કઠુઆ અને ઉન્નાવમાં થયેલા ગેંગરેપની ઘટનાઓ સામે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ગુરૂવારે રાતે ઇન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ કરી હતી. આ દરમિયાન તેમની બહેન સાથે ધક્કામુક્કી થતા તે ગુસ્સે ભરાઇ હતી. પ્રિયંકાએ ખખડાવતાં કહ્યું હતું કે,'જે લોકો અહીંયા ધક્કામુક્કી માટે આવ્યાં છે તે પાછા જતા રહે. મહેરબાની કરીને શાંતિ રાખે. એ હેતુ અંગે વિચારે જેના માટે અહીંયા આવ્યાં છે.'
ઇન્ડિયા ગેટ પર આધારિત કેન્ડલ માર્ચમાં પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રા પણ આવ્યાં હતાં. આ દરમિયાન વાડ્રાએ કહ્યું કે દેશમાં આલા બદલાવની જરૂર છે જ્યાં મહિલાઓ સુરક્ષિત અનુભવી શકે છે.
આ માર્ચમાં રાહુલ ગાંધીની સાથે એહમદ પટેલ, ગુલામ નબી આઝાદ, સલમાન ખુર્શીદ, અશોક ગેહલોત, અજય માકન, રણદીપ સુરજેવાલા, અંબિકા સોની અને હારૂન યુસુફ સહિત ઘણાં વરિષ્ઠ નેતા સાથે કોંગ્રેસના કાર્યકર્રાઓ પણ સામેલ હતાં.
WATCH: Priyanka Gandhi gets angry at the candlelight march, says 'Nobody will push each other. You should know the reason for which you are here. If you cannot behave go home. Now, all of you will silently walk till there' pic.twitter.com/Hlu9cSKOJG
કોંગ્રેસ અધ્યક્ષે પત્રકારો સાથેની વાતચીતમાં મહિલા સુરક્ષાના મુદ્દે ભાજપ સરકારને નિશાનો સાંધતા કહ્યું કે, 'દેશમાં જે હાલત છે, મહિલાઓ સામે જે અત્યાચાર થઇ રહ્યાં છે, મોદી સરકાર આને રોકવા માટે કોઇ પગલા નથી લઇ રહી. દેશની મહિલાઓ ઘરની બહાર નીકળતા પણ ડરે છે. જ્યાં જુઓ ત્યાં દેશની બાળકીની હત્યા થાય છે કે એની પણ બળાત્કાર થાય છે. અમે ઇચ્છીએ છીએ કે મહિલા શાંતિ અને સન્માનથી જીવે. આ રાષ્ટ્રીય મુદ્દો છે રાજનૈતિક નહીં.'
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર