Home /News /national-international /Siddhu Moose wala Murder Case: મૂસેવાલાના પિતાએ કહ્યુ - હું પણ લોરેન્સ બિશ્નોઈની આંખમાં ખટકું છું, એક દિવસ ગોળી મારી દેશે
Siddhu Moose wala Murder Case: મૂસેવાલાના પિતાએ કહ્યુ - હું પણ લોરેન્સ બિશ્નોઈની આંખમાં ખટકું છું, એક દિવસ ગોળી મારી દેશે
સિદ્ધૂ મૂસેવાલાના પિતાએ કહ્યુ કે, એક દિવસ મને પણ ગોળી મારી દેવામાં આવશે.
Siddhu Moose wala Murder Case: દિવંગત ગાયક સિદ્ધૂ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે, સિદ્ધૂ મૂસેવાલાના સ્મારક પર માથું ટેકવવાથી ન્યાય નહીં મળે. તેમણે આશંકા જાહેર કરતા જણાવ્યું હતું કે, લોરેન્સ બિશ્નોઈની આંખોમાં હું ખટકું છું અને મને પણ એક દિવસ ગોળી મારી દેશે.
ચંદીગઢઃ દિવંગત ગાયક સિદ્ધૂ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે દીકરાની હત્યામાં સામેલ છઠ્ઠા શાર્પ શૂટર દીપક મુંડીની ધરપકડ થતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે, સિદ્ધૂ મૂસેવાલાના સ્મારક પર માથું ટેકવવાથી ન્યાય મળશે નહીં. તેમણે આશંકા જાહેર કરતા જણાવ્યુ હતુ કે, હું પણ લોરેન્સ બિશ્નોઈની આંખોમાં ખટકું છું અને મને પણ એક દિવસ ગોળી મારી દેવામાં આવશે.
નાના માણસોને પકડવાથી કંઈ નહીં થાયઃ બલકૌર સિંહ
બલકૌર સિંહે કહ્યુ હતુ કે, સૌથી મોટો સવાલ એ છે કે જેલોમાં બેસેલા ગેંગસ્ટરોએ હથિયાર મેળવવા માટે કરોડો રૂપિયા કેવી રીતે મેળવ્યા? હત્યાને અંજામ આપવા માટે પૈસા ક્યાંથી લાવ્યાં. તેની હજુ સુધી જાણકારી મળી નથી. આ બધા મુદ્દા હું મારી જાન જોખમમાં મૂકીને કહી રહ્યો છું. હત્યારાના નાના-નાના માણસોને પકડવાથી કંઈ નહીં થાય. તેમને જેલમાં રાખશો તો પણ ત્યાં તે પંજાબના યુવાનોને મારવાના કાવતરા ઘડશે.
બલકૌર સિંહે કહ્યુ હતુ કે, પંજાબની હાલત એવી છે કે હું એક અવાજ કરીશ ને તો સાત પંજાબીઓ ક્રાઇમ કરવા માટે તૈયાર થઈ જશે. ત્યારબાદ પોલીસ તેમને વોરન્ટ બનાવીને જેલમાં નાખી દેશે અને નિવેદન લઈને જવા દેશે. ફરિયાદ દાખલ કર્યા પછી પણ કંઈ થઈ રહ્યુ નથી. સૌ-સો વાર ફરિયાદ દાખલ કર્યા પછી પણ પોલીસ શું દેખાડવા માગે છે અને જેલોમાં સુરક્ષા આપીને ગેંગસ્ટરોને કેમ સાચવવામાં આવે છે.
સિદ્ધૂ મૂસેવાલાની સુરક્ષા પાછી લેવા મામલે પણ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, અત્યાર સુધીમાં કોના કહેવાથી તેમના દીકરાની સુરક્ષા પાછી લેવામાં આવી હતી તે અંગે જાણી શકાયું નથી. ગેંગસ્ટરોને અંગે કહ્યુ હતુ કે, તેઓ એક દિવસ સરકારના ગળે પડશે. બલકૌર સિંહને દિલ્હી પોલીસ દ્વારા કરેલી તપાસથી સંતોષ છે અને ધરપકડ કરવામાં સહાય કરવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર