આયુષ મંત્રી શ્રીપદ નાઇકની કારનો અકસ્માત, પત્ની અને પીએનાં મોત, કેન્દ્રીય મંત્રી ગંભીર ઇજાગ્રસ્ત

આયુષ મંત્રી શ્રીપદ નાઇકની કારનો અકસ્માત, પત્ની અને પીએનાં મોત, કેન્દ્રીય મંત્રી ગંભીર ઇજાગ્રસ્ત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને કેન્દ્રીય મંત્રીને સારામાં સારી સારવાર ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો

 • Share this:
  બેંગલુરુ : કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાઇકની કારનો (Union Minister Sripad Naik)સોમવારે અકસ્માતમાં થયો છે. મળેલી જાણકારી પ્રમાણે કેન્દ્રીય મંત્રીની ગાડી ઉત્તર કન્નડના (North Kannada)અંકોલામાં (Ankola)દૂર્ઘટનાગ્રસ્ત થઈ હતી. કાર અકસ્માતમાં કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાઇકની પત્ની વિજયા નાઇકનું મોત થયું છે. આ અકસ્માતમાં કેન્દ્રીય મંત્રીના પર્સનલ આસિસ્ટન્ટનું પણ મોત થયું છે. પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે.

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને કેન્દ્રીય મંત્રીને સારામાં સારી સારવાર ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. પીએમ તરફથી કહેવામાં આવ્યું છે કે સાવંત એ સુનિશ્ચિત કરે કે કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઇકનો ગોવામાં સારી રીતે સારવાર થઈ શકે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે પણ આ સંબંધમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે વાતચીત કરી છે. જો જરૂર પડશે તો સારવાર માટે દિલ્હી પણ લઇ જવામાં આવી શકે છે.

  આ પણ વાંચો - ચીને પૂર્વી લદ્દાખમાં LAC પાસેથી લગભગ 10,000 સૈનિકોને પાછળ હટાવ્યા  કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેડિયુરપ્પાએ ટ્વિટ કર્યું કે કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઇક જે કારથી સફર કરી રહ્યા હતા તે ઉત્તરી કન્નડમાં દૂર્ઘટનાગ્રસ્ત થતા અને તેમના પત્નીના નિધનના સમાચારથી સ્તબ્ધ છું. શ્રીમતી નાઇકને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવું છું અને શ્રીપદ નાઇક અને અન્ય ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.
  Published by:Ashish Goyal
  First published: