Home /News /national-international /Shraddha Murder Case: જે પ્રેમી માટે ગર્લફ્રેન્ડે છોડ્યો પરીવાર, મિત્રો, શહેર અને માં ગુમાવી, તેણે જ કર્યા 35 ટુકડા

Shraddha Murder Case: જે પ્રેમી માટે ગર્લફ્રેન્ડે છોડ્યો પરીવાર, મિત્રો, શહેર અને માં ગુમાવી, તેણે જ કર્યા 35 ટુકડા

Shraddha Murder Case: શ્રદ્ધા વોકર હત્યા કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. તેણીએ પ્રેમી આફતાબ માટે ઘર પરિવાર અને શહેર છોડી દીધું હતું. જાણો સમગ્ર ઘટના

Shraddha Murder Case: શ્રદ્ધા વોકર હત્યા કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. તેણીએ પ્રેમી આફતાબ માટે ઘર પરિવાર અને શહેર છોડી દીધું હતું. જાણો સમગ્ર ઘટના

  Shraddha Murder Case Delhi: દેશની રાજધાની દિલ્હીમાં પ્રેમીએ પ્રમિકાની કરેલી નિર્મમ હત્યા (Delhi Shraddha Murder Case)એ ચકચાર મચાવી દીધી છે. એટલું જ નહિં પોતાની ગર્લફ્રેન્ડની હત્યા (Boyfriend Killed his Girlfriend) કરી તેના શરીરના 35 ટુકડા કરીને દિલ્હીની વિવિધ ભાગોમાં ફેંકતો રહ્યો અને બિંદાસ લોકોની વચ્ચે કંઇ થયું જ ન હોય તેમ ફરતો રહ્યો. તો ચાલો જાણીએ આ હ્યદય કંપાવનારી ઘટના વિશે.

  મુંબઇથી થઇ હતી શરૂઆત

  27 વર્ષીય શ્રદ્ધા વિકાસ વોલકર (Shraddha Walkar Murder Case) પહેલીવાર નોકરીની શોધમાં મહારાષ્ટ્રના પાલઘરમાં તેની માતા અને ભાઈને છોડીને મુંબઇ આવે છે. શ્રદ્ધાના પિતા વિકાસ મદન વોલકર પાલઘરમાં ઇલેક્ટ્રોનિક સામાનની એક દુકાન અને સર્વિસનું કામ કરતા હતા. મદન વોલકર 2016થી જ પોતાના પરીવારથી અલગ રહેતા હતા. તેના પરીવારમાં દિકરી શ્રદ્ધા સિવાય પત્ની સુમન અને 23 વર્ષનો દિકરો છે. શ્રદ્ધાને મલાડમાં એક મલ્ટીનેશનલ કંપનીના કોલ સેન્ટરમાં નોકરી મળી જાય છે.

  Shraddha Murder Case
  Shraddha Murder Case


  આ જ કોલ સેન્ટરમાં 30 વર્ષનો આફતાબ અમીન પૂનાવાલા (Aaftab Amin Punawala) પણ નોકરી કરતો હતો. અહીં જ શ્રદ્ધા અને આફતાબ પહેલી વખત મળે છે. લગભગ 8-9 મહીનાની મુલાકાત બાદ બંને એકબીજાના પ્રેમમાં પડે છે. 2019ની શરૂઆતમાં શ્રદ્ધા અને આફતાબ નિર્ણય કરે છે કે અલગ અલગ રહેવાની જગ્યાએ સાથે લિવ ઇનમાં રહેશે. ત્યાર બાદ બંને મલાડમાં ભાડાનું એક ઘર લે છે. શ્રદ્ધાની માતા અને પિતા હજુ પણ પાલઘરમાં છે.

  લિવ-ઇનમાં રહેવા લાગ્યું કપલ

  લિવ-ઈનમાં રહેવાના થોડા દિવસ બાદ શ્રદ્ધા પોતાની માતાને એક દિવસ આફતાબ વિશેની બધી વાત જણાવી દે છે. આ વાત માતા દ્વારા પિતા સુધી પહોંચે છે. બંને શ્રદ્ધાના આફતાબ સાથેના સંબંધોનો વિરોધ કરે છે. શ્રદ્ધાને વાતચીત માટે પાલઘર બોલાવવામાં આવે છે. શ્રદ્ધા પાલઘર આવે છે. પરંતુ માતા-પિતાની સમજાવટ છતાં તે આફતાબ સાથે લિવ ઇનમાં રહેવાનો અને તેની સાથે લગ્ન કરવાની જીદ્દ કરે છે. જ્યારે માતા-પિતા ગુસ્સે થાય છે, ત્યારે શ્રદ્ધા આખરે પોતાનો બધો સામાન ઘરેથી ઉપાડીને એમ કહીને નીકળી જાય છે કે હવે સમજી લો કે આજથી તમને કોઈ દીકરી નથી. પરંતુ શ્રદ્ધાના માતા-પિતા સતત તેના વિશેની માહિતી શ્રદ્ધાના મિત્રો શ્રદ્ધાના ફેસબુક અને તેના વોટ્સએપ સ્ટેટસ પાસેથી મેળવી લેતા રહ્યા હતા. દરમિયાન, શ્રદ્ધાની માતા સુમનનું 23 જાન્યુઆરી, 2020 ના રોજ અવસાન થાય છે.  શ્રદ્ધાએ માતાપિતાને જણાવી હતી આફતાબની સચ્ચાઇ

  મૃત્યુ પહેલા સુમન દીકરી સાથે વચ્ચે-વચ્ચે ફોન પર વાત કરતી હતી. માતાના મોતના સમાચાર સાંભળીને તે પાલઘર આવી જાય છે, પરંતુ પછી બધી વિધિ કર્યા બાદ તે પાછી મુંબઈ આફતાબ પાસે જતી રહે છે. મોત પહેલા શ્રદ્ધાની માતા સુમને પોતાના પતિને જણાવ્યું હતું કે આફતાબ સુમન સાથે મારપીટ કરે છે, તેની સાથે ઝઘડાઓ કરે છે. માતાએ સમજાવી હતી કે તે આફતાબને છોડી દે, પરંતુ ત્યારે શ્રદ્ધાએ કહ્યું કે આફતાબે માફી માંગી લીધી છે અને તે હવે સુધરી ગયો છે.  માતાના મૃત્યુ બાદ શ્રદ્ધાએ આગામી 15-20 દિવસમાં કુલ બે વખત પિતા સાથે ફોન પર વાત કરી હતી. પિતાએ કહ્યું કે ત્યારે પણ તેણે કહ્યું હતું કે આફતાબ તેને મારે છે. ત્યારે પિતાએ પણ તેની સાથે સંબંધ તોડવાની વાત કરી હતી, પરંતુ તે માની નહતી. આ પછી આગામી બે વર્ષ સુધી પિતા અને પુત્રી વચ્ચે કોઈ વાત થઈ ન હતી. જોકે, શ્રદ્ધાના પિતા તેના મિત્રો પાસેથી શ્રદ્ધાના હાલચાલ જાણતા રહેતા હતા.

  મુંબઇથી દિલ્હી થઇ ગયા શિફ્ટ

  8 મે 2022ના રોજ શ્રદ્ધા અને આફતાબ હવે મુંબઈ છોડીને દિલ્હી આવી ગયા છે. બે કારણોસર, એક શ્રદ્ધાની સાથે આફતાબનો પરિવાર પણ આ સંબંધની વિરુદ્ધમાં હતો અને બીજું દિલ્હીમાં વધુ સારી નોકરીની આશા હતી. દિલ્હી આવ્યા બાદ બંને પહેલી રાત પહાડગંજની એક હોટલમાં વિતાવે છે. ત્યારબાદ બીજા દિવસે તેઓ સૈદુલ્લાજબની એક હોટલમાં રોકાઇ જાય છે. ત્રીજા દિવસે બંને પોતાના કોમન ફ્રેન્ડ સાથે તેમના ઘરે છતરપુરમાં રહે છે.

  પછી થોડા દિવસ પછી તેઓ છતરપુરમાં જ મકાન ભાડે રાખે છે. તેનું સરનામું ડી-93/1 છતરપુર છે. દિલ્હી આવ્યા બાદ શ્રદ્ધા નોકરી શોધવા લાગે છે. જ્યારે આફતાબને કોલ સેન્ટરમાં કામ મળી ગયું હતું. શ્રદ્ધા ઘણા સમયથી પોતાના પિતા કે ભાઈ સાથે વાત નહોતી કરી રહી, પરંતુ શ્રદ્ધાના મિત્રો દ્વારા તેને ખબર પડી ગઈ હતી કે બંને અત્યારે દિલ્હીમાં છે અને છતરપુરમાં ક્યાંક રહે છે.

  શ્રદ્ધાનો ફોન બંધ થતા પિતાને ગઇ શંકા

  દરમિયાન 14 સપ્ટેમ્બરે શ્રદ્ધાના ભાઇ શ્રીજયને શ્રદ્ધાના મિત્ર લક્ષ્મણ નાદરનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે શ્રદ્ધાનો મોબાઇલ છેલ્લા બે મહિનાથી બંધ છે. શું તમને તેનો ફોન આવ્યો છે? આ વાત સાંભળીને શ્રદ્ધાના પિતાએ લક્ષ્મણને ફોન કરીને દીકરી વિશે પૂછ્યું હતું. લક્ષ્મણે કહ્યું કે સામાન્ય રીતે તે શ્રદ્ધા સાથે દર બે-ત્રણ દિવસે વાત કરતો હતો, પરંતુ અહીં છેલ્લા અઢી મહિનાથી કોઇ વાત નથી થઇ, તેનો મોબાઇલ બંધ છે.

  આ વાત સાંભળીને શ્રદ્ધાના પિતાએ શ્રદ્ધાના બાકીના મિત્રોને ફોન કરી દીધો હતો. બધાએ કહ્યું કે છેલ્લા અઢી મહિનાથી તેઓએ શ્રદ્ધા સાથે વાત કરી નથી. આ સાંભળીને શ્રદ્ધાના પિતા ગભરાઈ ગયા. પહેલા તો તેણે પાલઘરના માણિકપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો રિપોર્ટ લખાવ્યો હતો અને શ્રદ્ધા દિલ્હીના છતરપુરમાં લિવ ઇનમાં રહેતી હોવાની વાત પણ કહી દીધી હતી. ત્યાર બાદ હવે મહરોલી પોલીસે તપાસ શરૂ કરી. સૌથી પહેલા આફતાબના ફોનની તપાસ શરૂ કરી.

  આ પણ વાંચો: ડેટિંગ એપ પર મળ્યા, મા-બાપ સાથે લડીને લીવ ઇનમાં રહ્યા, લગ્નની માંગ કરી તો આફતાબે કરી દીધી શ્રદ્ધાની હત્યા

  આફતાબ અને શ્રદ્ધા વચ્ચે થયો હતો ઝઘડો

  એવું જાણવા મળ્યું હતું કે આફતાબનું લોકેશન મે મહિનાથી દિલ્હીમાં છે, પરંતુ આ ફોનમાં એ પણ સામે આવ્યું છે કે શ્રદ્ધાનો મોબાઈલ 19 મેથી જ બંધ છે. આ વાત ચોંકાવનારી હતી. પોલીસે ત્યાર બાદ આફતાબની પૂછપરછ શરૂ કરી. શરૂઆતમાં આફતાબ પોલીસને એક સ્ટોરી કહે છે. તે જણાવે છે કે, શ્રદ્ધા અને તેની વચ્ચે 19 મેના રોજ ઝઘડો થયો હતો. ઝઘડા બાદ શ્રદ્ધા ઘર અને તેને છોડીને જતી રહી હતી. આ દરમિયાન પોલીસે આફતાબના છતરપુરમાં આવેલા ઘરમાં પણ તપાસ કરી હતી, પરંતુ પછી એવું કશું જ મળ્યું નહીં કે જેનાથી આફતાબ પર શંકા જાય. પૂછપરછ અને સવાલ-જવાબ દરમિયાન આફતાબ અનેક વખત પોતાના નિવેદનો કાપતો રહ્યો. પોલીસને લાગ્યું કે તે કંઈક છુપાવી રહ્યો છે. પોલીસે કડક પૂછપરછ કરતા એક એવી કહાની સામે આવી જેણે દેશભરમાં હંગામો મચાવી દીધો.

  આ પણ વાંચો:  હૈવાનિયતની હદ! ફ્રિજમાં પડ્યા હતા શ્રદ્ધાનાં 35 ટુકડા અને આફતાબ એ જ રૂમમાં બીજી સાથે...

  ગળું દબાવીને કરી શ્રદ્ધાની હત્યા

  18 મેની રાત્રે બંને વચ્ચે ઝઘડો થયો હતો. શ્રદ્ધા લગ્ન કરવા માંગતી હતી અને આફતાબ હંમેશની જેમ ટાળી રહ્યો હતો. પરંતુ આ રાત્રે લડાઈ એટલી વધી ગઈ કે ગુસ્સામાં આફતાબે શ્રદ્ધાનું ગળું જોરથી પકડી લીધું અને ત્યાં સુધી પકડી રાખ્યું કે જ્યાં સુધી શ્રદ્ધાનું મોત ન થઇ ગયું. હત્યાને અંજામ આપ્યા બાદ આફતાબે લાશને ઠેકાણે લગાવવાનું પ્લાનિંગ શરૂ કર્યું. પહેલી રાત તેણે લાશ સાથે તે જ ઘરમાં પસાર કરી.

  આ પણ વાંચો: Shraddha Murder Case: બચાવી લો... મોત પહેલા WhatsApp પર શ્રદ્ધાએ મિત્રોને જુઓ શું કહ્યું હતું, ચોંકાવનારો ધડાકો

  બીજા દિવસે એટલે કે 19 મેના રોજ તે સ્થાનિક બજારમાં તિલક ઈલેક્ટ્રોનિકની દુકાનમાંથી મોટું ફ્રિજ ખરીદે છે. તેમજ એક મોટી કરવત પણ ખરીદી. ઘરે આવ્યા બાદ હવે તે બાથરૂમમાં બેસી જાય છે અને શબના નાના-નાના ટુકડા કરવા લાગે છે. તે પહેલેથી જ નાનું પોલિથીન લાવ્યો હતો. પરંતુ મે મહિનો હોવાથી ગરમી ખૂબ વધારે હતી. લાશ લગભગ 24 કલાકથી પડી હતી અને તેથી તેમાંથી દુર્ગંધ આવવાનું શરૂ થઇ ગયું હતું. હવે તે લાશના ટુકડાઓ કરતો અને બાથરૂમ સાફ કરતો અને વચ્ચે તે ઘરમાં પર્ફ્યુમ લગાવતો, જેથી દુર્ગંધ ન આવે.\  અમેરિકન ક્રાઇમ સીરિઝ જોઇને આવ્યો આઇડિયા

  ત્યારબાદ 18 દિવસ સુધી તે લાશને મેહરૌલીના જંગલમાં નાના-નાના ટુકડામાં ફેંકતો રહ્યો, જેથી તેને કોઈ પકડી ન શકે. લાશના ટુકડા કરવાનો વિચાર આરોપીને અમેરિકન ક્રાઇમ સીરિઝ Dexterથી આવ્યો હતો. તેણે શ્રદ્ધાના લગભગ 20 ટુકડા કર્યા હતા. શ્રદ્ધાના દોસ્તોએ જણાવ્યું કે, એક વખત શ્રદ્ધાએ તેને મેસેજ કરીને કહ્યું હતું કે, મને અહીંથી લઇ જાવ નહીં તો આફતાબ મને મારી નાખશે. પછી મિત્રોએ શ્રદ્ધાને બચાવી લીધી અને કહ્યું કે હવે પછી ક્યારેય આફતાબ ન જાય, પણ શ્રદ્ધાએ ફરી ભૂલ કરી અને તે પાછી આફતાબ પાસે જતી રહી.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Crime news, Delhi Crime, Mumbai crime Branch, Shraddha Murder Case

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन