Home /News /national-international /એક ભૂલથી આફતાબનું જૂઠ સામે આવ્યું: શ્રદ્ધા હત્યાકાંડમાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા

એક ભૂલથી આફતાબનું જૂઠ સામે આવ્યું: શ્રદ્ધા હત્યાકાંડમાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા

પોતાની જ જાળમાં ફસાયો આફતાબ

શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલા શરૂઆતથી દિલ્હી અને મુંબઈ પોલીસને ગોળગોળ ફેરવી રહ્યો હતો. દિલ્હી પોલીસ અને મુંબઈ પોલીસે આફતાબે જણાવ્યું હતું કે 22 મેના રોજ શ્રદ્ધા ઝઘડો કરીને ઘર છોડીને જતી રહી હતી. આફતાબે એ પણ જણાવ્યું કે તે માત્ર પોતાનો ફોન લઈને ગઈ હતી. જ્યારે કપડા અને બાકી વસ્તુઓ અહીં છોડી દીધી હતી. પરંતુ પોલીસ આફતાબના આ નિવેદન પર વિશ્વાસ ન કર્યો. તેના પછી પોલીસે જ્યારે આફતાબ અને શ્રદ્ધાની કોલ ડિટેલ અને લોકેશન ચેક કરી તો ઘણા ચોંકાવનારા ખુલાસા થયા. શ્રદ્ધાની હત્યા પછી તેના મોબાઈલ અકાઉન્ટમાંથી 54 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાના કારણે પોલીસે આફતાબનું જૂઠ પકડી પાડ્યું હતું.

વધુ જુઓ ...

    તપાસમાં પોલીસને ખબર પડી કે 26 મેના રોજ શ્રદ્ધાની નેટ બેંકિંગ અકાઉન્ટ એપમાંથી આફતાબના એકાઉંટમાં 54 હજાર રૂપિયા ટ્રાન્સફર થયા હતા. જ્યારે આફતાબે પહેલા કહ્યું હતું કે તે 22 મેથી શ્રધ્ધા સાથે સંપર્કમાં નથી.

    આ પણ વાંચોઃ લવ જેહાદનું 'હત્યા મોડ્યુલ': ધર્મ પરિવર્તન કરવાની ના પાડતા હિન્દુ યુવતીને ચોથા માળેથી ફેંકી દીધી

    એટલું જ નહીં 31 મેના રોજ શ્રદ્ધાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી તેના મિત્રો સાથે એક ચેટ થઈ હતી જ્યારે પોલીસે શ્રદ્ધાના ફોનનું લોકેશન શોધ્યું તો તે દિલ્હીના મહરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારનું લોકેશન નીકળ્યું. 26 મે જે બેંક ટ્રાન્સફર થયું હતું તેનું લોકેશન પણ મહરૌલી પોલીસ સ્ટેશન જ નીકળ્યું હતું.

    જ્યારે આફતાબની પોલીસે આ બાબતે પૂછપરછ કરી કે જ્યારે શ્રદ્ધા પોતાના ફોનની સાથે ઘર છોડીને જતી રહી હતી તો તેનું લોકેશન તેના ઘરની આસપાસ જ કેમ બતાવી રહ્યું છે આ વાતનો જવાબ આફતાબ આપી શક્યો નહીં અને તેના પછી તેને પોલીસની સામે પોતાનો ગુનો કબુલ્યો.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Investigation, Police case, Shraddha Murder Case

    विज्ञापन
    विज्ञापन