હવે સુપરમાર્કેટમાં તમારી પાછળ પાછળ ફરશે ટ્રોલી, ધક્કો મારવાની જરૂર નહીં પડે

કાનપુરના HBTUના બીટેક બીજા વર્ષના આશાસ્પદ વિદ્યાર્થી પિયુષ રાજપૂતે રોબોટ (Robot)વિકસાવ્યો છે

shopping trolley- આ ટેકનોલોજીના કારણે વૃદ્ધો અને દિવ્યાંગોને ટ્રોલી લઈ જવામાં સરળતા રહેશે

  • Share this:
એરપોર્ટ (Airport)કે મોલ સહિતના ઘણા સ્થળોએ સમાનની હેરફેર માટે ટ્રોલીનો (Trolly)ઉપયોગ થાય છે. ટ્રોલીના કારણે વ્યક્તિને ઘણી અનુકૂળતા રહે છે. ભારે સમાનનું વહન પણ સરળતાથી થાય છે. જોકે, હવે આવા સ્થળોએ ભીડ હોવાથી ટ્રોલી લઈને પણ ખરીદી કરવી મુશ્કેલ છે. ત્યારે દેશના એક છાત્રએ આ સમસ્યાનો ઉકેલ પણ શોધી કાઢ્યો છે. તેણે એવી ટેકનોલોજીનું (Technology)નિર્માણ કર્યું છે, જેના થકી હવે ટ્રોલી તમારી સાથે સાથે આવશે. તમારે ટ્રોલીને હાથથી ધક્કો મારવાની જરૂર રહેશે નહીં.

ટ્રોલી આપોઆપ તમારી કાર કે સમાનના સ્થળ સુધી પહોંચી જશે

વિગતો મુજબ કાનપુરના HBTUના બીટેક બીજા વર્ષના આશાસ્પદ વિદ્યાર્થી પિયુષ રાજપૂતે રોબોટ (Robot)વિકસાવ્યો છે. જેનું નામ હ્યુમન ફોલોઅર રોબોટ રાખવામાં આવ્યું છે. આ રોબોટ તમારી સાથેસાથે આવશે. રોબોટ બનાવનાર વિદ્યાર્થીનું કહેવું છે કે, આ રોબોટમાં વપરાતી ટેકનોલોજી સુપરમાર્કેટ અથવા એરપોર્ટની ટ્રોલી પર લગાવી શકાય છે. જેના કારણે તમારી ટ્રોલીને તમારી કાર અથવા સામાન સબમિશન પોઇન્ટ સુધી પહોંચી જશે. પરિણામે તમારે તેને ધક્કો મારી ચલાવવી પડશે નહીં. આ ટેકનોલોજીના કારણે વૃદ્ધો અને દિવ્યાંગોને ટ્રોલી લઈ જવામાં સરળતા રહેશે.

આ પણ વાંચો - ચામાચીડિયાની ગુફાઓમાં તપાસથી કેમ ડરી રહ્યું છે ચીન? WHOની માંગણીને ફગાવી

અનેક સેન્સરનો થયો પ્રયોગ

રોબોટના નિર્માણ બાબતે પિયુષ જણાવે છે કે, રોબોટના અલ્ટ્રાસોનિક સેન્સર અને ઇન્ફ્રારેડ સેન્સરનો ઉપયોગ થયો છે. આ સેન્સર દ્વારા જે વ્યક્તિની પાછળ જવાનું છે તે વ્યક્તિને રોબોટ ઓળખી લેશે. આ રોબોટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરશે. તેણે વધુમાં કહ્યું કે, ઇન્ફ્રારેડ સેન્સર દ્વારા વ્યક્તિને ઓળખ્યા બાદ તેના પાછળ જવાનો કમાન્ડ AI આપે છે. રોબોટને ચલાવવા માટે તેમાં એલ-23ડી મોટર ડ્રાઇવરનો ઉપયોગ થયો છે

વૃદ્ધો અને વિકલાંગો માટે આશીર્વાદરૂપ

પિયુષનું કહેવું છે કે, સંયુક્ત પરિવારોની પ્રથા ધીરે ધીરે ઓછી થઈ રહી છે. વિભક્ત પરિવાર હોવાને કારણે વૃદ્ધો ઘણીવાર સુપરમાર્કેટમાં ખરીદી કરવા માટે એકલા જાય છે. ત્યાં સામાન ઉપાડવા અને ટ્રોલીઓ ખેંચવી ખૂબ મુશ્કેલ બને છે. એરપોર્ટ પર પણ ઘણીવાર વૃદ્ધો અને દિવ્યાંગોને ભારે સામાન ઉપાડવામાં ઘણી મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં આ ટેક્નોલોજી તેમના માટે ખૂબ મદદરૂપ થશે.
First published: