Home /News /national-international /EXCLUSIVE: આફતાબની હૈવાનિયતની પ્રથમ તસવીર સામે આવી, શ્રદ્ધાને ઢોર માર મારી લોહી લુહાણ કરતો

EXCLUSIVE: આફતાબની હૈવાનિયતની પ્રથમ તસવીર સામે આવી, શ્રદ્ધાને ઢોર માર મારી લોહી લુહાણ કરતો

shraddha murder case

શ્રદ્ધાના એક મિત્રએ વર્ષ 2020ની એક તસ્વીર આપી છે. જેમાં શ્રદ્ધાના ચહેરા પર ઈજાના નિશાન છે. તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, આફતાબ શ્રદ્ધા પર કેવા અત્યાચાર ગુજારતો હતો. તેમાં છતાં આ બધુ વેઠીને શ્રદ્ધા લીવમાં તેની સાથે રહેતી હતી.

    નવી દિલ્હી: શ્રદ્ધા મર્ડર કેસમાં આફતાબ પૂનાવાલા વિશે નવી જાણકારી સામે આવી છે. શ્રદ્ધાના મિત્રો દ્વારા ન્યૂઝ 18ને આપેલી એક્સક્લૂઝિવ તસ્વીરથી સ્પષ્ટ થઈ ગયું છે કે, આફતાબ લિવ ઈન રિલેશનશિપમાં રહેવા દરમિયાન શ્રદ્ધાને કેવી રીતે મારતો હતો. શ્રદ્ધાના એક મિત્રએ વર્ષ 2020ની એક તસ્વીર આપી છે. જેમાં શ્રદ્ધાના ચહેરા પર ઈજાના નિશાન છે. તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, આફતાબ શ્રદ્ધા પર કેવા અત્યાચાર ગુજારતો હતો. તેમાં છતાં આ બધુ વેઠીને શ્રદ્ધા લીવમાં તેની સાથે રહેતી હતી. શ્રદ્ધા 2020માં વસઈની એક હોસ્પિટલમાં સારવાર માટે ભરતી થઈ હતી. આફતાબે તેની સાથે ખરાબ રીતે મારપીટ કરી હતી. આ મારપીટ બાદ તેને ગંભીર ઈજા થઈ હતી, અને તેના નિશાન ગળા અને ચહેરા પર દેખાઈ રહ્યા છે.

    આ પણ વાંચો: મુસ્લિમ પ્રેમીએ હિન્દુ પ્રેમિકાના બોડી પાર્ટસ નાળામાં વહેવડાવી દીધા, શ્રદ્ધા મર્ડર જેવો કેસ

    તો વળી દિલ્હી પોલીસ શુક્રવારે ગુરુગ્રામના સેક્ટર 24માં આવેલી આફતાબની જૂની ઓફિસે પહોંચી, આ દરમિયાન વસઈ પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર, 3 નવેમ્બરે જ્યારે આફતાબ પોતાના પરિવાર સાથે શિફ્ટ કરી રહ્યો હતો. ત્યારે સોસાયટીના લોકોએ તેને કારણ પુછ્યું તો, વસઈ પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબના પિતાએ સોસાયટીના લોકોને જણાવ્યું કે, તેમનો બિઝનેસ મુંબઈમાં શરુ થઈ ગયો છે અને નાયગાંવથી મુંબઈનું અંતર વધારે છે. તેથી આવવા જવામાં સરળતા રહે એટલા માટે તેઓ મીરા રોડ શિફ્ટ કરી રહ્યા છે.

    આ પણ વાંચો: શ્રદ્ધા મર્ડર કેસઃ કોર્ટે આફતાબ પૂનાવાલાના પોલીસ રિમાન્ડ વધુ 5 દિવસ વધાર્યા

    ઘર શિફ્ટ કરવા દરમિયાન આફતાબ એકદમ શાંત રહ્યો અને તેણે સોસાયટીમાં કોઈની પણ સાથે વાત ન કરી અને બીજા દિવસે દિલ્હી માટે રવાના થઈ ગયો. વસઈ પોલીસના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાના મિત્રો લક્ષ્મણ નાડરે જણાવ્યું છે કે, આફતાબ સાથે સતત ઝઘડા અને ટોર્ચરથી પરેશાન થઈને શ્રદ્ધા તેને છોડીને માતા-પિતા પાસે આવવા માગતી હતી, પણ આફતાબે તેને જવા દેવાને બદલે આત્મહત્યા કરવાની ધમકી આપતો રહેતો, જેનાથી તે પાછી જઈ શકી નહીં.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Shraddha Murder Case

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन