નવી દિલ્હી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) કે કેટલાક વિશેષ દેશોમાં મંજૂરી પ્રાપ્ત કરી ચૂકેલી કોરોના વેક્સીન (Covid-19 Vaccine)ને ભારતમાં બ્રિજિંગ ટ્રાયલ (Bridging Trial) ચરણમાંથી પસાર નહીં થવું પડે. આ વાતની જાણકારી બુધવારે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે વેક્સીનની અછતના અહેવાલોની વચ્ચે DCGIએ આ નિર્ણય વિદેશથી સપ્લાયને વધુ સારી બનાવવામાં મદદગાર સાબિત થશે. ફાઇઝર (Pfizer) અને મોડર્ના (Moderna) જેવી અનેક વેક્સીન નિર્માતા કંપનીઓએ સરકારની સામે શરતો મૂકી હતી.
કઈ સંસ્થાઓથી મંજૂરી પ્રાપ્ત વેક્સીનને મળશે છૂટ?
USFDA, EMA, UK MHRA, PMDA જાપાન કે WHOની ઇમરજન્સી યૂઝ લિસ્ટિંગ એટલે કે EULમાં સામેલ વેક્સીનને બ્રિજિંગ ટ્રાયલ નહીં કરવા પડે. તેમાં સારી સુવ્યવસ્થિત રીતે સ્થાપિત એવી વેક્સીન પણ સામેલ હશે, જેને પહેલાથી જ લાખો લોકોને આપવામાં આવી ચૂકી છે. DCGIના વી.જી. સોમાનીએ જણાવ્યું કે છૂટ નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સીન એડમિનિસ્ટ્રેશન (NEGVAC)ની ભલામણોના આધાર પર આપવામાં આવી છે.
DCGI chief VG Somani issued notice over Guidance for approval COVID19 vaccines in India for restricted use in emergency situation which are already approved for restricted use by US FDA & other countries or which are listed in WHO Emergency Use Listing (EUL) pic.twitter.com/aGOOSdK9jU
આ પહેલા વેક્સીન ઉમેદવારોને લોકલ ક્લીનિકલ ટ્રાયલ કે બ્રિજિંગ સ્ટડીઝમાંથી પસાર થવું પડતું હતું. તેમાં વેક્સીનને ભારતીયોને આપીને સુરક્ષા સહિત અનેક બાબતોની તપાસ કરવામાં આવતી હતી. ખાસ વાત છે કે સરકાર પર વેક્સીનના ઓર્ડર આપવામાં વિલંબ કરવાનો આરોપ લાગી રહ્યો હતો. સરકારે પોતાની નીતિના બચાવમાં કહ્યું હતું કે ફાઇઝર, જોનસન એન્ડ જોનસન અને મોડર્નાની સાથે 2020ના મધ્યથી સંપર્કમાં છે.
જાણકારી આપવામાં આવી હતી કે સરકારે પ્રચલિત વેક્સીન નિર્માતાઓને લોકલ ટ્રાયલ્સથી છૂટ આપી દીધી હતી. રાજ્ય સરકારોએ પણ સરકાર પર પર્યાપ્ત વેક્સીન સપ્લાય નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો. તેની પર કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર નિયત દિશા-નિર્દેશો અનુસાર રાજ્યોને પારદર્શી રીતે પર્યાપ્ત વેક્સીન પહોંચાડી રહ્યું છે. હાલ ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)માં નિર્મિત કોવિશીલ્ડ (Covishield), ભારત બાયોટેક (Bharat Biotech)ની કોવેક્સીન (Covaxin) અને ડૉક્ટર રેડ્ડડી લેબમાં તૈયાર થઈ રહેલી સ્પૂતનિક-V (Sputnik-V)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર