નાગોર : રાજસ્થાનના (Rajasthan)નાગોર જિલ્લાના શ્રીબાલાજી પોલીસ સ્ટેશનના (Shri balaji police station)સ્ટાફે પ્રશંસનીય કાર્ય કર્યું છે. શ્રીબાલાજી પોલીસ સ્ટેશનના સ્ટાફે સામાજિક જવાબદારી નિભાવતા પોલીસ સ્ટેશનમાં રહેલા રસોઇયાના (Cook)પુત્ર અને પુત્રીના લગ્નમાં મામેરું ભર્યું છે. પોલીસ સ્ટેશનના સ્ટાફે 5 લાખ 21 હજાર રૂપિયાનું મામેરું ભર્યું છે. પોલીસના આ કાર્યની વિસ્તારમાં ચર્ચા થઇ રહી છે. પોલીસકર્મીનું કહેવું છે કે કુક તેમના પરિવારનો સભ્ય છે. પરિવારના સભ્યના લગ્નમાં પરિવારના લોકો જ સાથ નહીં આપે તો કોણ આપશે.
શ્રીબાલાજી પોલીસ સ્ટેશનમાં કામ કરતા રસોઇયા મદન પ્રજાપતના પુત્ર અને પુત્રીના શનિવારે લગ્ન હતા. આ લગ્નમાં શ્રીબાલાજી પોલીસ સ્ટેશનના સ્ટાફને આમંત્રિત કર્યા હતા. પોલીસ સ્ટેશનને રોજ ભોજન કરાવતા મદન પ્રજાપતના પુત્ર અને પુત્રીના લગ્નમાં પોલીસકર્મીઓએ સહયોગ કરવાનું બીડુ ઉઠાવ્યું હતું. આ પછી જોત જોતામાં પોલીસકર્મીઓએ મળીને મામેરું ભરવા માટે 5 લાખ 21 હજાર રૂપિયા ભેગા કર્યા હતા.
રસોઇયા મદન પ્રજાપત છેલ્લા ઘણા વર્ષથી શ્રીબાલાજી પોલીસકર્મીઓ માટે ખાવાનું બનાવવાનું કામ કરે છે. આવામાં પોલીસકર્મીઓને મદન પ્રજાપત સાથે ઘણી લાગણી છે. પોલીસકર્મીઓનું કહેવું છે કે મદનના બાળકોના લગ્નમાં જવું તેના માટે સુખદ અનુભવ છે. તે પરિવારની જેમ આખા સ્ટાફને ખાવાનું ખવડાવે છે. તેથી તેનું અમારી ઉપર ઋણ છે.
ઉલ્લેખનીય છે કે પોલીસની નકારાત્મક છાપ હંમેશા લોકો સામે આવતી રહે છે. જોકે તેમના સામાજિક કામ બહાર આવતા નથી. રસોઇયાના બાળકો લગ્નમાં પોલીસકર્મીની સહભાગીતા જોઈને ચકિત થયા છે. લગ્નમાં આવેલો લોકોનું કહેવું હતું કે આ તેમના માટે ઘણું સુખદ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર