Home /News /national-international /Shraddha Murder Case: બચાવી લો... મોત પહેલા WhatsApp પર શ્રદ્ધાએ મિત્રોને જુઓ શું કહ્યું હતું, ચોંકાવનારો ધડાકો

Shraddha Murder Case: બચાવી લો... મોત પહેલા WhatsApp પર શ્રદ્ધાએ મિત્રોને જુઓ શું કહ્યું હતું, ચોંકાવનારો ધડાકો

શ્રદ્ધા વોકર મર્ડર કેસ

Shraddha Murder Case: શ્રદ્ધા વોકર મર્ડર કેસના કારણે દેશ આખો શોકગ્રસ્ત છે અને સતત નવા ખુલાસાઓ વચ્ચે ત્યારે તેણીના એક મિત્રએ ચોંકાવનારો ધડાકો કર્યો છે.

  દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં (Delhi Live-in Partner Murder Case) શ્રદ્ધા મર્ડર કેસના ખુલાસા બાદ આરોપી આફતાબ વિશે નવા ખુલાસા થઈ રહ્યા છે. શ્રદ્ધાના કોલેજ ફ્રેન્ડ રજત શુક્લાએ આફતાબ અને શ્રદ્ધા વિશે એક નવી વાત કહી છે. રજત શુક્લાએ જણાવ્યું કે, શ્રદ્ધા અને આફતાબ 2018થી રિલેશનશિપમાં હતા. શરૂઆતમાં બંને ખુશીથી રહેવા લાગ્યા પછી શ્રદ્ધા કહેવા લાગી કે આફતાબ તેને મારતો હતો. તેણી તેને છોડી દેવા માંગતી હતી, પરંતુ તેમ કરી શકી નહીં. તે જ સમયે શ્રદ્ધાના બાળપણના મિત્ર લક્ષ્મણ નાદરે પણ ખુલાસો કર્યો હતો કે તેણે તેને વોટ્સએપ મેસેજ મોકલીને મદદ માટે વિનંતી કરી હતી.  શ્રદ્ધાને લઈને ચિંતિત હતો

  લક્ષ્મણે શ્રદ્ધાને કહ્યું કે જો તે રાત્રે આફતાબ સાથે રહેશે તો તે તેને મારી નાંખશે. તેણે કહ્યું કે, તે જુલાઈથી શ્રદ્ધાને લઈને ચિંતિત હતો, કારણ કે શ્રદ્ધા તરફથી કોઈ જવાબ મળતો ન હતો, તેનો ફોન પણ બંધ હતો. લક્ષ્મણના જણાવ્યા અનુસાર, તેના અન્ય મિત્રોની પૂછપરછ કર્યા બાદ તેણે શ્રદ્ધાના ભાઈને જાણ કરી હતી અને પોલીસનો સંપર્ક કર્યો હતો.

  Shraddha Murder Case
  Shraddha Murder Case


  લિવ-ઇન રિલેશનમાં પાર્ટનરનું ગળું દબાવી હત્યા

  મહેરૌલી વિસ્તારમાં એક ભયાનક હત્યાનો મામલો સામે આવ્યો, જેમાં એક પ્રેમીએ લિવ-ઇનમાં રહેતા પાર્ટનરનું ગળું દબાવીને હત્યા કરી હતી. આરોપી આફતાબે ગર્લફ્રેન્ડ શ્રદ્ધાના શરીરના લગભગ 35 ટુકડા કર્યા અને લગભગ ત્રણ અઠવાડિયા સુધી 300 લિટરની ક્ષમતાવાળા રેફ્રિજરેટરમાં રાખ્યા અને દિલ્હીના જુદા જુદા ભાગોમાં એક પછી એક ફેંકી દીધા. આ વાતનો ખુલાસો કરતા પોલીસે કહ્યું કે, આ ઘૃણાસ્પદ ઘટના આફતાબની ધરપકડના છ મહિના પછી પ્રકાશમાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર મહિલાના શરીરના કેટલાક કપાયેલા ભાગો મળી આવ્યા છે. હાલ પોલીસ હત્યામાં વપરાયેલ હથિયાર શોધી રહી છે.

  Shraddha Murder Case
  Shraddha Murder Case


  હત્યાના છ મહિના પછી ધરપકડ

  વિશ્વાસઘાત અને કપટની આ દુ:ખદ ઘટનામાં આફતાબ એક રસોઇયો છે. ગુનો કર્યા પછી છ મહિના સુધી તે બચી ગયો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે, હત્યા કર્યા બાદ તે એ જ ઘરમાં રહેતો હતો જ્યાં બંને સાથે રહેતા હતા. તેની પૂછપરછ દરમિયાન હત્યાની વિગતો બહાર આવ્યા બાદ શનિવારે સવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આફતાબ અમીન પૂનાવાલાએ (aftab amin punawala) તપાસ દરમિયાન પોલીસને જણાવ્યું કે લગ્નને લઈને થયેલા ઝઘડા બાદ તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી અને તેના શરીરના ટુકડા કરવાનો વિચાર તેને અમેરિકન ટેલિવિઝન સિરીઝ ડેક્સ્ટર પરથી આવ્યો હતો.

  આ પણ વાંચો: Shraddha Murder Case: જે પ્રેમી માટે ગર્લફ્રેન્ડે છોડ્યો પરીવાર, મિત્રો, શહેર અને માં ગુમાવી, તેણે જ કર્યા 35 ટુકડા

  એક મોટું ફ્રિજ ખરીદીને લાશ રાખી

  તેણે કહ્યું કે, આરોપીએ મૃત શ્રદ્ધાના શરીરના ભાગોને સંગ્રહિત કરવા માટે 300 લિટરનું રેફ્રિજરેટર ખરીદ્યું અને મૃત શ્રદ્ધાના શરીરમાંથી નીકળતી દુર્ગંધને દબાવવા માટે અગરબત્તીઓ અને રૂમ ફ્રેશનરનો ઉપયોગ કર્યો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી આફતાબ મધ્યરાત્રિએ પોલી બેગમાં શરીરના અંગો પેક કરીને બહાર આવતો હતો, તેણે કાળજીપૂર્વક આયોજન કર્યું હતું કે શરીરનો કયો ભાગ વહેલો સડવા લાગે છે અને તે મુજબ શરીરના ભાગોને દૂર કરતો હતો.

  શ્રદ્ધાના શરીરના અંગો જુદા જુદા વિસ્તારોમાં ફેંકવામાં આવ્યા

  પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીએ શ્રદ્ધાના મૃત શરીરના ટુકડા ફેંકવાની માહિતી આપી હતી તે વિસ્તારોમાંથી 13 ટુકડાઓ મળી આવ્યા છે, પરંતુ ફોરેન્સિક તપાસ પછી જ પુષ્ટિ થશે કે તે પીડિતા સાથે સંબંધિત છે કે કેમ. હત્યામાં વપરાયેલ હથિયાર હજુ પોલીસને મળ્યું નથી. હત્યા પછીના થોડા અઠવાડિયા સુધી આફતાબે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને મહિલાના મિત્રો સાથે સંપર્ક કર્યો હતો જેથી શંકા ન થાય. શ્રધ્ધા વોકર તેના પરિવાર સાથે વાત કરતી ન હતી, કારણ કે તેઓએ તેમના સંબંધો સામે વાંધો ઉઠાવ્યો હતો.

  કોલ સેન્ટરમાં પ્રેમ થયો

  પીડિતાના પિતાએ સપ્ટેમ્બરમાં મુંબઈમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યારે તેના એક મિત્રએ તેને કહ્યું હતું કે શ્રદ્ધાનો ફોન છેલ્લા બે મહિનાથી એકટીવ નથી અને આફતાબે દાવો કર્યો હતો કે તેઓ થોડા સમય પહેલા અલગ થઈ ગયા હતા. મુંબઈમાં કોલ સેન્ટરમાં કામ કરતી વખતે આફતાબ અને શ્રદ્ધા પ્રેમમાં પડ્યા હતા, પરંતુ જ્યારે તેમના પરિવારજનોએ તેમના અલગ-અલગ ધર્મના કારણે સંબંધનો વિરોધ કર્યો ત્યારે તેઓ મે મહિનામાં દક્ષિણ દિલ્હીમાં મેહરૌલીમાં આવી ગયા હતા.

  આ પણ વાંચો:  હૈવાનિયતની હદ! ફ્રિજમાં પડ્યા હતા શ્રદ્ધાનાં 35 ટુકડા અને આફતાબ એ જ રૂમમાં બીજી સાથે...

  લગ્ન બાબતે ઝઘડો

  એડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ-I (દક્ષિણ જિલ્લા) અંકિત ચૌહાણે જણાવ્યું કે, મે મહિનામાં લગ્નને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો, જે વધી ગયો હતો અને જેને કારણે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હતી. ત્યારબાદ આરોપીએ શ્રદ્ધાના શરીરના 35 થી વધુ ટુકડા કરી નાખ્યા હતા. તેણે મૃત શ્રદ્ધાના શરીરના આ ટુકડાઓ રાખવા માટે એક ફ્રીજ ખરીદ્યું અને ઘણી બધી અગરબત્તીઓ અને રૂમ ફ્રેશનર ખરીદ્યું. આ ટુકડાઓ તે ઘણા દિવસો સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ફેંકતો રહ્યો. મૃતદેહના આ ટુકડાઓ ફેંકવા માટે તે અડધી રાત્રે બહાર જતો હતો. ચૌહાણે જણાવ્યું કે, આફતાબ સાથેના તેના સંબંધો અંગે મતભેદ હોવાના કારણે શ્રદ્ધા તેના પરિવારના સભ્યો સાથે યોગ્ય રીતે વાતચીત પણ કરી શકતી નહોતી.  આફતાબ શ્રદ્ધાને મારતો હતો

  શ્રદ્ધાના પિતાએ મુંબઈમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આફતાબ શ્રદ્ધા સાથે મારપીટ કરતો હતો અને તેણે આ વાત પહેલા તેના પરિવારને જણાવી હતી. ચૌહાણે કહ્યું કે, શ્રદ્ધાના પિતાએ આરોપી આફતાબને ફોન કર્યો ત્યારે તેણે એવું કહ્યું કે બંને થોડા સમય પહેલા અલગ થઈ ગયા હતા. શ્રદ્ધાના પિતાએ પુત્રીનો સંપર્ક ન થતાં તેમણે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીને પાંચ દિવસથી અટકાયતમાં લેવામાં આવ્યો છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Crime news, Delhi Crime, Mumbai crime Branch, Murder case, ​​Crime news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन