મહારાષ્ટ્ર : 5 જિલ્લામાં 7 દિવસનું લોકડાઉન લાગ્યું, લગ્નમાં ફક્ત 25 લોકોને મંજૂરી

મહારાષ્ટ્ર : 5 જિલ્લામાં 7 દિવસનું લોકડાઉન લાગ્યું, લગ્નમાં ફક્ત 25 લોકોને મંજૂરી

આ પ્રતિબંધો આગામી 1 માર્ચ સુધી યથાવત્ રહેશે

  • Share this:
    મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના (Coronavirus)વધી રહેલા પ્રકોપને રોકવા માટે સરકાર અને જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર છે. ઘણા ક્ષેત્રોમાં 7 દિવસના લોકડાઉનની (Lockdown)જાહેરાત કરવામાં આવી છે. આદેશ પ્રમાણે દુકાનો ફક્ત સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ખુલી રહેશે. જોકે જાણકારોના મતે રાજ્યના બધા વિસ્તારની સ્થિતિ ખરાબ નથી. થોડાક જ વિસ્તાર પ્રભાવિત છે.

    અમરાવતી ડિવીઝનલ કલેક્ટરે રવિવારે અમરાવતી, અકોલા, બુલઢાના, વાશિમ, યવતમાલમાં સાત દિવસો માટે લોકડઉન લગાવવાની જાહેરાત કરી છે. આ પ્રતિબંધો આગામી 1 માર્ચ સુધી યથાવત્ રહેશે. લગ્નમાં ફક્ત 25 લોકોને સામેલ થવાની મંજૂરી મળી છે. જ્યારે ખાનગી ઓફિસોમાં ફક્ત 15 ટકા કર્મચારીઓને આવવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે સ્કૂલ-કોલેજો પણ બંધ રહેશે.

    આ પણ વાંચો - સુરત : મતદાન ના કરતા શિક્ષિત લોકોએ આ કચરો વીણતી મહિલા પાસેથી શીખવું જોઈએ

    આ સિવાય પૂણેમાં પણ લોકોને ફરવા માટે રાત્રે 11થી 6 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે. જોકે આ દરમિયાન જરૂરી કામો સાથે જોડાયેલો લોકોને અવરજવરની મંજૂરી રહેશે. જિલ્લામાં 28 ફેબ્રુઆરી સુધી સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

    મંત્રી વિજય વડેટ્ટીવારે જણાવ્યું કે જો રાજ્યમાં કેસ સતત વધતા રહેશે તો 12 કલાકનો નાઇટ કર્ફ્યૂ (Night Curfew)પણ લગાવવામાં આવી શકે છે.
    Published by:Ashish Goyal
    First published: