J&K: એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર, પુત્ર ફસાયો હોવાની જાણ થતાં પિતાનું હાર્ટએટેકથી મોત

News18 Gujarati
Updated: July 10, 2018, 4:55 PM IST
J&K: એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર, પુત્ર ફસાયો હોવાની જાણ થતાં પિતાનું હાર્ટએટેકથી મોત
પ્રતિકાત્મક તસવીર

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં મંગળવાર સવારથી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.

  • Share this:
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં મંગળવાર સવારથી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. સુરક્ષાદળોને શોપિયાના કુમદલાનમાં 5-6 આતંકવાદીઓ સંતાયા હોવાની ખબર મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરીને તપાસ અભિયાન શરૂ કર્યું હતું. પોતાને ઘેરાયેલા જોઇને આતંકવાદીઓએ ગોળીઓ ચલાવાની શરૂ કરી દીધી હતી. જેમાં બે આતંકવાદીઓને ઠાર મરાયા હતા. આ અથડામણમાં સુરક્ષાદળના બે જવાનો પણ ઘાયલ થયા હતા. જેમને આર્મી બેસ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે આ અથડામણમાં પોતાના પુત્રને ફસાયેલો હોવાની માહિતી મળતા જ પિતાને હાર્ટએટેલ આવ્યો જેનાથી તેમનું મોત થયું હતું. તાજેતરમાં જ જીનત આતંકવાદીઓની ટૂકડીમાં સમાયો હતો. તેમના પિતા મુહમ્મદ ઇશાક નાયકૂએ સાંભળ્યું કે તેમનો પુત્ર કુનડલાન ગામમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ફસાયો છે. આ સમચાાર સાંભળતાની સાથે જ તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. ત્યારબદ તેમને તરત જ હોસ્પિટલ લઇ જવાયા હતા. જોકે, હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કુમદલાનના એક ઘરમાં પાંચથી છ આતંકવાદીઓ સંતાઇને બેઠા હોવાની ખબર ખાનગી સુત્રો પાસેથી સુરક્ષાદળોને મળી હતી. આસપાસના ઘરોમાંથી લોકોને સુરક્ષિત સ્થળ ઉપર ખસેડવામાં આવ્યા હતા. જોકે, અથડામણ સ્થળ ઉપર જ સ્થાનિક લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. સેના તરફથી બચાવના ફાયરિંગમાં એક યુવક ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. ગોળી યુવકના પગમાં લગા છે. જોકે, સુરક્ષાદળોએ પથ્થરમારાને નિયંત્રણ કર્યું છે. અહીં સીઆરપીએફ અને 34 આરઆર 23 પેરામિલિટ્રી ફોર્સે મોરચો સંભાળ્યો છે.
First published: July 10, 2018
વધુ વાંચો
अगली ख़बर