Home /News /national-international /શ્રદ્ધા વાલ્કરના મર્ડર પરથી આપણે શું શીખવા જેવું છે, ડેટિંગ એપ્સનો ઉપયોગ કરતા પહેલા આટલી બાબતોનું રાખો ધ્યાન

શ્રદ્ધા વાલ્કરના મર્ડર પરથી આપણે શું શીખવા જેવું છે, ડેટિંગ એપ્સનો ઉપયોગ કરતા પહેલા આટલી બાબતોનું રાખો ધ્યાન

ડેટિંગ એપ્સનો ઉપયોગ કરતા પહેલા થઈ જાવ સાવધાન (1)

વ્યસ્ત જીવનશૈલીને કારણે આજકાલ લોકોના જીવનમાં ઘણી એકલતા આવી ગઈ છે. આ એકલતાનો સામનો કરવા માટે લોકો આ ડેટિંગ એપ્સનો આશરો લે છે. આ ટ્રેન્ડ ધીરે ધીરે વધી રહ્યો છે પરંતુ તેની સાથે ડેટિંગ એપ્સ પર પણ ખતરો વધી રહ્યો છે. કોવિડ બાદ આ ડેટિંગ એપ્સનો ક્રેઝ યુવાનોમાં વધુ જોવા મળ્યો છે. ગુનેગારોએ આ ડેટિંગ એપ્સને કોમ્યુનિકેશનનું માધ્યમ બનાવી દીધું છે. તાજેતરમાં આખા દેશને ચોંકાવી દેનારો શ્રદ્ધા વોલકર કેસ તેનું તાજેતરનું ઉદાહરણ છે. એટલા માટે ડેટિંગ એપ્સનો ઉપયોગ કરતી વખતે ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. જો તમે પણ કોઈપણ ડેટિંગ એપ ટ્રાય કરવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલા ઓનલાઈન ડેટિંગની ડાર્ક સાઈડ વિશે પણ જાણી લો.

વધુ જુઓ ...

    ઑનલાઇન ડેટિંગની ડાર્ક સાઈડ

    હેરેસમેન્ટનો ભોગ બની શકો છો

    હાલમાં જ કેટલાક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે આ ડેટિંગ એપ્સ પર ઘણી મહિલાઓને હેરેસમેન્ટનો સામનો કરવો પડ્યો છે. આ ડેટિંગ એપ્સ પર તમામ ઉંમરની છોકરીઓને અપમાનજનક ભાષાનો સામનો કરવો પડ્યો છે. આંકડા દર્શાવે છે કે 18 થી 34 વર્ષની વય જૂથની 57 ટકા છોકરીઓએ પણ અશ્લીલ મેસેજનો સામનો કરવો પડ્યો છે.

    આ ડેટિંગ એપ્સ કેવી રીતે કામ કરે છે?

    સોફ્ટવેર નિષ્ણાતો જણાવે છે કે આ એપ્સ પર લોકો ભાગ્યે જ તેમની સાચી માહિતી ભરે છે. તેથી, જો તમારું મેચ કોઈ પાર્ટનર સાથે થઈ જાય છે, તો પહેલા તેના વિશે થોડું જાણી લો. તેની સાથે તમારી બધી માહિતી શેર કરશો નહીં. ઓનલાઈન ડેટિંગ પછી રિલેશનશિપમાં આવવાની ઉતાવળ ન કરો. પહેલા તે વ્યક્તિને સમજો કારણ કે મેટ્રિમોનિયલ સાઇટ્સ અને ડેટિંગ એપ્સ પર આવા કૌભાંડો સામાન્ય બની ગયા છે.

    ડેટિંગ કરતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો

    1. જો કોઈ પૈસા માંગે તો સાવચેત રહો

    જો કોઈ વ્યક્તિ તમને ઓનલાઈન ડેટિંગ પર મળે છે અને તે તમારી પાસેથી પૈસાની માંગણી કરે છે, તો તરત જ સાવધાન થઈ જાવ. પૈસા કમાવવાનો આ છે સ્કેમર્સની રીત છે.

    2. ઉતાવળ ન કરવી

    ઓનલાઈન એપ્સ પર ડેટિંગ કરતી વખતે ઉતાવળ ન કરો. પહેલા વ્યક્તિ વિશે થોડું જાણી લો. જ્યાં સુધી તમને સંપૂર્ણ વિશ્વાસ ન આવે ત્યાં સુધી તમારી અંગત માહિતી કોઈની સાથે શેર કરશો નહીં.

    3. પ્રોફાઇલ પર ધ્યાન આપો

    કોઈપણ પ્રોફાઇલ પસંદ કરતા પહેલા થોડું રિસર્ચ કરો. ઘણીવાર લોકો છેતરપિંડી કરવા માટે અનેક પ્રકારની પ્રોફાઈલ રાખે છે. લોકો આ એપ્સમાં પોતાના વિશે વધુ વિગતો આપતા નથી અને જ્યારે તેમને વિગતો વિશે પૂછવામાં આવે છે, ત્યારે તેઓ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળે છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Dating App, Relationship, Shraddha Murder Case

    विज्ञापन
    विज्ञापन