Home /News /national-international /

સિબ્બલને બાબરી કેસ છોડવાનો આદેશ, જ્યારે આ નેતાએ રોક ટોક વગર લડ્યો હતો કેસ

સિબ્બલને બાબરી કેસ છોડવાનો આદેશ, જ્યારે આ નેતાએ રોક ટોક વગર લડ્યો હતો કેસ

સિદ્ધાર્થ શંકર રે

    સુમિત પાંડે

    પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધાર્થ શંકર રેએ લંડનના ઇનર ટેમ્પલમાં તામિલ લીધી હતી. વર્ષ 1946માં તેમણે કોલકાતા હાઈકોર્ટમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 15 વર્ષ બાદ શંકર રે સક્રિય રાજકારણમાં આવ્યા હતા. ત્યાર બાદમાં તે ક્યારેય કોર્ટ નથી ગયા. પરંતુ ડિસેમ્બર 2010માં અંતિમ શ્વાસ લીધા પહેલા આશરે બે દશકા બાદ તેઓ એક કેસના સંબંધમાં કોર્ટ ગયા હતા.

    લખનઉમાં આયોજીત રેની એક શોક સભામાં, અખિલ ભારતીય મુસ્લિમ પર્સનલ લો બોર્ડ(એઆઈએમપીએલબી)ના નેતા તેમજ વકીલ ઝફરયાબ જિલાનીએ 1988માં રેની તેમની સાથેની મુલાકાતને યાદ કરી હતી. રેએ બોર્ડના સભ્યોને ધૈર્યથી સાંભળ્યા હતા અને કેસ લડવા માટે તૈયાર થઈ ગયા હતા.

    સિદ્ધાર્થ શંકર રે બાબરી મસ્જિદ કેસમાં અખિલ ભારતીય મુસ્લિમ પર્સનલ લો બોર્ડ માટે લડતા રહ્યા હતા. આ માટે તેમણે કોઈ રકમ લીધી ન હતી. છેલ્લે તેમણે એપ્રિલ 2007માં અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચ માટે કેસ લડ્યો હતો.
    સિદ્ધાર્થ શંકર રે સામાન્ય રીતે પત્ની સાથે લખનઉમાં રહેતા હતા. કોર્ટના કેસમાં દલીલો કર્યા બાદ તેઓ ચૂપચાપ પરત આવી જતા હતા. શંકર રે કોંગ્રેસના નેતા તેમજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સૌથી નજીકના સાથીઓમાંના એક હતા.

    એક દશકા બાદ, જ્યારે હાઈકોર્ટના નિર્ણય બાદ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો તો તસવીર બદલાઈ ગઈ હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કોર્ટ સમક્ષ કહ્યું કે એઆઈએમપીએલબીના વકીલને સંસદના પ્રતિનિધિત્વવાળા રાજકીય પક્ષના અધિકારિક સ્ટેન્ડના રૂપમાં લઈ લેવામાં આવ્યા છે. એટલે કે એક વકીલ તરીકે સિબ્બલનું જે સ્ટેન્ડ છે તેને કોંગ્રેસનું સ્ટેન્ડ ગણવામાં આવી રહ્યું છે. બીજી તરફ હવે કોંગ્રેસ તરફથી કપિલ સિબ્બલને આ કેસ છોડવાનું કહેવામાં આવ્યું છે.

    પક્ષના અંદરના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિબ્બલને કહેવામાં આવ્યું છે કે આ કેસમાંથી હાથ ખંખેરી લેવા એ જ તેમના માટે રાજકીય રીતે સમજદારી ભર્યું રહેશે. બીજેપીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર સિબ્બલ સહિત અનેક કોંગ્રેસી નેતાઓની કોર્ટમાં ભૂમિકાઓને લઈને પ્રહાર કરતા રહ્યા છે.

    જોકે, સિદ્ધાર્થ શંકર રે સાથે આવું થયું ન હતું. બાબરી મસ્જિદને લઈને દેશભરમાં રાજકારણ થઈ રહ્યું હતું, પરંતુ તેઓ મુસ્લિમ બોર્ડ તરફથી લડતા રહ્યા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કોંગ્રેસ બીજેપીના હિન્દુત્વના મુદ્દાને બિનઅસરકારક કરવા માંગે છે. કહેવાય છે ને કે રાજનીતિ ધારણાઓ પર આધાર રાખે છે. જેને બનાવવા તેમજ ખતમ કરવા માટે વર્ષો લાગી જાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Kapil Sibal

    આગામી સમાચાર