Home /News /national-international /

'પાપા-મમ્મી મને માફ કરો, હવે મારે આ દુનિયા છોડી દેવી પડશે', દાદાના ઘરેથી ખુશી ગુમ

'પાપા-મમ્મી મને માફ કરો, હવે મારે આ દુનિયા છોડી દેવી પડશે', દાદાના ઘરેથી ખુશી ગુમ

girl missing : CBSE 10માની પરીક્ષાના પરિણામ આવ્યા બાદ શ્રેયા દાદાના ઘરેથી અચાનક ગાયબ થઈ ગઈ. શોધખોળ કરતા મળી નહિ. રૂમ માંથી સુસાઇડ નોટ મળી, મને ગોતવાની કોસીસ ના કરશો

girl missing : CBSE 10માની પરીક્ષાના પરિણામ આવ્યા બાદ શ્રેયા દાદાના ઘરેથી અચાનક ગાયબ થઈ ગઈ. શોધખોળ કરતા મળી નહિ. રૂમ માંથી સુસાઇડ નોટ મળી, મને ગોતવાની કોસીસ ના કરશો

  Girl Missing : ગણેશદત્ત નગરમાં રહેતા હાર્ડવેર બિઝનેસમેન ચંદ્રમણિ લાલનની પુત્રી શ્રેયા (shreya) કુમારી ઉર્ફે ખુશી માત્ર 15 વર્ષની છે, તે CBSE 10માની પરીક્ષાના પરિણામ આવ્યા બાદ તેના દાદાના ઘરે તુર્કી કાફેનથી ગુમ છે. પોલીસ યુવતીને શોધી રહી છે. જણાવી દઈએ કે CBSE 10મીની પરીક્ષાનું પરિણામ આવ્યું અને તે 23 જુલાઈના રોજ તુર્કી કાફેનમાં તેના દાદાના ઘરેથી અચાનક ગાયબ થઈ ગઈ.

  શ્રેયા ચાર દિવસ પહેલા તેના માતા-પિતા સાથે નાનાના ઘરે આવી હતી. માતા-પિતા તેમના ઘરે પરત ફર્યા પરંતુ પુત્રીએ કહ્યું કે તે શ્રાવણી મેળો જોઈને ઘરે આવશે. દરમિયાન શુક્રવારે CBSEનું પરિણામ આવ્યું હતું. પરિણામ આવ્યા બાદ જ્યાં અનેક બાળકો અને તેમના પરિવારજનોમાં ખુશી જોવા મળી રહી હતી. બીજી બાજુ, શ્રેયા તેનું પરિણામ જોઈને ખૂબ જ દુઃખી હતી; કારણ કે તેને અપેક્ષા કરતા ઘણા ઓછા નંબરો મળ્યા હતા.

  પરિણામ વિષે ધારણા

  શ્રેયાને લાગ્યું કે તેના 90 ટકા માર્ક્સ આવશે, પરંતુ માત્ર 59 ટકા જ આવ્યા, જેના કારણે તે એકદમ હારી ગઈ. તેના મનમાં શું ચાલી રહ્યું હતું તે કોઈને ખબર ન હતી. કોઈએ કલ્પના પણ કરી ન હતી કે એક છોકરી જે સીધી-સાદી અને ભણવામાં પણ હોશિયાર છે. પરંતુ શું મન એટલું નબળું છે કે જો તે ઓછા નંબર મેળવે તો તે પોતાનું જીવન સમાપ્ત કરી દેશે. તેણી તેના પરિવાર અને પ્રિયજનોને છોડી દેશે.

  પરિણામના બીજા જ દિવસે 23 જુલાઈ શનિવારના રોજ શ્રેયા પોતાની સાથે એક બેગ, પાણીની બોટલ અને મોઢા પર કપડું બાંધીને નીકળી હતી અને હજુ સુધી પરત આવી નહિ તેમજ શિવશંકર ચૌધરીએ શ્રેયાને રૂમમાં જોઈ નહિ. તેમણે તરતજ શ્રેયાના માતા પિતાને પોતાની ઘરે બોલાવ્યા. બંને પરિવારજનોએ શોધખોળ આદરી છે.

  થોડો સમય આજુ બાજુ ગોત્યા પછી પણ શ્રેયા મળી નહિ પણ તેના રૂમ માંથી એક સ્યુસાઇડ નોટ મળી. જેને વાંચીને બધા ચોંકી ગયા હતા. બધા રડવા લાગ્યા. સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘પાપા-મમ્મી મને માફ કરો, હવે મારે આ દુનિયા છોડી દેવી પડશે. મેં આ જીવન ઘણું જીવ્યું છે, આવી સ્થિતિમાં હવે જીવવાની હિંમત નથી. તમે લોકો ખૂબ જ યાદ કરશો. હું આશા રાખું છું કે તમે મને આગામી જીવનમાં પણ મળશો. મહેરબાની કરીને મારી લાશને શોધવાની કોશિશ ન કરો કારણ કે તે મળશે નહીં, હું ગંગાના કિનારે જાતે જ મરી જવાની છું.

  પરિવાર જનોનો વિલાપ

  દીકરીના ઘર છોડ્યા બાદ પરિવારની હાલત ખરાબ છે. વિદ્યાર્થીની એક મોટી બહેને એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તે લોકોને તેને શોધવાની અપીલ કરી રહી છે. તે જ સમયે, વિદ્યાર્થિની શ્રેયાની માતા કુમારી નીલમણિ પુત્રીના અચાનક ગુમ થવાથી માનસિક પડી ભાંગ્યા છે. વારંવાર પુત્રીને ઘરે પરત ફરવા માટે અપીલ કરતી હતી. તેના પિતા કહે છે કે તારા વિના અમે એકલા થઇ ગયા છીએ. તું જ્યાં હોવ ત્યાંથી પરત આવીજા. મામા, મમ્મી, પપ્પા બધાની હાલત ખરાબ છે.

  પોલીસ પણ લાગી ગઈ શોધખોળમાં

  શ્રેયાની સુસાઈડ નોટ બાદ પરિવારે તુર્કી ઓપી પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની જાણ કરી હતી. પોલીસે તરત જ યુવતીની શોધખોળ શરૂ કરી હતી. પરિવારજનોની સાથે પોલીસ પણ યુવતીના ફોટાને સ્થળે સ્થળે ઝડપી શોધી રહી છે. આ દરમિયાન સ્ટેશન ઈન્ચાર્જનું કહેવું છે કે તમામ જગ્યાએ યુવતીની શોધ કરવામાં આવી રહી છે, આવી સ્થિતિમાં નજીકના તમામ પોલીસ સ્ટેશનના એલર્ટની સાથે યુવતીનો ફોટો પણ મોકલવામાં આવ્યો છે. બાળક ક્યાંય જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરો.

  આ પણ વાંચોBad Luck : 20 વર્ષ ખોટા રેપ કેસમાં જેલ ભોગવી, બહાર આવી લગ્ન કર્યા, બીજાજ દિવસે પત્ની બધુ લઈ રફૂચક્કર થઈ

  હાર અને જીત બંને શીખવા જરૂરી

  વાસ્તવમાં દર વર્ષે જ્યારે પણ 10મા, 12માની પરીક્ષાનું પરિણામ આવે છે ત્યારે ઘણા બાળકો હતાશ થઈને મોતને ભેટે છે. આપણે બાળકોને જીતતા શીખવીએ છીએ પણ હારતા નથી શીખવતા. જ્યારે બાળકોને જીતવા અને હારતા બંને શીખવવા જોઈએ. 10, 12 ની પરીક્ષાનું પરિણામ તમારા જીવન માટે મૂલ્યવાન નથી. તેમજ તે તમારું સમગ્ર ભવિષ્ય નક્કી કરતું નથી. સમાજમાં બાળકોને હાર અને જીત, સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો સૂક્ષ્મ તફાવત સમજાવવાની અને કહેવાની જરૂર છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Missing, Missing girl

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन