગઈ છે. બે આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં મારી દીધા છે.
દિલ્હીમાંથી ગોલ્ડી બરાર ગેંગના ત્રણ શૂટર્સની ધરપકડ
મળતી માહિતી પ્રમાણે, હાલમાં જ આ કેસની એક ચાર્જસીટ દાખલ થઈ છે. તે પ્રમાણે બધા જ આરોપીઓને રવિવારે મનસા કોર્ટમાં હાજર કરવામાં આવશે. ત્યારબાદ તેમના રિમાન્ડને લઈને પૂછપરછ કરવામાં આવશે. ત્રણેયને પશ્ચિમ બંગાળથી શનિવારે સાંજે ફ્લાઈટના માધ્યમથી દિલ્હી લાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના DCP રાજીવ રંજનના જણાવ્યા અનુસાર, દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાર ગેંગના ત્રણ શાર્પ શૂટર્સની એન્કાઉન્ટર બાદ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના પ્રમાણે પકડાયેલા ત્રણ શૂટર્સના નામ નવીન, મનોજ અને કર્મવીર છે. ત્રણેય હરિયાણાના ઝજ્જરના રહેવાસી છે. તેઓ ગોલ્ડી બરાર સાથે સીધા સંપર્કમાં છે. બધા જ એક એપના માધ્યમથી ગોલ્ડી બરાર સાથે વાત કરતા હતા. કેનેડામાં બેઠેલો ગોલ્ડી બરારે આ ત્રણેય લોકોને મોટું કામ સોંપ્યું હતું. જુલાઈમાં ગુરુગ્રામમાં દારૂની દુકાન લૂંટવામાં આ લોકો વોન્ટેડ હતા. ધરપકડ કરાયેલા આ ત્રણેય યુવકોની મૂસેવાલા હત્યાકાંડ કેસના એક શૂટર્સ પ્રિયવત ફોજીએ ગોલ્ડી બરાર સાથે મુલાકાત કરાવી હતી.
29મેના રોજ, પંજાબના માનસા જિલ્લામાં ગાયક-રાજકારણી સિદ્ધુ મૂસેવાલાની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ હુમલામાં તેની સાથે જીપમાં મુસાફરી કરી રહેલા તેના પિતરાઈ ભાઈ અને મિત્રને પણ ઈજા થઈ હતી. ઓટોપ્સી રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, ગોળી માર્યાની 15 મિનિટમાં જ તેનું મોત થયું હતું અને તેના શરીરમાં 19 ગોળીઓ વાગી હતી.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર