Home /News /national-international /પહેલા માર માર્યો, છાતી પર બેસીને ગળું દબાવીને પછી શ્રાદ્ધના 35 ટુકડા કર્યા; સીન રીક્રિએશન કરી સામે આવી આફતાબની ક્રૂરતા

પહેલા માર માર્યો, છાતી પર બેસીને ગળું દબાવીને પછી શ્રાદ્ધના 35 ટુકડા કર્યા; સીન રીક્રિએશન કરી સામે આવી આફતાબની ક્રૂરતા

પોલીસે ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો

મહેરૌલીમાં તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરીને તેના શરીરના 35 ટુકડા કરનાર આરોપી આફતાબે કેવી રીતે આ હેવાનિયત ભરી વારદાતને અંજામ આપ્યો હતો, તેની વાસ્તવિકતા જાણવા માટે, દિલ્હી પોલીસ આફતાબને ઘટનાસ્થળે લઈ ગઈ અને આ સીન રીક્રિએટ કર્યો. 18 મેની રાત્રે આખરે શું થયું, આફતાબે શ્રદ્ધાની હત્યા કેવી રીતે કરી તે જાણવા માટે સોમવારે મોડી રાત્રે દિલ્હી પોલીસે આફતાબ સાથે મળીને તે ફ્લેટમાં ક્રાઇમ સીન ફરીથી રીક્રિએટ કર્યો. આ સીન રિક્રિએશનમાં આફતાબની ક્રૂરતા સામે આવી છે, જેમાં તેણે શ્રદ્ધાને કેવી રીતે અત્યાચાર ગુજાર્યો હતો તે ચિત્ર સ્પષ્ટ થયું હતું.

વધુ જુઓ ...

    પોલીસના જણાવ્યા અનુસાર, સીન રિક્રિએશન પરથી જાણવા મળ્યું કે તે રાત્રે આફતાબ અને શ્રદ્ધા વચ્ચે ઝઘડો થયો ત્યારે આફતાબે પહેલા શ્રદ્ધાને માર માર્યો હતો. આ પછી શ્રદ્ધા માર મારવાને કારણે બેભાન થઈ ગઈ, ત્યારબાદ આફતાબે શ્રદ્ધાની છાતી પર બેસીને તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. ત્યારબાદ તેણે મૃતદેહના 35 ટુકડા કરી નાખ્યા હતા. વાસ્તવમાં, ક્રાઇમ સીનને રિક્રિએટ કરવા માટે દિલ્હી પોલીસ મેનક્વિન સાથે ફ્લેટ પર પહોંચી હતી. જણાવી દઈએ કે હાલમાં આફતાબ પોલીસની કસ્ટડીમાં છે અને પોલીસ મૃતદેહોના તમામ ટુકડાઓ શોધવાનો પ્રયાસ કરી રહી છે.

    આ પણ વાંચોઃ ડૉકટરોની ઘોર બેદરકારીએ 18 વર્ષની ઊભરતી ફૂટબોલર યુવતીનો જીવ લીધો, ખોટી સર્જરી કરી તેનો એક પગ કાપી નાખ્યો

    પોલીસે જણાવ્યું કે ગુનો કર્યા બાદ આફતાબે લોહી સાફ કરવા માટે ફ્રિજ અને રૂમને સલ્ફર હાઈપોક્લોરિક એસિડથી સાફ કર્યો હતો. એટલા માટે લોહીના ડાઘ મળ્યા ન હતા, રસોડામાં માત્ર એક ડાઘ મળ્યો હતો, પરંતુ હવે એ કહેવું મુશ્કેલ છે કે તે કોનું લોહી છે. એવું માનવામાં આવે છે કે આ લોહીના ડાઘ મળ્યા બાદ પોલીસ ડીએનએ ટેસ્ટ માટે શ્રદ્ધાના પિતાનો સંપર્ક કરી શકે છે. હાલમાં પોલીસ જંગલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને એન્ટ્રી પોઈન્ટની બહાર પોલીસ કર્મચારીઓ તૈનાત છે.

    તે જ સમયે, તપાસમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આફતાબે હત્યા બાદ શ્રદ્ધાના ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવ્યું હતું, કારણ કે આફતાબને ડર હતો કે જો તે તેના ક્રેડિટ કાર્ડનું બિલ નહીં ચૂકવે તો નિયત તારીખ પછી બેંકના લોકો શ્રદ્ધાના પરિવારના સભ્યોને ફોન કરશે અને પછી શ્રદ્ધાના પરિવારના સભ્યો તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે. તમને જણાવી દઈએ કે લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબે તેના મૃતદેહના 35 ટુકડા કર્યા અને લગભગ ત્રણ અઠવાડિયા સુધી 300 લિટરની ક્ષમતાવાળા રેફ્રિજરેટરમાં રાખ્યા અને રાષ્ટ્રીય રાજધાનીના વિવિધ ભાગોમાં એક પછી એક ફેંકી દીધા.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Delhi Crime, Shraddha Murder Case

    विज्ञापन
    विज्ञापन