Shrinivas Ramanujan: ભારતે આજના જ દિવસે ગુમાવ્યા હતા દુનિયાના મહાન ગણિતજ્ઞ

Shrinivas Ramanujan: ભારતે આજના જ દિવસે ગુમાવ્યા હતા દુનિયાના મહાન ગણિતજ્ઞ
રામાનુજમ કલાર્કની નોકરી કરવા સાથે એચ. એસ. હાર્ડીને પત્ર પણ લખતા હતા જેમાં તેઓ પોતાના સૂત્રો લખીને મોકલતા હતા

રામાનુજમ કલાર્કની નોકરી કરવા સાથે એચ. એસ. હાર્ડીને પત્ર પણ લખતા હતા જેમાં તેઓ પોતાના સૂત્રો લખીને મોકલતા હતા

  • Share this:
શ્રીનિવાસ રામાનુજમ (Shrinivas Ramanujan) દુનિયાના મહાન ગણિતજ્ઞમાંથી એક ગણાય છે. તેઓ અંકોના જીનિયસ તરીકે ઓળખાતા હતા. જોકે, તેમણે માત્ર 32 વર્ષની વયે જ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમને જાણતા લોકોનું કહેવું છે કે, જો તેઓ થોડા વધુ વર્ષ જીવ્યા હોત તો દુનિયા ઘણી બધી બદલાઈ ગઈ હોત.

નાનપણથી જ ગણિતમાં જીનિયસ હતાસ્કૂલના દિવસોમાં રામાનુજમ ગણિત સિવાય બધા જ વિષયોમાં નબળા હતા. જેથી તેઓ 11મા ધોરણમાં માત્ર ગણિતમાં જ પાસ થતા તેમની સ્કોલરશીપ છીનવાઈ ગઈ હતી, જેના કારણે તેમણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ અભ્યાસ પૂર્ણ કરીને કલાર્કની નોકરી કરવા લાગ્યા હતા, પરંતુ ગણિતથી તેમનો લગાવ અકબંધ હતો.

Ground Report: અમદાવાદમાં કોરોના દર્દીઓનાં સરકારી આંકડા અને ઓક્સિજનની માંગ વચ્ચે છે મોટો તફાવત

હાર્ડીને લખ્યા પત્ર

રામાનુજમ કલાર્કની નોકરી કરવા સાથે એચ. એસ. હાર્ડીને પત્ર પણ લખતા હતા જેમાં તેઓ પોતાના સૂત્રો લખીને મોકલતા હતા. આ પત્રને કારણે તેમની પ્રતિભા દુનિયાની સામે આવી. શરુ-શરૂમાં હાર્ડીએ આ પત્રોને ન ગણકાર્યા, બાદમાં હાર્ડીને જાણ થઇ કે આ ખુબ જ પ્રતિભાશાળી વ્યક્તિનું કામ છે.

હાર્ડી સાથે મળીને કર્યું કામ

પ્રોફેસર હાર્ડીએ રામાનુજમને બોલાવીને કેમ્બ્રિજ યુનિવર્સિટીની સ્કોલરશીપ અપાવી. લંડનમાં રામાનુજમે હાર્ડી સાથે મળીને 20થી વધુ રિસર્ચ પેપર પ્રકાશિત કર્યા. જેનાથી ગણિતની દુનિયામાં તેમને ઓળખ મળી.

કોરોનાકાળમાં AMCનો નિર્ણય: અમદાવાદમાં પાનના ગલ્લા બાદ હવે હેર સલૂનની દુકાનો પણ અનિશ્ચિત દિવસો માટે બંધ

ઠંડીના કારણે થયું ટીબી

ઈંગ્લેન્ડમાં રામાનુજમને ગણિત પર સંપૂર્ણ ધ્યાન આપવાની છૂટ હતી. તેઓ ગણિતમાં એવા ખોવાઈ જતા હતા કે પોતાની તબિયતનું ધ્યાન પણ નહોતું રહેતું. તેઓ ઇંગ્લેન્ડની ઠંડી સહન ન કરી શક્યા, જેના કારણે તેમને ટીબીની બીમારી થઇ હતી.

અંતિમ સમય સુધી ગણિત ન છોડ્યું

ઈંગ્લેન્ડમાં રામાનુજમની તબિયત વધુ બગડતા તેઓ 1919માં ભારત પરત આવી ગયા હતા. જોકે, તેના એક વર્ષમાં જ 26 એપ્રિલ 1920ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમણે જાન્યુઆરી 1920માં લખેલા પત્રોમાં પણ હાર્ડીને ગણિતના નવા વિચાર અને પ્રમેય આપ્યા હતા. તેમણે તેમના જીવનના અંતિમ વર્ષમાં પોતાની નોટબુકમાં ઘણી નવી શોધ અંગે લખ્યું હતું. જેથી તેમની મોતને ગણિતજ્ઞોએ મોટી ખોટ ગણાવી હતી. આ નોટબુક વર્ષ 1976માં મળી હતી.

રામાનુજમનો ગણિત પ્રેમ

રામાનુજમને સંખ્યાઓથી ખુબ લગાવ હતો. તેમનો પ્રિય વિષય સંખ્યાઓનો સિદ્ધાંત એટલે કે થિયરી ઓફ નંબર્સ હતો. તેમને મોટાભાગની ગણતરીઓ અને સંખ્યાઓ યાદ હતી. તેઓ દરેક સવાલનો જવાબ કડકડાટ બોલી જતા હતા. રામાનુજમને વધુ એક વિષય શ્રેણીઓમાં વધુ રસ હતો. પાઈના માનની ગણતરી માટે આપેલી સિરીઝનો આજે પણ ઉપયોગ થાય છે. તેમના પ્રમેય અને ફોર્મ્યુલા બ્લેકહોલને સમજવા માટે મદદરૂપ સાબિત થયા છે.રામાનુજમના નિધન બાદ પ્રોફેસર હાર્ડીએ તેમના સન્માનમાં એક આર્ટિકલ લખ્યો, જેનાથી દુનિયા તેમને જાણી શકી. હાર્ડીએ લેખમાં જણાવ્યું હતું કે, તેમણે આટલા પ્રતિભાશાળી ગણિતજ્ઞ યુરોપમાં ક્યાંય નથી જોયા. ઉલ્લેખનીય છે, રામાનુજમના જન્મદિવસને ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે.
Published by:News18 Gujarati
First published:April 26, 2021, 12:27 pm

ટૉપ ન્યૂઝ