Home /News /national-international /Shraddha Murder Case: આફતાબના ફ્લેટનું પાણીનું બિલ બન્યું રહસ્યમય, મોટો ખુલાસો

Shraddha Murder Case: આફતાબના ફ્લેટનું પાણીનું બિલ બન્યું રહસ્યમય, મોટો ખુલાસો

શ્રદ્ધા હત્યા કેસ

Shraddha Murder Case: મકાનમાલિકના કહેવા પ્રમાણે, તે જાણતો હતો કે, આ બન્નેના લગ્ન થયા નથી. એક બ્રોકરે તેને ઘર અપાવ્યું હતું અને તે દર મહિને 8મીથી 10મી વચ્ચે ભાડા તરીકે રૂપિયા 9000 ચૂકવતો હતો.

    નવી દિલ્હીઃ દિલ્હી પોલીસને આરોપી આફતાબના ફ્લેટના પાડોશીઓ પાસેથી એક મહત્વપૂર્ણ માહિતી મળી છે. પાડોશીઓના જણાવ્યા અનુસાર, આફતાબના ફ્લેટનું લગભગ 300 રૂપિયાનું પાણીનું બિલ બાકી છે. છતરપુર ડુંગરાળ વિસ્તારની આ વસાહતમાં મોટાભાગના લોકો ભાડેથી રહે છે. દિલ્હીમાં 20,000 લીટર સુધીનું પાણીનું બિલ દિલ્હી સરકાર તરફથી મફત (Shraddha Murder Case) છે.

    આફતાબની ઉપર રહેતા બે પડોશીઓએ જણાવ્યું કે, તમામ માળનું પાણીનું બિલ શૂન્ય આવે છે. પરંતુ મકાન માલિક પાસેથી ખબર પડી કે આફતાબના ફ્લેટનું રૂ. 300નું પાણીનું બિલ બાકી છે. બાકીના ભાડૂતો અને મકાનમાલિકો હવે આ બિલને લઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

    આ પણ વાંચો:  આફતાબની કબૂલાતઃ ઓળખ છુપાવવા માટે શ્રદ્ધાનો ચહેરો સળગાવ્યો, લાશને ઠેકાણે પાડવા ઈન્ટરનેટની મદદ લીધી

    જણાવી દઈએ કે, એવું સામે આવ્યું છે કે હત્યા પછી, આફતાબ શ્રદ્ધાના શરીર પર સતત ગરમ પાણી ચલાવતો રહ્યો અને તેણે આગામી કેટલાક દિવસો સુધી વધુ પાણીનો ઉપયોગ કર્યો હતો. જેથી મૃત શરીરમાંથી લોહી સાફ થઈ જાય. લોહીના ડાઘ દૂર કરવા માટે કેમિકલની સાથે વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેથી જ તેનું પાણીનું બિલ આટલું આવ્યું હતું.

    ઉપરના માળે રહેતી મહિલાએ એમ પણ જણાવ્યું કે, આફતાબ પાણીની ટાંકી જોવા વારંવાર ટેરેસ પર જતો હતો. તે સમયે તે તેને સામાન્ય લાગતું હતું. પણ હવે મને સમજાયું કે તે શા માટે પાણી જોવા ગયો હશે. આ સાથે જ મકાનમાલિક રોહનના પિતા રાજેન્દ્ર કુમારે જણાવ્યું કે, એકવાર તેણે ભૂલથી આફતાબના ફ્લેટની ડોરબેલ વાગાડી દીધી હતી. જેના પર આફતાબે ગુસ્સામાં કહ્યું કે, તમે વહેલી સવારે બેલ કેમ વગાડો છો?

    આ પણ વાંચો:  શ્રદ્ધાના હત્યારા આફતાબને હતી 20 ગર્લફ્રેન્ડ, અનેક સાથે શારીરિક સંબંધ

    સૂત્રોના જણાવ્યા અનુસાર, આફતાબનો ભાડા કરાર કરવામાં આવ્યો હતો, જેમાં શ્રદ્ધાનું નામ પહેલા અને તેનું નામ પાછળથી લખવામાં આવ્યું હતું. મકાનમાલિકના કહેવા પ્રમાણે, તે જાણતો હતો કે તેણીના લગ્ન થયા નથી. એક બ્રોકરે તેને ઘર અપાવ્યું હતું અને તે દર મહિને 8મીથી 10મી વચ્ચે ભાડા તરીકે રૂપિયા 9000 ચૂકવતો હતો. આફતાબ ઓનલાઈન ભાડું ચૂકવતો હતો, તેથી તેને ક્યારેય મકાન માલિકના ઘરે જવાની જરૂર નહોતી પડી.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Delhi Crime, Shraddha Murder Case

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन