Home /News /national-international /ભારતીય સરહદમાં ઘુસી આવ્યું પાકિસ્તાની ડ્રોન, સેનાના જવાનોએ ફાયરિંગ કરી ખદેડી મુક્યું

ભારતીય સરહદમાં ઘુસી આવ્યું પાકિસ્તાની ડ્રોન, સેનાના જવાનોએ ફાયરિંગ કરી ખદેડી મુક્યું

ભારતીય સરહદમાં ડ્રોન દ્વારા ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર

Pakistani drone entered Indian border again:પશ્ચિમી રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર સરહદ પારથી ડ્રોન દ્વારા ડ્રગ્સ મોકલવાનું યથાવત છે. ફરી એક વાર પાકિસ્તાનના તસ્કરો દ્વારા ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરું ફેલ થયું છે.

    શ્રીગંગાનગર: ભારત પાકિસ્તાનની સરહદ (India-Pakistan International Border) પર ડ્રગ્સની તસ્કરી રોકાવાનું નામ નથી લેતું, ત્યારે હવે ફરી એક વાર સરહદ પાર પાકિસ્તાન તરફથી આવેલા એક ડ્રોને ભારતીય સરહદમાં હેરોઈનની ખેપ પહોંચાડી છે. પણ આ દરમિયાન સરહદ પર પાકિસ્તાનની ડ્રોનને જોઈને બીએસએફના જવાનોએ તેના પર ફાયરિંગ કરીને તેને ખદેડી મુક્યુ હતું. પણ આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પાક તસ્કર ભારતીય સરહદમાં ડ્રગ્સ પહોંચાડવામાં સફળ થઈ ગયા. સરહદ પર આ કોઈ પહેલી ઘટના નથી, જ્યારે પાકિસ્તાન તરફથી ડ્રોન મારફતે માદક પદાર્થોની તસ્કરી કરવામા આવી હોય, આ અગાઉ પણ કેટલીય વાર આવી થઈ ચુક્યું છે.

    આ પણ વાંચો: પાકિસ્તાનથી દરિયામાં તરતા ગુજરાત આવ્યા ચરસના પેકેટ, અત્યાર સુધીમાં પાંચ કરોડથી વધુનો જથ્થો ઝડપાયો

    પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો, તાજેતરનો કિસ્સો શ્રીગંગાનગર જિલ્લાના અનૂપગઢ વિસ્તારમાં થઈ હતી. અનૂપગઢના કૈલાશ પોસ્ટ પર ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદ પર શનિવારે મોડી રાતે એક પાકિસ્તાની ડ્રોને ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી હતી. પાકિસ્તાની ડ્રોનને જોઈને બોર્ડર પર તૈનાત બીએસએફના જવાનોએ પોતાની બંદૂકોના ઉગાવી હતી. કહેવાય છે કે, ફાયરિંગ બાદ ડ્રોન ગાયબ થઈ ગયા હતા. બાદમાં ચલાવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં બીએસએફના જવાનોને હેરોઈનના પેકેટ જપ્ત કર્યા હતા.

    ભાર-પાક. સરહદી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલું


    બીએસએફ તરફથી જપ્ત કરવામાં આવેલા આ પેકેટમાં લગભગ સાડા ત્રણ કિલો હેરોઈન હતું. ફાયરિંગ બાદ ડ્રોન પાછું પાકિસ્તાનની સરહદમાં ચાલ્યું હતું અને ક્ષતિગ્રસ્ત થઈને ભારતીય સરહદમાં પડ્યું હતું. જો કે, હાલમાં ખુલાસો થયો નથી કે, ડ્રોનની તપાસમાં ભારત-પાક સરહદી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. ભારતીય સરહદમા ડ્રોન ઘુસી આવતા બીએસએફના જવાનો એલર્ટ મોડ પર આવી ગયા છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: પાકિસ્તાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन