Home /News /national-international /જો મજબૂત નેતા નહીં મળે તો દરેક શહેરમાંથી આફતાબ નીકળશે: ગુજરાત ચૂંટણીમાં શ્રદ્ધા મર્ડર કેસની એન્ટ્રી

જો મજબૂત નેતા નહીં મળે તો દરેક શહેરમાંથી આફતાબ નીકળશે: ગુજરાત ચૂંટણીમાં શ્રદ્ધા મર્ડર કેસની એન્ટ્રી

assam cm himanta biswa sharma

હિમંત બિસ્વા સરમા પીએમ મોદી માટે જનતાને વોટ આપવા અપીલ કરી હતી. તેમણે આ વાત પર ભાર આપતા કહ્યું કે, દેશને પીએમ મોદીને કેન્દ્રમાં ત્રીજી વાર સત્તા આપવાની જરુર છે.

    કચ્છ: રાજધાની દિલ્હીમાં 26 વર્ષની શ્રદ્ધા વાકર હત્યાકાંડે દેશ આખાને હચમચાવી નાખ્યો છે. જેણે પણ આ કાંડ વિશે સાંભળ્યું તે ધ્રુજી ગયા. હવે તેની ગુંજ ચૂંટણીઓમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં તમામ પાર્ટીઓ પુરી તાકાત લગાવી રહી છે. આસામના સીએમ હિમંત બિસ્વા સરમા કચ્છમાં એક રેલીને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, જો દેશમાં કોઈ મજબૂત નેતા નહીં હોય તો, આફતાબ દરેક શહેરમાં જન્મશે અને આપણે આપણા સમાજની રક્ષા કરી શકીશું નહીં.

    હિમંત બિસ્વા સરમા પીએમ મોદી માટે જનતાને વોટ આપવા અપીલ કરી હતી. તેમણે આ વાત પર ભાર આપતા કહ્યું કે, દેશને પીએમ મોદીને કેન્દ્રમાં ત્રીજી વાર સત્તા આપવાની જરુર છે. તેમણે હત્યાનું ભયાનક વિવરણ સંભળાવ્યું અને તેને લવ જેહાદ ગણાવી દીધો હતો. સીએમે કહ્યું કે, આફતાબ મુંબઈથી શ્રદ્ધા બહેનને લઈ આવ્યો અને લવ જેહાદના નામ પર તેના 35 ટુકડા કરી નાખ્યા. અને ફ્રીજમાં ટુકડા રાખી મુક્યા.


    આસામ સીએમે કર્યો ઉલ્લેખ


    તેમણે કહ્યું કે, તેની બોડી ફ્રીજમાં હતી, ત્યારે તે બીજી મહિલાને ઘરે લાવ્યો અને તેની સાથે ડેટીંગ શરુ કરી દીધું. સરમાએ કહ્યું કે, જો દેશની પાસ એક શક્તિશાળી નેતા નથી, જે દેશને પોતાની માતા માનતો હોય, તો આવા આફતાબ દરેક શહેરમાં જન્મશે અને આપણે આપણા સમાજની રક્ષા કરી શકીશું નહીં. આસામ સીએમે કહ્યું કે, આ ખૂબ જ મહત્વનું છે કે નરેન્દ્ર મોદીને 2024માં ત્રીજી વાર ફરીથી પીએમ બનાવામાં આવે. શ્રદ્ધા વાકર હત્યાકાંડથી સમગ્ર દેશમાં સનસની ફેલાયેલી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Assembly Election 2022, Shraddha Murder Case

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन