Home /News /national-international /VIDEO: રુંવાડા ઊભા કરી દેતો વીડિયો, શ્રદ્ધાની હત્યા કરી બેગમાં ભરી ટુકડા લઈ જતો દેખાયો આફતાબ

VIDEO: રુંવાડા ઊભા કરી દેતો વીડિયો, શ્રદ્ધાની હત્યા કરી બેગમાં ભરી ટુકડા લઈ જતો દેખાયો આફતાબ

aaftab viral video

સવારે લગભગ 4 વાગ્યે બહાર નિકળેલા આફતાબના ખભ્ભા પર એક બેગ છે. ફક્ત 25 સેકન્ડનો આ વીડિયો ફુટેજ 18 ઓક્ટોબરનો છે. આ હત્યાકાંડનો પ્રથમ વીડિયો છે.

    નવી દિલ્હી: રુંવાડા ઊભા કરી દેનારા શ્રદ્ધા મર્ડર કેસમાં હવે એક સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. તેમાં શ્રદ્ધા વોકરની હત્યાનો આરોપી આફતાબ પૂનાવાલા દિલ્હીમાં પોતાના ઘરની બહાર દેખાઈ રહ્યો છે. સવારે લગભગ 4 વાગ્યે બહાર નિકળેલા આફતાબના ખભ્ભા પર એક બેગ છે. ફક્ત 25 સેકન્ડનો આ વીડિયો ફુટેજ 18 ઓક્ટોબરનો છે. આ હત્યાકાંડનો પ્રથમ વીડિયો છે.

    સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આફતાબના ખભ્ભા પર કાળા રંગની થેલી છે અને હાથમાં વાદળી રંગનું પેકેટ છે. હાલમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આફતાબ પોતાની લીવ ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરની લાશના ટુકડા આ બેગમાં લઈ જઈ રહ્યો છે. જો કે, દિલ્હી પોલીસ આ વીડિયોને લઈને હવે તપાસ કરી રહી છે. અહી ઉલ્લેખનિય છે કે, આ સીસીટીવી પોલીસના એ દાવાના થોડા કલાકો બાદ સામે આવ્યા છે, જેમાં પોલીસે કહ્યુ હતું કે, આરોપીના ફ્લેટમાંથી હથિયાર મળ્યા છે. જેનાથી આફતાબે શ્રદ્ધાના ટુકડા કર્યા હોય.


    પોલીસને મહરૌલીના જંગલમાંથી મળ્યા અવશેષ


    બીજી બાજૂ દિલ્હી પોલીસે શનિવારે ફરીથી આ કેસને લઈને મહરૌલીના જંગલમાં શોધ માટે નિકળી ગયા હતા. પોલીસને અહીં માણસના શરીરના ભાગ મળ્યા છે. પોલીસ હવે આ ભાગને તપાસ માટે લેબમાં મોકલી રહી છે. ફોરોનેસ્કિ તપાસ બાદ એ નક્કી થશે કે, આ અવશેષો માણસના છે કે, જાનવરના. આ ઉપરાંત પોલીસે શ્રદ્ધા વોકરની ટીમ લીડરન કરણ સાથે 3 કલાક અને શિવાની સાથે દોઢ કલાક પુછપરછ કરી હતી. પોલીસે 4 લોકોના નિવેદન પણ નોંધ્યા છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Shraddha Murder Case

    विज्ञापन
    विज्ञापन