Home /News /national-international /Shraddha Murder Case: ઘરનો ખર્ચો કોણ ઉઠાવશે? હત્યાના દિવસે શ્રદ્ધા અને આફતાબ વચ્ચે આ બાબતે થયો હતો ઝઘડો

Shraddha Murder Case: ઘરનો ખર્ચો કોણ ઉઠાવશે? હત્યાના દિવસે શ્રદ્ધા અને આફતાબ વચ્ચે આ બાબતે થયો હતો ઝઘડો

shraddha murder case

પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યા 6 મહિના પહેલા થઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાના 6 મહિના પૂર્વેના ફુટેજ મળવા મુશ્કેલ છે. કારણ કે, સીસીટીવીમાં મોટા ભાગે બેકઅપ ફક્ત 15 દિવસનું મળે છે.

  નવી દિલ્હી: શ્રદ્ધા મર્ડર કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ટીમ હવે હત્યાના આ સનસનીખેજ મામલાનો ખુલાસો કરવા માટે આફતાબના ઘરની નજીક લાગેલા સીસીટીવી કેમેરા ખંગાળી રહી છે અને આખા છતરપુર વિસ્તારના સીસીટીવીની મેપીંગ થઈ રહી છે, જેથી આ ઘટનાના તાર જોડાઈ શકે.

  પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યા 6 મહિના પહેલા થઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાના 6 મહિના પૂર્વેના ફુટેજ મળવા મુશ્કેલ છે. કારણ કે, સીસીટીવીમાં મોટા ભાગે બેકઅપ ફક્ત 15 દિવસનું મળે છે. જો કે તેમ છતાં પણ પોલીસ કોશિશ કરી રહી છે, જો કોઈ જૂના ફુટેજ મળી જાય તો આગળનો રસ્તો વધુ સરળ બની શકે છે.

  આ પણ વાંચો: ફ્લેટમાં રહેવા માટે શ્રદ્ધા-અફતાબે એકબીજાની પતિ-પત્ની તરીકેની ઓળખ આપી હતી

  ક્યાં સુધી પહોંચી તપાસ


  આ ઉપરાંત પોલીસને હાલમાં અમુક સીસીટીવી ફુટેજ મળ્યા છે, જેમાં આફતાબ નજરે પડી રહ્યો છે. આ ફુટેજના આધાર પર પોલીસે આ જાણકારી એકઠી કરવાની કોશિશ કરી છે, આફતાબ ક્યારે નિકળતો હતો અને ક્યાં જતો હતો અને કોને મળતો હતો. આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું છે કે, આફતાબે પોતાની લેટેસ્ટ નોકરી ગુરુગ્રામના એક કોલ સેન્ટરમાં કરી હતી, જ્યાં તે 6-7 દિવસ નહોતો ગયો, તેને લઈને તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો.

  પોલીસ સૂત્રોનું માનીએ તો, આફતાબન પરિવાર દિલ્હી પોલીસના સંપર્કમાં છે અને તે ક્યાંય ગાયબ થયો નથી. જરુર પડશે તો તેના પરિવારને પણ બોલાવામાં આવશે.

  શ્રદ્ધાના અવશેષોની તપાસ થશે


  પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાના પિતાનું ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યું છે. મહરૌલી જંગલમાંથી પોલીસને લગભગ 10થી 13 હાડકા મળી આવ્યા છે અને તેને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. આ હાડકાનું ડીએનએ સાથે મેચ થતાં તેને શ્રદ્ધાના પિતા સાથે ડીએનએ કરાવામાં આવશે. હાલમાં તો એ સ્પષ્ટ નથી થયું કે, આ હાડકા જાનવર છે કે કોઈ માણસના છે, તેની તપાસ થઈ રહી છે.

  આ પણ વાંચો: Shraddha Murder Case: આફતાબ કોણ છે મુસ્લિમ કે પારસી? શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબના ધર્મને લઈ ભારે ચર્ચાઓ

  પોલીસના જણાવ્યા અનુસાર, 18 મેના રોજ બંને વચ્ચે પહેલી વાર કોઈ ઝઘડો નહોતો થયો, આફતાબ અને શ્રદ્ધાને ત્રણ વર્ષથી ઝઘડ ચાલી રહ્યો છે અને ઘણી વાર બ્રેકઅપ થવાના પ્લાન પણ થઈ ચુક્યા છે. એક વાર તો બ્રેકઅપ કરી પણ લીધું હતું. પણ બાદમાં બધું બરાબર ચાલતા સાથે રહેવા લાગ્યા હતા.

  ખર્ચો કોણ ઉઠાવશે તેને લઈને વિવાદ઼


  પોલીસના જણાવ્યા અનુસાર, 18 મેના રોજ બંને વચ્ચે ઘરનો સામાન લઈને ઝઘડો થયો, બંને એકબીજાને કહેતા હતા કે ઘરનો ખર્ચ કોણ ઉઠાવશે અને સામાન કોણ લાવશે.તે વાતને લઈને આફતાબને ગુસ્સો આવી જાય છે. પોલીસનું કહેવુ છે કે, તેને પુછપરછમાં એ વાત જણાવી છે તે સાચી છે કે ખોટી તે તપાસનો વિષય છે. 18મેની સાંજે ઝઘડો શરુ થયો અને રાતના 8 વાગ્યાથી લઈને 10 વાગ્યાની વચ્ચે આફતાબે શ્રદ્ધાનું ગળુ દબાવીને હત્યા કરી નાખી. આખી રાત લાશ રુમમાં રાખી અને બીજા દિવસે ચાકૂ અને ફ્રીજ ખરીદીને લાવ્યો હતો.

  ક્યા પુરાવા એકઠા કરી રહી છે પોલીસ


  દિલ્હી પોલીસે ભલે કેસ સોલ્વ કરવાનો દાવો કરી રહી હોય, પણ આફતાબને આકરી સજા અપાવવા માટે દિલ્હી પોલીસને હજૂ સુધી હત્યામાં ઉપયોગ લેવાયેલા હથિયાર મળ્યા નથી. શ્રદ્ધાનો મોબાઈલ મળ્યો નથી. શ્રદ્ધાનું માથુ મળ્યું નથી. આફતાબ અને શ્રદ્ધાએ હત્યાના દિવસે ક્યા કપડા પહેર્યા હતા, તે મળ્યા નથી.

  શંકાના આધાર પર પોલીસે ટ્રાંસફર કર્યો હતો કેસ


  પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબ સપ્ટેમ્બરમાં મુંબઈ પોલીસ પાસે ગયો હતો, જ્યાં પર પોલીસે તેને કહ્યું કે, શ્રદ્ધા તેની સાથે ઝઘડો કરીને ચાલી ગઈ છે અને ફરીથી સામાન લેવા માટે આવી હતી, પણ મુંબઈ પોલીસને શંકા ગઈ, જેના આધાર પર તેમણે ડીસીપી સાઉથમાંથી સંપર્ક કરીને આ કેસ મહરૌલી પોલીસ ચોકીમાં ટ્રાંસફર કરાવ્યો હતો.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Shraddha Murder Case

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन