શું કોંગ્રેસ કર્ણાટકમાં મારશે બાજી? સિદ્ઘારમૈયા સરકારને મળ્યાં 10માંથી 7 અંક

  • Share this:
    કર્ણાટકમાં શું સિદ્ઘારમૈયા સરકારની વાપસી થવાની છે? હાલમાં જ થયેલા એક સર્વેમાં સિદ્ઘારમૈયા સરકારને 10માંથી 7 અંક મળ્યાં છે. કર્ણાટકના મતદાતાઓએ સ્કૂલ, વિજળી અને પાણીની આપવાના મુદ્દા પર અત્યારની સરકારને થમ્સ-અપ કર્યું છે. જ્યારે વાત રોજગારની તક આપવાની અને ભ્રષ્ટાચારને નિયંત્રિત કરવાની આવી તો મતદાતાઓમાં ઘોર નિરાશા જોવામાં આવી.

    કોંગ્રેસના નેતૃત્વમાં સિદ્ઘારમૈયા સરકારને મતદાતાઓએ 10માંથી 7.09 અંકો મળ્યાં છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને દક્ષ (DAKSH) નામની સંસ્થાઓએ 225 વિધાનસભા ક્ષેત્રોમાં 13,244 લોકો સાથે વાત કરીને આ પરિણામ લાવ્યાં છે. ડિસેમ્બર 2017થી લઈને ફેબ્રુઆરી 2018 વચ્ચે કરાયેલા આ સર્વેમાં ફોકસની એ વાતો પર રાખવામાં આવ્યું કે લોકો આગામી ચૂંટણીમા કયા મામાલાઓને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

    ગ્રામિણ મતદારોનું રેટિંગ 

    ગ્રામિણ વિસ્તારમાં મતદારોએ સરકારને સ્કૂલો સંબંધી મામલા પર 7.58 રેટ કરી, વિજળી આપુર્તીના મામલામાં 7.56, ફૂડ ડિસ્ટ્રિબ્યૂશન સબસિડી માટે 7.56 રેટ કરવામાં આવ્યું છે પરંતુ રોજગાર આપવાની તકો, કરપ્શન ઓછુ કરવા અને નોકરીઓ સાથે જોડાયેલ ટ્રેનિંગ જેવા મામલામાં લોકોએ નિરાશા વ્યક્ત કરી છે. આ મામલા પર મતદાતાઓએ ક્રમશ: 6.70,6.67,6.60 રેટ કર્યું છે.ગ્રામિણ મતદાતાએ સરકારને 10માંથી 7.05 અંકો આપ્યાં છે.

    શહેરી  મતદારોનું રેટિંગ 

    શહેરી મતદાતાઓએ સરકાર સંબંધી મામલા પર 7.85 રેટ કર્યું છે, વિજળી આપૂર્તિના મામલામાં 7.83, પ્બલિક ટ્રાન્સપોર્ટ પર 7.61 રેટ કરવામાં આવ્યું. લોકોએ કહ્યું કે સરકાર જનસુવિધા અને ફૂટપાથ બનાવવાના મામલામાં પાછળ રહી ગઈ છે. જેના માટે લોકોએ 6.79 રેટીંગ આપ્યું છે જ્યારે કરપ્શન માટે 6.77, નોકરીની સંબંધી ટ્રેનિંગ માટે 6.40 રેટ કર્યું છે. શહેરીજનો માટે પાણી, વિજળી અને સારું શિક્ષણ મોટા મામલા છે.

    ઉમેદવારની જાતિ પણ છે મહત્વની 

    67 ટકા મતદાતાઓએ કહ્યું કે ઉમેદવાર કઇ પાર્ટીનો છે તે વધારે મહત્વનું છે. 86 ટકા મતદાતાઓએ કહ્યું પાર્ટી નહીં, ઉમેદવાર વધારે મહત્વનો છે. 42 ટકાએ કહ્યું કે સીએમ કોણ થશે તેની પર મત નિર્ણર છે. 37 ટકા લોકોએ કહ્યું કે ઉમેદવારનો ધર્મ કયો છે જ્યારે 36 ટકાએ કહ્યું કે કેન્ડિડેટની જાતી કઇ છે તે તેમના મતને અસર કરે છે.
    Published by:Kaushal Pancholi
    First published: