Home /News /national-international /Shraddha Murder Case: આરોપી આફતાબ પર 24 કલાક જેલમાં નજર રાખવામાં આવી, જુઓ વીડિયો

Shraddha Murder Case: આરોપી આફતાબ પર 24 કલાક જેલમાં નજર રાખવામાં આવી, જુઓ વીડિયો

શ્રદ્ધા મર્ડર કેસનો આરોપી આફતાબ જેલમાં શું કરી રહ્યો છે? વીડિયો આવ્યો સામે

ચર્ચિત શ્રદ્ધા મર્ડર કેસના (Shraddha Murder Case) આરોપી આફતાબ અમીન પૂનાવાલા હાલમાં (Aftab Amin Poonawalla) જેલમાં છે અને તેના પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. આરોપ છે કે, આફતાબ અમીન પૂનાવાલાએ કથિત રીતે તેની લિવ-ઇન ગર્લફ્રેન્ડની હત્યા કરી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: બહુંચર્ચિત શ્રદ્ધા મર્ડર કેસના (Shraddha Murder Case) આરોપી આફતાબ અમીન પૂનાવાલા (Aftab Amin Poonawalla) હાલમાં જેલમાં છે અને તેની પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. આરોપ છે કે, આફતાબ અમીન પૂનાવાલાએ કથિત રીતે તેની લિવ-ઇન ગર્લફ્રેન્ડની હત્યા કરી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા. તેણે આ ટુકડાઓ સમગ્ર દિલ્હીમાં ફેંકી દીધા હતા. સીસીટીવી ફૂટેજમાં 28 વર્ષીય આરોપી આફતાબ દક્ષિણ દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશનના સેલમાં પડેલો દેખાઈ રહ્યો છે. આ સેલમાં અન્ય એક આરોપી પણ છે. દિલ્હીના આ સનસનાટીભર્યા કેસમાં આરોપીઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

    આ પણ વાંચો:  ‘તેનું ગળું કાપવું સરળ હતું, મૃતદેહને ઠેકાણે પાડવું નહીં’- શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબનું ચોંકાવનારું નિવેદન

    મહેરૌલી પોલીસ સ્ટેશનના આ સેલની બહાર જ 2-3 પોલીસ કર્મચારીઓ તેના પર નજર રાખી રહ્યા છે, પછી થોડીવાર પછી પોલીસ અધિકારીઓ પણ સેલ પર નજર રાખવા માટે ત્યાં પહોંચી જાય છે. આરોપી આફતાબને કોર્ટના આગામી આદેશ સુધી (પાંચ દિવસ) રાખવામાં આવશે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપી આફતાબ પૂનાવાલા પર સૌથી ઘૃણાસ્પદ ગુનાઓમાંથી એક કરવાનો અને મહિનાઓ સુધી તેને છુપાવવાનો આરોપ છે. તેણે 18 મેના રોજ કથિત રીતે લિવ-ઇન ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વોકરનું ગળું દબાવી હત્યા કરી હતી.

    ફ્રિજમાં સંતાડવામાં આવ્યા હતા મૃતદેહના ટુકડા

    આફતાબે મૃતદેહના ઘણા ટુકડા કર્યા અને તેને સ્ટોર કરવા માટે 300 લિટરનું રેફ્રિજરેટર ખરીદ્યું હતું. આ પછી, તે રાત્રે બે વાગ્યે ઘરની બહાર નીકળી ગયો હતો અને દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં જઈને આ ટુકડાઓ છુપાવતો રહ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 28 વર્ષીય આફતાબ અને લિવ-ઈન ગર્લફ્રેન્ડ શ્રદ્ધા (29) છતરપુર હિલ વિસ્તારમાં શેરી નંબર 1માં એક બિલ્ડિંગના પહેલા માળે રહેતા હતા. તેઓ 15 મેના રોજ મહેરૌલી ગયા હતા, જ્યાં 18 મેના રોજ તેમની વચ્ચે દલીલ થઈ હતી અને પૂનાવાલાએ હાથ વડે મોં બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેણે કથિત રીતે તેનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી.

    " isDesktop="true" id="1284554" >
    મૃતદેહના ટુકડાને 20 દિવસમાં જંગલમાં લઈ જઈ તેનો નિકાલ કરવામાં આવ્યો હતો

    પોલીસે જણાવ્યું હતું કે, પૂનાવાલા શરીરના ટુકડાને રેફ્રિજરેટરના ડીપ ફ્રીઝરમાં પેક કરતો હતો અને બાકીના ટુકડાને નીચેની ટ્રેમાં રાખતો હતો. થોડા સમય પછી, તે જામી ગયેલા ટુકડાને બહાર કાઢતો અને ટ્રેમાં રાખેલા ટુકડાને ડીપ ફ્રીઝરમાં મૂકી દેતો. જેથી ટુકડાઓમાંથી સડાની દુર્ગંધ ન આવે. આ સિવાય તેણે અગરબત્તીઓ અને રૂમ ફ્રેશનરનો ઉપયોગ પણ દુર્ગંધને ડામવા માટે કર્યો હતો. દરરોજ રાત્રે લગભગ બે વાગ્યે આફતાબ બેગમાં કેટલાક ટુકડા લઈને જંગલમાં જતો અને લગભગ બે કલાક પછી પાછો આવતો. તેણે 20 દિવસ સુધી આ કર્યું હતું.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Delhi Crime, Shraddha Murder Case

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन