Home /News /national-international /'તેણી વગર જીવવું મારા માટે મુશ્કેલ છે,' પ્રેમિકાની સગાઈ થઈ જતાં યુવકનો મંદિરના પ્રાંગણમાં આપઘાત

'તેણી વગર જીવવું મારા માટે મુશ્કેલ છે,' પ્રેમિકાની સગાઈ થઈ જતાં યુવકનો મંદિરના પ્રાંગણમાં આપઘાત

શ્યામ

રાજે પોતાના પરિવારને એવી વિનંતી કરી હતી કે તેના મોત બાદ તેના મૃતદેહની તસવીર ઓનલાઇન મૂકવામાં આવે.

    આગ્રાના એક 22 વર્ષીય યુવકે પોતાની ગર્લફ્રેન્ડની અન્ય કોઈ યુવક સાથે સગાઈ થયા બાદ આપઘાત કરી લીધો છે. 22 વર્ષીય યુવકે પોતાના આપઘાતનું ફેસબુક પર લાઇવ સ્ટ્રિમિંગ કર્યું હતું.

    આ માટે 22 વર્ષીય શ્યામ સિકરવાર ઉર્ફે રાજ આગ્રા જિલ્લાના રાયભા ગામ ખાતે આવેલા મંદિરે ગયો હતો. રાજ મંદિરના પ્રાંગણમાં જ ફાંસો લગાવીને લટકી ગયો હતો. આ બનાવ શનિવારે વહેલી સવારે બન્યો હતો.

    રાજે પોતાના આ કૃત્યનું ફેસબુક પર લાઇવ સ્ટ્રિમિંગ કર્યું હતું. રાજના અનેક મિત્રોએ આ આપઘાતને લાઇવ જોયું હતું. રાજે તેના અનેક મિત્રોને કહી રાખ્યું હતું કે તે આપઘાત કરવાનો છે.

    ફેસબુક પર ચાર મિનિટના વીડિયોમાં રાજે પોલીસને ઉદેશીને જણાવ્યું હતું કે તેના મોત માટે કોઈને પણ જવાબદાર ગણવામાં ન આવે. સાથે રાજે પોતાના પરિવારને એવી વિનંતી કરી હતી કે તેના મોત બાદ તેના મૃતદેહની તસવીર ઓનલાઇન મૂકવામાં આવે.

    ફેસબુક લાઇવ સ્ટ્રિમિંગ ઉપરાંત રાજે ચાર પાનાની સુસાઇડ નોટ પણ લખી છે. જેમાં તેણે પોતાના પરિવારની માફી માંગી છે તેમજ તેના શરીરના અંગેનું દાન કરવાની વાત કરી છે.

    રાજે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, "હું તેણીને ખૂબ યાદ કરું છું, તેના વગર મારા માટે જીવવું મુશ્કેલ છે. હું એ સત્યનો સ્વીકાર નહીં કરી શકું કે તેણી કોઇ બીજા સાથે લગ્ન કરી રહી છે. તેણીને ગુમાવવાની મારા દિમાગ પર એવી તો અસર થઈ કે મેં મારી નોકરી પણ ગુમાવી દીધી હતી."

    પોલીસના જણાવ્યા પ્રમાણે રાજ ગુરુગ્રામની એક કંપીમાં નોકરી કરતો હતો. પોલીસના કહેવા પ્રમાણે રાજનો મૃતદેહ મંદિરના પ્રાંગણમાંથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

    પોલીસે એવું પણ જણાવ્યું હતું કે રાજ પાસે હાલમાં નોકરી ન હતી, ઉપરાંત તે જે છોકરીને પ્રેમ કરી રહ્યો હતો તેના બીજા છોકરા સાથે લગ્ન થવાના હતા. બનાવ ધ્યાનમાં આવ્યા બાદ ફેસબુક તરફથી આ વીડિયોને હટાવી દેવામાં આવ્યો હતો.
    First published:

    Tags: Agra, Engagement, Facebook, Temple

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन