Home /News /national-international /

J&K: આતંકનો સફાયો ચાલુ, શોપિયાંમાં સુરક્ષાદળોએ ચાર આતંકીને ઠાર માર્યા

J&K: આતંકનો સફાયો ચાલુ, શોપિયાંમાં સુરક્ષાદળોએ ચાર આતંકીને ઠાર માર્યા

ઠાર મરાયેલા આતંકીઓ પાસેથી હથિયાર મળી આવ્યા, હજુ સુધી ઓળખ નથી થઈ શકી

ઠાર મરાયેલા આતંકીઓ પાસેથી હથિયાર મળી આવ્યા, હજુ સુધી ઓળખ નથી થઈ શકી

    ન્યૂઝ18 ગુજરાતી : જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં આતંકીઓનો સફાયો ચાલુ છે. રવિવારે રાજ્યના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓ ઠાર મરાયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આતંકીઓની પાસે અનેક હથિયાર મળી આવ્યા છે.

    હાલ આતંકીઓની ઓળખ નથી થઈ શકી પરંતુ વિસ્તારની ઘેરાબંદી કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. એન્કાઉન્ટર શરૂ થયા બાદ વિસ્તારમાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, આ પહેલા બારામૂલા જિલ્લામાં શનિવારે સુરક્ષાદળોની સાથે એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી માર્યો ગયો હતો. બારામૂલા જિલ્લાના ઉરી ક્ષેત્રના બોનિયાર વિસ્તારમાં માર્યા ગયેલા આતંકીની ઓળખ લુકમાન તરીકે થઈ હતી.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Jammu and kashmir, Security, Security forces, Shopian, આતંકવાદ, આતંકી, એન્કાઉન્ટર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन