Home /News /national-international /આફતાબે મારી પુત્રીની હત્યા કરી હોવાનું કબુલ્યું, તેને ફાંસીના માચડે ચડાવવામાં આવે: શ્રદ્ધાના પિતાની વ્યથા

આફતાબે મારી પુત્રીની હત્યા કરી હોવાનું કબુલ્યું, તેને ફાંસીના માચડે ચડાવવામાં આવે: શ્રદ્ધાના પિતાની વ્યથા

shraddha murder case

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કપલ બે વર્ષથી વધુ સમય સુધી સાથે રહ્યું હતું અને ડેટિંગ એપ્લિકેશન પર વાતચીત કર્યા પછી તેઓએ સંબંધ શરૂ કર્યો હતો.

    નવી દિલ્હી: શ્રદ્ધા વોકરની હત્યાની ઘટના બાદ સમગ્ર દેશમાં શોક છે. શ્રદ્ધાની હત્યાથી તેનો પરિવાર વ્યથિત છે. તેની કરપીણ હત્યાનો આરોપ તેના લિવ-ઇન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલા પર છે. ત્યાર શ્રદ્ધાના પિતા વિકાસ વોકરે હત્યારાને મૃત્યુદંડની સજા અપાય તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.

    અહેવાલો મુજબ, આફતાબે મે 2022માં ગુમ થયેલી 26 વર્ષીય મિત્ર શ્રદ્ધાની હત્યાની કબૂલાત આપી છે. આ જઘન્ય ગુનાની વિગતો આપતાં આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે શ્રદ્ધાનો મૃતદેહના કટકા કર્યા હતા અને તેના ટુકડા ફેંકી દીધા હતા.

    સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કપલ બે વર્ષથી વધુ સમય સુધી સાથે રહ્યું હતું અને ડેટિંગ એપ્લિકેશન પર વાતચીત કર્યા પછી તેઓએ સંબંધ શરૂ કર્યો હતો.

    ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા શ્રદ્ધા વોકરના પિતા વિકાસ વોકરે જણાવ્યું હતું કે, તેમને હજુ પણ આશા છે. પોતાની પુત્રીના લિવ-ઇન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાએ પોલીસ દળ સમક્ષ કરેલી કબૂલાતમાં રહેલી વિસંગતતાઓની રૂપરેખા આપતાં મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, ફેક્સ્ટ્સની પુષ્ટિ હજુ બાકી છે.

    આ પણ વાંચો: Shraddha Murder Case: શ્રદ્ધાની હત્યાનો આરોપી આફતાબ જેલની અંદર રાઉન્ડ-ધ-ક્લોક વોચ હેઠળ

    તેઓનું કહેવું છે કે, પોલીસે માત્ર 8-10ના ટુકડા જ મેળવ્યા છે. તે (આફતાબ) એક દિવસના સમયમાં કેવી રીતે જાહેર કરી શકે કે તેણે શું કર્યું હતું? અગાઉ તે મુંબઈ પોલીસ સમક્ષ જૂઠું બોલ્યો હતો, પરંતુ તેણે તરત જ અહીં (દિલ્હી પોલીસ સમક્ષ) કબૂલાત કરી લીધી હતી.

    'અફતાબને ફાંસી થવી જોઈએ'


    તેમની પુત્રીના કથિત હત્યારા અંગે તેમણે કહ્યું કે, હું ઇચ્છું છું કે તેને ફાંસી આપવામાં આવે. જો ફાંસીની સજાથી પણ ખરાબ સજા હોય, તો તે અફતાબને અપાય તેવું ઈચ્છે છે.

    તેઓ કહે છે કે, જો આફતાબે મારી દીકરીનું શરીર કાપી નાખ્યું હોય તો હું ઇચ્છું છું કે તેનું શરીર પણ કાપી નાખવામાં આવે. જો ફાંસીની સજાથી પણ ખરાબ કંઈ હોય તો તેને આપો.

    તેમની પુત્રી સાથે જે કંઈ થયું તે પછી આ કેસમાં તેમના માટે ન્યાયનો અર્થ શું છે? તે સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, તેમણે (આફતાબે) જે પણ જાહેર કર્યું છે, તેની પુષ્ટિ થઈ નથી. જો હકીકત એવી હોય તો તેને ફાંસીએ લટકાવી દેવો જોઈએ.


    શ્રદ્ધાના પિતાએ ઉલ્લેખ કર્યો હતો કે તેમણે 2021માં તેની પુત્રી સાથે વાત કરી હતી. તેઓને ક્યારે વાત કરી એ મહિનો અને દિવસ યાદ નથી.

    આફતબને મળ્યા બાદ શ્રદ્ધા બદલાઈ ગઈ હતી


    વિકાસ વોકરે ઇન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે, વિકાસ વોકરે જણાવ્યું હતું કે, આરોપી આફતાબ સાથે મળ્યા બાદ તેમની પુત્રી બદલાઈ ગઈ હતી. જ્યાં સુધી તે તેને મળી ત્યાં સુધી તે ફેશનમાં નહોતી. આ વ્યક્તિ (હત્યાના આરોપી) સાથે મિત્રતા કર્યા પછી તેની લાઇફસ્ટાઇલ બદલાઈ ગઈ હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Shraddha Murder Case

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन