Home /News /national-international /હૈવાનિયતની હદ! ફ્રિજમાં પડ્યા હતા શ્રદ્ધાનાં 35 ટુકડા અને આફતાબ એ જ રૂમમાં બીજી સાથે...

હૈવાનિયતની હદ! ફ્રિજમાં પડ્યા હતા શ્રદ્ધાનાં 35 ટુકડા અને આફતાબ એ જ રૂમમાં બીજી સાથે...

Shraddha murder case

Shraddha murder case: આરોપી Aaftab Punawala અન્ય યુવતી સાથે ફ્લર્ટ કરવામાં વ્યસ્ત હતો, ત્યારે શ્રદ્ધાનો મૃતદેહ ફ્રિજમાં હતો અને કથિત રીતે તે દક્ષિણ દિલ્હીના મેહરૌલીમાં તેના ભાડાના ફ્લેટમાં ડેટ પર અન્ય એક છોકરીને ડેટ પર લાવ્યો હતો.

વધુ જુઓ ...

  Shraddha murder case:


  લિવ ઇન પાર્ટનરની હત્યા (Delhi Live-in Partner Murder Case) કરી લાશના 35 ટુકડા કરી નાખનાર આરોપી આફતાબ (Aaftab) વિશે વધુ એક સનસનીખેજ ખુલાસો થયો છે. આરોપી આફતાબ કેટલો મોટો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શ્રદ્ધાના મૃતદેહની હાજરીમાં તે એક જ રૂમમાં અન્ય યુવતી સાથે રંગરેલિયા મનાવતો હતો. 27 વર્ષીય શ્રદ્ધા વોકરની હત્યા (Shraddha Murder Case)ના મામલે પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે શ્રદ્ધાની લાશ જ્યારે ફ્રિજમાં હતી, ત્યારે પણ આરોપી આફતાબ આ જ રૂમમાં અન્ય યુવતી સાથે ફ્લર્ટ કરતો હતો. આરોપી આફતાબે શ્રદ્ધાની નિર્મમ હત્યા કર્યા બાદ તેના શરીરના 35 ટુકડા (Boyfriend Cuts Girlfriends body in 35 pieces) કરી લીધા હતા અને તેને થોડા અઠવાડિયા સુધી ફ્રિજમાં રાખી દીધા હતા અને બાદમાં તે ટુકડાને જંગલમાં અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા.

  shrddha murder case
  shrddha murder case


  બીજી યુવતી સાથે ડેટિંગ

  પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે 28 વર્ષીય આફતાબ પૂનાવાલા (Aaftab Punawala) અન્ય યુવતી સાથે ફ્લર્ટ કરવામાં વ્યસ્ત હતો, ત્યારે શ્રદ્ધાનો મૃતદેહ ફ્રિજમાં હતો અને કથિત રીતે તે દક્ષિણ દિલ્હીના મેહરૌલીમાં તેના ભાડાના ફ્લેટમાં ડેટ પર અન્ય એક છોકરીને ડેટ પર લાવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે આફતાબ એ જ ડેટિંગ એપની અન્ય યુવતી (સાયકોલોજિસ્ટ)ના સંપર્કમાં આવ્યો હતો. જેના દ્વારા તે શ્રદ્ધાના સંપર્કમાં આવ્યો હતો અને તેને ડેટ કરી રહ્યો હતો.

  Shraddha murder case
  Shraddha murder case


  હત્યાના 6 માસ બાદ સામે આવ્યો મામલો

  સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બીજી યુવતી જૂન-જુલાઈમાં અનેક વખત આફતાબના ભાડાના મકાનમાં આવી હતી. આફતાબે શ્રદ્ધા વોકરના શરીરના અંગોને ફ્રિજ અને કિચનમાં સંતાડી દીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબે દિલ્હીના મેહરૌલી વિસ્તારમાં પોતાની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. તેના શરીરના 35 ટુકડા કરવામાં આવ્યા હતા અને તેને લગભગ ત્રણ અઠવાડિયા સુધી 300 લિટરની ક્ષમતાવાળા ફ્રિજમાં રાખવામાં આવ્યાં હતા અને રાષ્ટ્રીય રાજધાનીના જુદા જુદા ભાગોમાં એક પછી એક ફેંકી દીધા હતા. આફતાબ અમીન પૂનાવાલાની ધરપકડના છ મહિના પછી આ ક્રૂર ઘટના પ્રકાશમાં આવી હતી. મહિલાના શરીરના કેટલાક ભાગ મળી આવ્યા છે અને પોલીસ હત્યામાં વપરાયેલા હથિયારની શોધ કરી રહી છે.



  આ રીતે ઘડ્યો હત્યાનો પ્લાન

  વિશ્વાસઘાત અને કપટની આ કરુણ ઘટનામાં આરોપી આફતાબ કે જે એક શેફ છે, તે ગુનો કર્યા બાદ છ મહિના સુધી બચતો રહ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે, હત્યા કર્યા બાદ તે એ જ ઘરમાં રહેતો હતો જ્યાં તે બંને સાથે રહેતા હતા. શનિવારે સવારે તેની પૂછપરછમાં હત્યાની વિગતો બહાર આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આફતાબ અમીન પૂનાવાલાએ તપાસ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે લગ્નને લઈને ઝઘડો થયા બાદ તેણે શ્રદ્ધા વોકરની હત્યા કરી હતી અને તેના શરીરના ટુકડા કરવાનો વિચાર તેને અમેરિકન ટેલિવિઝન સિરીઝ 'ડેક્સ્ટર'થી આવ્યો હતો.

  આ પણ વાંચો: Shraddha Murder Case: બચાવી લો... મોત પહેલા WhatsApp પર શ્રદ્ધાએ મિત્રોને જુઓ શું કહ્યું હતું, ચોંકાવનારો ધડાકો

  હત્યાને આવા કાવતરાથી આપ્યો અંજામ

  પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ શરીરના કપાયેલા ભાગોને રાખવા માટે 300 લિટરનું ફ્રિજ ખરીદ્યું હતું અને શરીરમાંથી આવતી દુર્ગંધને દબાવવા માટે અગરબત્તીઓ અને રૂમ ફ્રેશનરનો ઉપયોગ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે અડધી રાત્રે પોલી બેગમાં શરીરના અંગો પેક કરીને બહાર આવેલા આરોપી આફતાબે શરીરના કયા ભાગો વહેલી તકે સડે છે તેના આધારે કાળજીપૂર્વક આયોજન કર્યું હતું અને તે મુજબ શરીરના અંગોને ઠેકાણે લગાવ્યા હતા.

  શ્રદ્ધાના સોશ્યલ મીડિયાનો કરતો હતો ઉપયોગ

  પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીઓએ જ્યાં લાશના ટુકડા ફેંકવાની જાણકારી આપી હતી, ત્યાંથી 13 ટુકડા મળી આવ્યા છે, પરંતુ ફોરેન્સિક તપાસ બાદ જ એ વાતની પુષ્ટિ થશે કે તે પીડિતા સાથે સંબંધિત છે કે નહીં. પોલીસને હજી સુધી હત્યામાં વપરાયેલ હથિયાર મળી આવ્યું નથી. હત્યા બાદ આગામી કેટલાક અઠવાડિયા સુધી આફતાબે કોઈ શંકા ન જાય તે માટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરીને મહિલાના મિત્રો સાથે વાતચીત કરી હતી. શ્રદ્ધા તેના પરિવાર સાથે વાત કરી રહી ન હતી, કારણ કે તેઓએ તેમના સંબંધો સામે વાંધો ઉઠાવ્યો હતો.

  આ પણ વાંચો: આ એક વસ્તુએ આરોપીનું બ્રેનવોશ કર્યું અને 25 વર્ષીય શ્રદ્ધાના થયા 35 ટુકડા, જુઓ ફોટોમાં કહાણી

  બંને વચ્ચે થતા હતા હિંસક ઝઘડા

  સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી આફતાબે શ્રદ્ધાના ક્રેડિટ કાર્ડનું બિલ પણ ચૂકવી દીધું હતું. જેથી કંપની તેના મુંબઇના સરનામાનો સંપર્ક કરી શકે નહીં. પૂનાવાલાની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બંનેએ નાની-નાની વાતો પર ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું અને તેમના સંબંધો ખરાબ થઇ રહ્યા હતા. તેમને એકબીજા પર છેતરપિંડી અને જૂઠું બોલવાની શંકા હતી. તેઓ એકબીજાને કોલ કરતા અને સચોટ જીપીએસ લોકેશન અને તેમની આસપાસના ફોટોઝ માંગતા હતા. ઝઘડાઓ ઘણીવાર હિંસક પણ બની જતા હતા.



  લાશના ટુકડાઓને આ રીતે લગાવ્યા ઠેકાણે

  એક અધિકારીએ જણાવ્યું હતું કે, પૂનાવાલા અને શ્રદ્ધા વોકરને મુંબઈમાં એક કોલ સેન્ટરમાં કામ કરતી વખતે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ તેમના પરિવારોએ જુદા-જુદા ધર્મોના હોવાને કારણે આ સંબંધનો વિરોધ કર્યા બાદ આ દંપતી આ વર્ષે મે મહિનામાં દક્ષિણ દિલ્હીના મેહરૌલીમાં રહેવા આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, મેના મધ્યમાં લગ્નને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને વિવાદ સતત વધતો ગયો હતો અને પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ લાશના 35થી વધુ ટુકડા કરી દીધા હતા. તેણે શરીરના આ ટુકડાઓ રાખવા માટે ફ્રિજ ખરીદ્યું અને ઘણી બધી અગરબત્તી અને રૂમ ફ્રેશનર્સ ખરીદ્યા. તે ઘણા દિવસો સુધી આ ટુકડાઓને શહેરના જુદા જુદા ભાગોમાં ફેંકતો રહ્યો. તે અડધી રાત્રે શરીરના આ ટુકડા ફેંકવા માટે જતો હતો."
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Crime news, Delhi News, Mumbai News, Murder case

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन