Home /News /national-international /

Ramayana Express Train અને ભારત દર્શન ટ્રેન ક્યાંથી અને ક્યારે ઉપડશે? કેટલું હશે ભાડું? અહીં જાણો

Ramayana Express Train અને ભારત દર્શન ટ્રેન ક્યાંથી અને ક્યારે ઉપડશે? કેટલું હશે ભાડું? અહીં જાણો

પ્રવાસીઓની લોકપ્રિય ટ્રેન રામાયણ એક્સપ્રેસ (Shri Ramayana Express Train Tour)22 ફેબ્રુઆરીએ દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી રવાના થશે

Shri Ramayana Express Train Tour - શ્રી રામાયણ યાત્રાનું (Shri Ramayana Express Train)લક્ષ્ય દેશમાં ધાર્મિક પ્રવાસન વધારવાનો છે. આ ટ્રેન પ્રભુ શ્રીરામ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોનો પ્રવાસ અને દર્શન કરાવશે

નવી દિલ્હી : પ્રવાસીઓની લોકપ્રિય ટ્રેન રામાયણ એક્સપ્રેસ (Shri Ramayana Express Train Tour)22 ફેબ્રુઆરીએ દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી રવાના થશે. તો બીજી બાજુ સામાન્ય લોકો માટે ચલાવવામં આવતી ભારત દર્શન (Bharat Darshan Train)ટ્રેન 7 માર્ચથી પ્રવાસ ખેડશે. ફર્સ્ટ એસી અને સેકન્ડ એસીની સુવિધાવાળી ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન 22 ફેબ્રુઆરીએ 20 દિવસોના સફર માટે રવાના થશે. આ ટ્રેનમાં કુલ 156 મુસાફરો યાત્રા કરી શકે છે.

રામ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોની કરાવશે મુલાકાત

શ્રી રામાયણ યાત્રાનું (Shri Ramayana Express Train)લક્ષ્ય દેશમાં ધાર્મિક પ્રવાસન વધારવાનો છે. આ ટ્રેન પ્રભુ શ્રીરામ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોનો પ્રવાસ અને દર્શન કરાવશે. જેમાં 3 નવી જગ્યાઓ બક્સર, કાંચીપુરમ અને ભદ્રાચલમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભદ્રાચલમને દક્ષિણનું અયોધ્યા પણ કહેવાય છે. આ ટ્રેન અયોધ્યા થઇને સીતામઢી જશે, અહીંથી પર્યટકોને નેપાલના જનકપુરના દર્શન કરાવવામાં આવશે. આ ટ્રેનનું પછીનું સ્ટેશન બક્સર રહેશે. બાદમાં કાશી, પ્રયાગ, શ્રૃંગવેરપુર, ચિત્રકુટ, પંચવટિ, ત્ર્યંબેક્શ્વર મંદિરના દર્શનનો લાભ યાત્રિકોને મળશે.

બાદમાં આ ટ્રેન હંપીના કિષ્કિંધા નગરી અને રામેશ્વરમ પહોંચશે. રામેશ્વરમમાં પર્યટકોને પ્રાચીન શિવ મંદિર અને ધનુષકોડીના દર્શન કરવાનો લ્હાવો મળશે. અહીં કાંચીપુરમમાં પ્રસિદ્ધ શિવ, વિષ્ણુ અને શક્તિ મંદિરોના દર્શન કરાવવામાં આવશે. આ ટ્રેનનું અંતિમ સ્ટેશ ભદ્રાચલમ હશે, જ્યાંથી આ ટ્રેન 20માં દિવસે દિલ્હી પાછી આવશે. આ ટ્રેન દ્વારા 7500 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન થોડી યાત્રા બસોમાં પણ હશે.

આ પણ વાંચો - PM Modi in Kasganj: પીએમ મોદીએ કહ્યું- પરિવારવાદીઓએ પોતાની તિજોરી ભરી, ક્યારેય ગરીબોની ચિંતા કરી નથી

શું હશે ભાડુ?

આ ટ્રેન પર્યટન મંત્રાલયની ‘દેખો અપના દેશ’ના ટૅગ હેઠળ ચલાવવામાં આવે છે. આઈઆરસીટીસી દ્વારા AC-1 ની યાત્રા માટે રૂ 121735/- પ્રતિ વ્યક્તિ અને AC-2 માટે 99475/- પ્રતિ વ્યક્તિનું પેકેજ નક્કી કરવામાં આવ્યુ છે. આ ટૂર પૅકેજની કિંમતમાં રેલ યાત્રા ઉપરાંત સ્વાદિષ્ટ શાનદાર ભોજન, AC બસોમાં પ્રવાસ, AC હોટલમાં રોકાવાની વ્યવસ્થા, ગાઈડ અને ઇન્શ્યોરન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. IRCTC ભારત દર્શન ટ્રેન 7 માર્ચના રોજ નવી સિઝન માટે ફરી શરૂ થઈ રહી છે.

ભારત દર્શન ટ્રેન દ્વારા આ સ્થળો થશે કવર

ભારત દર્શન ટ્રેન (Bhart darshan train) 07.03.22 થી 16.03.22 સુધી અયોધ્યામાં રામ જન્મભૂમિ, હનુમાનગઢી, સરયુ આરતી, કાશી વિશ્વનાથ મંદિર (વારાણસી), વૈદ્યનાથ મંદિર (દેવઘર), ગંગાસાગર, કાલી મંદિર (કોલકાતા), પુરી જગન્નાથ મંદિર અને કોર્નરક મંદિર, વિષ્ણુપાદ મંદિર જેવા ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરાવશે.

9  રાત અને 10 દિવસનું પેકેજ

આ યાત્રાનું પેકેજ 9 રાત અને 10 દિવસનું હોય છે. આ પેકેજ માટે દરેક શ્રધ્ધાળુને 9450/-રૂપિયા ચૂકવવાના રહેશે. આ ટ્રેનમાં આગરા કેંટ, ગ્વાલિયર, વીરાંગના લક્ષ્મીબાઇ, ઉરઇ, કાનપુર,લખનઉ, બારાબંકી, અયોધ્યા, જૌનપુર અને વારાણસીથી ચડી શકાશે.

આ પૅકેજમાં મુસાફરી દરમિયાન ભોજન, બપોર અને રાત્રિ ભોજન આપવામાં આવશે. આ સાથે જ સ્થાનિક યાત્રા અને ધર્મશાળાઓમાં રોકાવવાની વ્યવસ્થા પણ પેકેજમાં સામેલ છે. બંને ટ્રેનોમાં મુસાફરી દરમિયાન હાઈજિન અને કોવિડ સેફ્ટી પ્રોટેકોલના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.
First published:

Tags: Indian railways, New Delhi

આગામી સમાચાર