Home /News /national-international /શ્રીકાંત ત્યાગીને રાહત નહીં, કોર્ટે જામીન અરજી ફગાવી દીધી, આ છે કારણ

શ્રીકાંત ત્યાગીને રાહત નહીં, કોર્ટે જામીન અરજી ફગાવી દીધી, આ છે કારણ

કોર્ટે શ્રીકાન્ત ત્યાગી વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટના કેસમાં જામીન અરજી ફગાવી

shrikant tyagi case- કોર્ટે શ્રીકાન્ત ત્યાગી વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટના કેસમાં જામીન અરજી ફગાવી

    નોઈડા: નોઈડાની ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે ગેરવર્તન કરવાના કારણે આરોપી શ્રીકાન્ત ત્યાગીને કોર્ટ તરફથી રાહત મળી નથી. કોર્ટે તેમના વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટના કેસમાં જામીન અરજી ફગાવી દીધી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ત્રણ નવા અને છ જૂના કેસોની કોર્ટને જાણકારી આપી છે. આ દરમિયાન પોલીસે કેસ ડાયરી પણ કોર્ટમાં રજૂ કરી. શ્રીકાન્ત ત્યાગી પર ગેંગસ્ટર એક્ટ લાગેલ છે. જેના કારણે કોર્ટે જામીન આપ્યા ન હતા. ત્યાગી સાથે પકડાયેલ 6 લોકોને જામીન મળી ગયા છે.

    શ્રીકાન્ત ત્યાગી કેસમાં આજે કોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન કોર્ટે તેમના વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટના કેસમાં જામીન અરજી ફગાવી દીધી છે. જો કે આ પહેલા પણ ગયા સપ્તાહમાં તેમના વિરુદ્ધ અદાલતમાં સુનાવણી થઈ હતી. ત્યારે કોર્ટે તેમને ત્રણ કેસમાં જામીન આપ્યા હતા.

    જામીન મળ્યા પછી પણ આરોપી શ્રીકાન્ત ત્યાગીને મુક્ત કરવામાં નહતો આવ્યો. જેના પછી શુક્રવારે ત્યાગી પર ગેંગસ્ટર એક્ટના હેઠળ કેસમાં સુનાવણી થઈ.

    આ કેસોમાં મળી જમાનત

    આ પહેલા તેમને આઈપીસીની કલમ 354, 420 અને ગાળો ભાંડવાના કેસમાં જામીન મળ્યા હતા. પરંતુ ત્યાગીના વિરુદ્ધ ચાર કેસ દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ કરવામાં આવેલ ચાર કેસોમાંથી ત્રણમાં તેમને જામીન મળ્યા હતા. ગ્રેંડ ઓમેક્સ સોસાયટી કેસ પછી પોલીસે તેના પર ગેંગસ્ટરની કાર્યવાહી કરી 25 હજારનું ઈનામ પણ જાહેર કર્યુ હતું.

    આ પણ વાંચો: 8 મહિનાની ગર્ભવતી પ્રેમિકા સાથે યુવકના લગ્ન, પાંચ કલાકમાં જ યુવતીનું મોત!

    ત્યાગી સમાજના લોકોએ દર્શાવી નારાજગી

    5 ઓગસ્ટે નોઈડાની ગ્રેડ ઓમેક્સ સોસાયટીમાં શ્રીકાન્ત ત્યાગીએ એક મહિલા સાથે ગેરવર્તન કર્યુ હતું. આનો વીડિયો પણ વાયરલ થયો હતો. પાલીસે કેસ દાખલ કર્યો હતો. આ પછી પોલીસે શ્રીકાન્તની ત્રણ ગાડીઓને જપ્ત કરી હતી. જ્યાં શ્રીકાન્ત ત્યાગીની ધરપકડ બાદ તેમના સમર્થનમાં ત્યાગી સમાજના લોકોએ મહાપંચાયત કરી. જે દરમિયાન લોકોએ 14 મુદ્દાની માંગણીઓ સ્વીકારવા ડી એમને મેમોરેન્ડમ આપ્યું. આની સાથે જ ત્યાગી સમાજના લોકોએ શ્રીકાન્ત ત્યાગી પર લગાવવામાં આવેલ ગંભીર કલમોને હટાવવા માટે અલ્ટીમેટમ આપ્યુ હતું.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, National news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन