Home /News /national-international /શ્રદ્ધા હત્યા કેસમાં સૌથી મોટો પુરાવો હાથ લાગ્યો, 35 ટુકડાઓ અને હાડકા અંગે મળી માહિતી

શ્રદ્ધા હત્યા કેસમાં સૌથી મોટો પુરાવો હાથ લાગ્યો, 35 ટુકડાઓ અને હાડકા અંગે મળી માહિતી

shraddha murder case

Shraddha Murder Case Updates: દિલ્હીમાં થયેલ શ્રદ્ધા મર્ડર કેસમાં નવી નવી માહિતી મળી રહી છે ત્યારે વધુ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે.

  Delhi-Mehrauli Murder Case Updates: શ્રદ્ધા મર્ડર કેસમાં આરોપી આફતાબ પુનાવાલાની ધરપકડ પછી સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. સમગ્ર દેશમાં આફતાબ અમીન પૂનાવાલાને સજા આપવાની માંગ કરવામાં આવી રહી છે. આફતાબ શ્રદ્ધા સાથે લિવ ઈનમાં રહેતો હતો અને તેણે શ્રદ્ધા વાલકરની હત્યા કરીને તેના શરીરના 35 ટુકડા કર્યા હતા. દિલ્હી પોલીસ આ મામલે ખૂબ જ સાવધાની વર્તી રહી છે.

  આફતાબની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આફતાબ પૂનાવાલાને અલગ અલગ જગ્યાએ લઈ રહી છે. સાઉથ દિલ્હીના અલગ અલગ પોલીસ સ્ટેશન તથા અન્ય સ્થળોએ રાખવામાં આવી રહ્યો છે. હિન્દુસ્તાન ટાઈમ્સને પોલીસના સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, આરોપી જ્યારે વધુ તપાસ કરવા માટે રસ્તા પર અથવા જંગલમાં લઈ જવામાં આવે છે, ત્યારે વધુ સાવધાની રાખવામાં આવે છે. જેથી શ્રદ્ધાના શરીરના ટુકડા, હત્યા કરેલ હથિયાર તથા અન્ય વસ્તુઓની યોગ્ય રીતે તપાસ થઈ શકે .

  રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રાત્રિના સમયે આફતાબ પૂનાવાલાના લોકઅપની બહાર કેટલાક પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. જેથી સતર્કતા રહે અને કસ્ટડીમાં આફતાબ પર સતત નજર રાખી શકાય.

  પોલીસે આપેલ જાણકારી અનુસાર આફતાબ પૂનાવાલાએ 18મેના રોજ પોતાની 27 વર્ષીય લિવ ઈન પાર્ટનર શ્રદ્ધા વાલકરની ગળું દબાવીને હત્યા કરી હતી. આફતાબ- શ્રદ્ધાની લાશ ઢસડીને બાથરૂમમાં લઈ ગયો અને આખી રાત લાશ બાથરૂમમાં પડી રહી હતી. ત્યારબાદ આફતાબ- 19મી મેના રોજ બજાર ગયો અને લોકલ માર્કેટમાં કીર્તિ ઈલેક્ટ્રોનિક શોપથી 300 લીટરનું ફ્રિજ ખરીદ્યું હતું હતું.

  પોલીસે જણાવ્યું કે, ત્યારબાદ આફતાબે મહરોલી-ગુડગાંવ રોડ પર આવેલ દુકાન પરથી આરી ખરીદી હતી અને બાથરૂમમાં તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા. આ ટુકડાઓને પોલીથીનમાં ભરીને ફ્રિજરમાં મૂકી દીધા હતા. બાકીનો મૃતદેહ ફ્રિજના નીચેના ભાગમાં રાખ્યો, ત્યારબાદ આફતાબ અડધી રાત્રે આ ટુકડા ફેંકી દેતો હતો.

  આ પણ વાંચો: શ્રદ્ધા મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો! આફતાબ મૃતદેહને ફ્રીજમાં રાખી તેનો ચહેરો જોતો હતો

  શ્રદ્ધા મર્ડર કેસની મહત્ત્વપૂર્ણ બાબતો   • લેટેસ્ટ અપડેટ અનુસાર પોલીસને આજે આફતાબના ફ્લેટ પરથી ધારદાર હથિયાર મળી આવ્યા છે. NDTVના રિપોર્ટ અનુસાર પોલીસને આશંકા છે કે, શ્રદ્ધાના શરીરને કાપવા માટે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હશે.

   • કડકાઈથી પૂછપરછ કર્યા બાદ આફતાબે સાચું કહેવાનું શરૂ કરી રહ્યો છે. છતરપુર ફ્લેટમાંથી હથિયાર મળી આવતા આ કેસની વધુ તપાસ માટે તે મદદરૂપ થઈ શકે છે.

   • રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે, આફતાબે તે માટે રિસર્ચ કર્યું હતું. રિસર્ચમાં તેને ખબર પડી હતી કે, લાશના ટુકડા કરતા સમયે લોહીનાં છાંટા એક ફૂટ સુધી ઊડી શકે છે. જેથી જે જગ્યાએ લાશ હતી ત્યાંથી તે ફૂટ દૂર ઊભો હતો. તેણે એક વિશેષ પ્રકારના એસિડથી લોહીના ડાઘા પણ લૂછી નાખ્યા હતા.

   • ફોરેન્સિક ટીમ જણાવે છે કે, હત્યાના દિવસે આફતાબ અને શ્રદ્ધાએ જે કપડા પહેર્યા હતા, તે કપડા પર હજુ પણ લોહીના ડાઘા હશે

   • પોલીસ છતરપુરમાં આવેલ ઘરમાંથી શ્રદ્ધાના કપડા પણ મેળવી લીધા છે. આ કપડા તેણે અમીન પૂનાવાલા સાથે શેર કર્યા હતા. પોલીસે જણાવ્યું કે, જે જગ્યાએ ગુનો આચરવામાં આવ્યો હતો, તે સ્થળે નિષ્ણાંતો બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે.

   • દિલ્હી પોલીસની ટીમ મહારાષ્ટ્ર ગઈ હતી. તેમણે વસઈમાં શ્રદ્ધાના નજીકના મિત્ર લક્ષ્મણ નાદરનું નિવેદન નોંધ્યું હતું. લક્ષ્મણ નાદરે શ્રદ્ધાના પિતાને જણાવ્યું હતું કે, તેમની દીકરીનો ફોન બે મહિનાથી બંધ આવી રહ્યો છે. ત્યારબાદ શ્રદ્ધાના પિતાએ માનિકપુર પોલીસ સ્ટેશનમાં શ્રદ્ધાના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

   • જે સ્થાનિક પોલીસ અધિકારીએ આ ફરિયાદ નોંધી હતી અને આફતાબ પૂનાવાલાની પૂછપરછ કરી હતી, તે પોલીસનું પણ નિવેદન નોંધવામાં આવશે. શ્રદ્ધા અને આફતાબ પહેલા વસઈમાં રહેતા હતા.

   • આ હત્યાકાંડ વિશે જાણ થતા આફતાબ પૂનાવાલાના પરિવારના સભ્યોએ 15 દિવસ પહેલા વસઈમાં પોતાનો ફ્લેટ ખાલી કરી દીધો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જે સમયે આફતાબની ધરપકડ કરવામાં આવી નહોતી તે સમયે આફતાબ તેના પરિવારને શિફ્ટ થવામાં મદદ કરવા માટે વસઈ ગયો હતો. આફતાબ પૂનાવાલાના સંબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવશે.

   • શ્રદ્ધા વાલકર હત્યાકેસમાં પોલીસને સફળતા મળી છે. CNN News18ને તપાસના સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, આફતાબ શ્રદ્ધાના શરીરના ટુકડાઓને ઠેકાણે લગાવી રહ્યો હતો ત્યારે તે CCTVમાં કેદ થઈ ગયો હતો. 18 ઓક્ટોબરના રોજ આફતાબ આ ટુકડા ફેંકી રહ્યો હતો, ત્યારે તે CCTVમાં પકડાઈ ગયો હતો. તે દિવસે આફતાબે શ્રદ્ધાના માથું, ધડ અને હાથને ઠેકાણે લગાવવા માટે ત્રણ ચક્કર લગાવ્યા હતા.

   • કેટલાક ધાર્મિક સંગઠનોએ આફતાબ પૂનાવાલાને મૃત્યુદંડ આપવામાં માટે માંગ કરે છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં વિરોધ માર્ચ કાઢીને આરોપી સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ગુરુવારે વકીલોના એક સમૂહે સાકેત કોર્ટમાં હંગામો કર્યો હતો. તે સમયે આફતાબ પૂનાવાલાને રિમાન્ડ પર લેવા માટે વધુ દિવસોની માંગ કરવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

   • સૂત્રો અનુસાર, દિલ્હી પોલીસને જાણકારી મળી છે કે, આફતાબ પૂનાવાલા પર સાંપ્રદાયિક પ્રચાર હેઠળ ભીડ દ્વારા હુમલો કરવામાં આવી શકે છે. આ જાણકારી મળ્યા બાદ પોલીસ તપાસ અભિયાન દરમિયાન આફતાબ અને ઈન્વેસ્ટીંગ ટીમ સાથે ગઈ હતી. ત્યારબાદ આફતાબનો મેડિકલ ચેકઅપ તથા અન્ય કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવી હતી.

   • આ હત્યા કેવી રીતે અને શા માટે તે જાણી શકાય તે માટે પોલીસ આફતાબ પૂનાવાલાને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ લઈ જઈ શકે છે. જ્યાં આ કપલ થોડા સમય માટે રોકાયું હતું. શ્રદ્ધા વાલકર અને આફતાબ પૂનાવાલા પોતાના ઝઘડામાંથી બ્રેક લેવા માંગતા હતા. એપ્રિલમાં મુંબઈ છોડ્યા બાદ તેઓ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગયા હતા.

   • દિલ્હી પોલીસની ટીમ હત્યાકાંડની તપાસ કરવા માટે મુંબઈ, ગંડગાંવ, હિમાચલ પ્રદેશન અને ઉત્તરાખંડ જઈ ચૂકી છે. મુંબઈ છોડ્યા બાદ શ્રદ્ધા વાલકર અને આફતાબ અનેક સ્થળોએ ગયા હતા. પોલીસ આ હત્યાની તપાસ કરવા માટે આ તમામ જગ્યાએ જઈ રહી છે અને તપાસ કરી રહી છે કે, આ ટ્રાવેલ દરમિયાન તેમની વચ્ચે કંઈ થયું હતું કે કેમ.

   • પોલીસ આ હત્યા પાછળનું કારણ શોધવાની તપાસ કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, શ્રદ્ધા આફતાબ સાથે પોતાનું રિલેશન ખતમ કરવા માંગતી હતી, પરંતુ તેને અલગ થવાની મંજૂરી આપવામાં આવતી નહોતી. તે પોતાના મિત્રો સાથે વાતચીત કરતી હતી, તેમાં આ પ્રકારની હકીકત સામે આવી છે.

   • આફતાબ પૂનાવાલાએ પોલીસને જાણકારી આપી છે કે, તે દિવસે તે ડ્રગ્સના નશામાં હતો. સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, આફતાબ ભાંગ પણ લેતો હતો અને હત્યાના દિવસે પણ તેણે આવું કર્યું હતું. સૂત્રો અનુસાર શ્રદ્ધા આફતાબને ડ્રગ્સ ના ખાવા માટે ટોકતી હતી અને હત્યાના દિવસે પણ કદાચ આ પ્રકારે જ થયું હતું.

   • ઈન્વેસ્ટીગેટીવ ટીમના ઓફિસરોએ જણાવ્યું છે કે, આરોપી આફતાબ પૂનાવાલાના ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. આ તપાસથી જાણવા મળશે કે, શ્રદ્ધાની હત્યા બાદ કોણ કોણ આફતાબના સંપર્કમાં હતું. ડિલીટ કરેલ ડેટાને ફરીથી લેવામાં આવશે.

   • પોલીસે અત્યાર સુધીમાં હાડકાં મેળવી લીધા છે, જે માનવ હાડકાં જેવા લાગી રહ્યા છે.

   • પોલીસના સૂત્રો અનુસાર આફતાબ પૂનાવાલાએ કથિત રીતે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના ચહેરાને પણ બાળી નાખ્યો છે. તેને ઓળખી ના શકાય તે માટે શ્રદ્ધાના શરીરના ટુકડા પણ કરી દીધા હતા. આરોપીએ પોલીસને જણાવ્યું કે, પુરાવા કેવી રીતે છુપાવી શકાય તે માટે તેણે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું હતું. અગાઉના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આફતાબ ક્રાઈમ શો અને ડેક્સટર જેવા શો જોતો હતો.

   • હત્યાની તપાસ કરતી ટીમે શુક્રવારે ગુરુવારના રોજ એક પ્રાઈવેટ ફર્મની મુલાકાત લીધી હતી. આફતાબ પૂનાવાલા આ ફર્મમાં કામ કરતો હતો. તે સમયે આફતાબ પણ તેમની સાથે હતો.

   • ત્યારબાદ તપાસ કરતા પોલીસને આસપાસથી એક પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. આ થેલીમાં શું હતું તે અંગે કોઈ જાણકારી મળી નથી. શ્રદ્ધા વાલકર સાથે મુંબઈથી શિફ્ટ થયા બાદ આરોપી આફતાબ આ ફર્મમાં કામ કરતો હતો.

   • દિલ્હી પોલીસે આ મામલે નિવેદન જાહેર કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મળી આવેલા હાડકા સાથે DNA મેચ કરવા શ્રદ્ધાના પિતા અને ભાઈના લોહીના નમૂના લેવામાં આવ્યા છે.

   • પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આરોપી તરફથી ખૂબ જ કન્ફ્યુઝિંગ નિવેદન આપવામાં આવી રહ્યું છે. જેથી નાર્કોટિક્સ ટેસ્ટ કરવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવતી હતી. કોર્ટે આ નાર્કોટિક્સ ટેસ્ટ માટે મંજૂરી આપી દીધી છે.

   • આફતાહ પૂનાવાલાના નાર્કોટિક્સ ટેસ્ટ માટે દિલ્હીની કોર્ટે પોલીસને પાંચ દિવસમાં નાર્કોટિક્સ ટેસ્ટ પૂરો કરવાનો આદેશ આપ્યો છે.

   • CNN-News18ને જાણવા મળ્યું છે કે, શ્રદ્ધાએ ડિપ્રેશન માટે મુંબઈના ડોકટરનો સંપર્ક કર્યો હતો. શ્રદ્ધાએ ફેબ્રુઆરી 2021માં આફતાબ પૂનાવાલાના ગુસ્સા અને હિંસક પ્રવૃત્તિ વિશે ડોકટરને જાણકારી આપી હતી. ત્યારબાદ તેણે સામાજિક કાર્યકરનો સંપર્ક કર્યો હતો. શ્રદ્ધાએ સામાજિક કાર્યકરને જણાવ્યું હતું કે, આફતાબ તેને અથવા ખુદને નુકસાન પહોંચાડી શકે છે.


  • ફોન પર યોગ્ય તપાસ ના થઈ શકે તે માટે ડોકટરે શ્રદ્ધાને હોસ્પિટલ આવવા કહ્યું હતું. પરંતુ કોવિડન કારણે શ્રદ્ધાએ હોસ્પિટલ આવાની ના પાડી દીધી હતી. ડોકટરે શ્રદ્ધાને જણાવ્યું હતું કે, તેને અને તેના પાર્ટનરને માનસિક તપાસની જરૂરિયાત છે.

  Published by:Mayur Solanki
  First published:

  Tags: Crime news, Murder case, Shraddha Murder Case

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन