Home /News /national-international /પિતાએ વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે- વાત માની હોત તો આજે જીવતી હોત, શરીરના 35 ટૂકડાં ના થયા હોત

પિતાએ વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે- વાત માની હોત તો આજે જીવતી હોત, શરીરના 35 ટૂકડાં ના થયા હોત

પિતાએ વ્યથા વ્યક્ત કરી

Shraddha Murder Case: શ્રદ્ધા વાકરની હત્યાના આરોપમાં પોલીસે તેના લિવ-ઇન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાની ધરપકડ કરી છે. શ્રદ્ધાના પિતા અનુસાર, તેમને 2019માં દીકરીએ કહ્યું હતું કે તેને આફતાબ સાથે લિવ-ઇનમાં રહેવું છે. એને લઈને પિતાએ ના પાડી હતી, કારણ કે તેઓ હિંદુ હતા અને છોકરો મુસ્લિમ. શ્રદ્ધાના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે ના પાડવા પર તેણે કહ્યું હતું કે 'હું 25 વર્ષની થઈ ચૂકી છું અને મને મારા પોતાના નિર્ણય લેવાનો અધિકાર છે. મને આફતાબ સાથે રહેવું છે.' તેણે વધુમાં કહ્યું હતું કે આજથી હું તમારી દીકરી નથી એવું સમજો... આવું બોલીને તે ઘર છોડી જતી રહી.

વધુ જુઓ ...
    શ્રદ્ધા વાકરની હત્યાના આરોપમાં પોલીસે તેના લિવ-ઇન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાની ધરપકડ કરી છે. શ્રદ્ધાના પિતા અનુસાર, તેમને 2019માં દીકરીએ કહ્યું હતું કે તેને આફતાબ સાથે લિવ-ઇનમાં રહેવું છે. એને લઈને પિતાએ ના પાડી હતી, કારણ કે તેઓ હિંદુ હતા અને છોકરો મુસ્લિમ. શ્રદ્ધાના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે ના પાડવા પર તેણે કહ્યું હતું કે 'હું 25 વર્ષની થઈ ચૂકી છું અને મને મારા પોતાના નિર્ણય લેવાનો અધિકાર છે. મને આફતાબ સાથે રહેવું છે.' તેણે વધુમાં કહ્યું હતું કે આજથી હું તમારી દીકરી નથી એવું સમજો... આવું બોલીને તે ઘર છોડી જતી રહી.

    મેં અને મારી પત્નીએ તેને સમજાવી, પરંતુ તે માની નહીં. અમારું ઘર છોડીને તે આફતાબના ઘરે જતી રહી. મને તેના મિત્રો પાસેથી ખબર પડી કે તેઓ પહેલા નયા ગામમાં અને પછી વસઈ-મહારાષ્ટ્રમાં સાથે હતાં. શ્રદ્ધા તેની માતાને ફોન પર કહેતી કે આફતાબ તેની સાથે ઝઘડો કરતો હતો અને માર પણ મારતો હતો.

    આ પણ વાંચોઃ શ્રદ્ધા હત્યા કેસમાં મિત્રનો મોટો ખુલાસો; લાશના 35 ટુકડા કરનાર આફતાબ ઘણો ત્રાસ ગુજારતો હતો

    આરોપી શ્રદ્ધા સાથે મારપીટ કરતો હતો


    શ્રદ્ધાના પિતાએ આગળ જણાવ્યું હતું કે પત્નીના મૃત્યુ પહેલાં તેની સાથે એક-બે વખત વાત થઈ હતી. ત્યારે તેણે મને કહ્યું હતું કે આફતાબ તેની સાથે મારપીટ કરે છે. એકાદ મહિના પછી જ્યારે તે ઘરે આવી હતી ત્યારે પણ તેણે કહ્યું હતું. મેં આફતાબને છોડીને ઘરે આવી જવા કહ્યું, પરંતુ તે આફતાબ જોડે જ ગઈ. તેના મિત્રોએ કહ્યું હતું કે કંઈપણ સારું નથી. તેની સાથે મારપીટ થાય છે. મારી વાત ન માનતાં મેં મારી દીકરી સાથે ઘણો સમય વાત કરી નહોતી.

    તારીખ 14.9.22ના રોજ મારા દીકરા શ્રીજય વિકાસ વાકરને મારી દીકરીના મિત્રોએ ફોન કરી જણાવ્યું કે શ્રદ્ધાનો ફોન છેલ્લા બે મહિનાથી બંધ આવી રહ્યો છે. મેં તેના મિત્રો સાથે વાત કરી, મને પણ એ જ કહ્યું. તેમણે કહ્યું હતું કે અમારી વાત થતી રહેતી હતી, પરંતુ છેલ્લા બે-અઢી મહિનાથી વાત થઈ નથી.

    ફોન ન લાગતાં પરિવારે નોંધાવી ફરિયાદ


    મારી છોકરીનો ફોન લાગતો ન હતો, તેથી મેં માણિકપુર મહારાષ્ટ્ર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો. મને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુમ થવાની તપાસ મહારાષ્ટ્ર પોલીસ તરફથી દિલ્હી મોકલવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મારી છોકરી દિલ્હીના છતરપુરમાં આફતાબ સાથે રહેતી હતી.

    આરોપીની ધરપકડ થઈ ચૂકી છે


    તમને જણાવી દઈએ કે 5 મહિના પહેલાં 26 વર્ષીય લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વાકરની હત્યા અને મૃતદેહ ગાયબ કરવાના આરોપમાં આફતાબની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસે આરોપી પર હત્યાનો ગુનો નોંધ્યો છે. આરોપી 28 વર્ષનો છે અને મુંબઈનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબે શ્રદ્ધાની હત્યા કરી 35 ટુકડા કર્યા હતા અને દિલ્હીમાં અલગ-અલગ જગ્યાએ ફેંક્યા હતા.

    બજારમાંથી એક મોટું નવું ફ્રિજ ખરીદ્યું હતું


    પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરોપી આફતાબ 18 દિવસ સુધી રાત્રે 2 વાગે ઘરની બહાર નીકળતો હતો અને શ્રદ્ધાના મૃતદેહના ટુકડાઓ એક પછી એક મહેરૌલીનાં જંગલોમાં ફેંકી ઠેકાણે પાડતો હતો. આરોપી એટલો ચાલાક હતો કે 18 દિવસ સુધી શ્રદ્ધાના મૃતદેહના ટુકડામાંથી ગંધ ન આવે એ માટે તેણે બજારમાંથી એક મોટું ફ્રિજ ખરીદ્યું અને એમાં શ્રદ્ધાના શરીરના ટુકડા છુપાવી રાખ્યા હતા.

    શ્રદ્ધાએ લગ્ન માટે દબાણ કરતાં આફતાબે હત્યા કરવાનું કાવતરું ઘડ્યું


    પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાએ આફતાબ પર લગ્ન માટે દબાણ કર્યું ત્યારે તેણે તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. દિલ્હી પોલીસના એક અધિકારીએ મીડિયાને કહ્યું- હત્યા બાદ આફતાબે મૃતદેહના 35 ટુકડા કર્યા હતા અને 18 દિવસ સુધી તે આ ટુકડાઓને દિલ્હીમાં જુદા જુદા વિસ્તારોમાં ફેંકીને ઠેકાણે પાડતો હતો. પોલીસની ફોરેન્સિક ટીમ મૃતદેહો વિશે માહિતી એકઠી કરી રહી છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Crime news, Delhi Crime, Murder mystery

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन