Shripad Naik Accident: પરિવાર સાથે ગોકર્ણ પરત ફરી રહ્યા હતા શ્રીપદ નાઇક, હાઇવે પર શોર્ટકટ લેવો પડ્યો મોંઘો!

Shripad Naik Accident: પરિવાર સાથે ગોકર્ણ પરત ફરી રહ્યા હતા શ્રીપદ નાઇક, હાઇવે પર શોર્ટકટ લેવો પડ્યો મોંઘો!
શ્રીપદ નાઇકે ગોકર્ણ વહેલા પહોંચવા માટે હાઈવેનો શોર્ટલટ લીધો, રસ્તો ખરાબ હોવાથી ડ્રાઇવરે કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ

શ્રીપદ નાઇકે ગોકર્ણ વહેલા પહોંચવા માટે હાઈવેનો શોર્ટલટ લીધો, રસ્તો ખરાબ હોવાથી ડ્રાઇવરે કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ

  • Share this:
    નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઇક (Shripad Naik)ની કાર સોમવારે કર્ણાટક (Karnataka)માં માર્ગ અકસ્માતનો શિકાર બની ગઈ. તેઓ પોતાના પરિવારની સાથે ગોકર્ણ જઈ રહ્યા હતા. આ દરમિયાન કર્ણાટકના અંકાલા તાલુકામાં તેમની કાર સાથે અકસ્માત થઈ ગયો. તેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે તેમની પત્ની અને પર્સનલ સેક્રેટરીનું મોત થયું છે. મળતી જાણકારી મુજબ, શ્રીપદ નાઇક (Shripad Naik Accident)એ ગોકર્ણ જલ્દી પહોંચવા માટે નેશનલ હાઈવે - 63 (NH 63) પર એક નાનો રસ્તો પકડ્યો હતો. જેની પર તેમની કારને અકસ્માત થયો.

    સામે આવેલી માહિતી અનુસાર શ્રીપદ નાઇકે જે શોર્ટકટથી જવાનો નિર્ણય લીધો હતો, તેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. પોલીસે જાણકારી આપી કે પ્રારંભિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ઘટનાસ્થળે કોઈ પણ બે વાહનો વચ્ચે ટક્કર (Shripad Naik Car Accident) નથી થઈ. પરંતુ એવું માનવામાં આવે છે કે રસ્તો ખરાબ હોવાના કારણે ડ્રાઇવરે કાર પરથી કાબૂ ગુમાવી દીધો અને કાર દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ. આ દરમિયાન કાર પલટી મારી ગઈ.



    આ પણ જુઓ, PHOTOS- હિન્દુ મહાસભાએ ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના નામ પર શરૂ કર્યું સ્ટડી સેન્ટર

    બીજી તરફ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સોમવાર મોડી રાત્રે જણાવ્યું કે, માર્ગ દુર્ઘટનમાં ઘાયલ કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઇકની સારવાર ગોવા મેડિકલ કૉલેજ-હૉસ્પિટલમાં ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર છે. દુર્ઘટનામાં નાઇકની સાથે કારમાં સવાર તેમની પત્ની અને સહાયકનું મોત થયું છે. આ દુર્ઘટના ઉત્તર કન્નડ જિલ્લામાં અંકોલાની પાસે ઘટી છે. તે સમયે મંત્રી કર્ણાટકમાં ધર્મસ્થળથી ગોવા પરત આવી રહ્યા હતા.

    આ પણ જુઓ Video: IND Vs AUS: હવે પિચ સાથે ‘ચેડા’ કરતો જોવા મળ્યો સ્ટીવ સ્મિથ

    ઉત્તર ગોવાના સાંસદ નાઇકને બાદમાં જીએમસીએચ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સાવંતે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રીની સ્થિતિ પહેલા નાજુક હતી પરંતુ તેઓ હવે સ્થિર છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે જીએમસીએચના ડીન ડૉક્ટર શિવાનંદ બાંદેકરના નેતૃત્વમાં ડૉક્ટરોની એક ટીમ તેમની સારવાર કરી રહી છે. તેઓએ તમામ શ્રેષ્ઠ મેડિકલ સેવા આપવામાં આવી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published:January 12, 2021, 08:16 am

    ટૉપ ન્યૂઝ