અમેરિકાના સૈન્ય બેઝ પર્લ હાર્બર પર ફાયરિંગ, ભારતીય એર ચીફ માર્શલ ભદૌરિયા હતા હાજર

News18 Gujarati
Updated: December 5, 2019, 9:38 AM IST
અમેરિકાના સૈન્ય બેઝ પર્લ હાર્બર પર ફાયરિંગ, ભારતીય એર ચીફ માર્શલ ભદૌરિયા હતા હાજર
ફાઇલ તસવીર

બંદૂકધારી (Gunman)એ પર્લ હાર્બર નેવલ શિપયાર્ડ (Pearl Harbor Naval Shipyard)માં આગ ચાંપી દીધી હતી. સમાચાર પ્રમાણે બંદૂકધારીએ હુમલા બાદ આત્મહત્યા કરી લીધી છે.

  • Share this:
વોશિંગ્ટન : અમેરિકાના પર્લ હાર્બર સૈન્ય બેઝમાં બુધવારે બપોરે ફાયરિંગ થયું હતું. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. ઘાયલોમાંથી ત્રણ લોકોની હાલત ખૂબ ગંભીર છે. હુમલા બાદ બંદૂકધારી (Gunman)એ પર્લ હાર્બર નેવલ શિપયાર્ડ (Pearl Harbor Naval Shipyard)માં આગ ચાંપી દીધી હતી. સમાચાર પ્રમાણે બંદૂકધારીએ હુમલા બાદ આત્મહત્યા કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે આ ઘટના બની હતી ત્યારે ભારતીય વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા (Air Chief Marshal RKS Bhadauria) અને તેમની ટીમ ત્યાં હાજર હતી. આ તમામ લોકો સુરક્ષિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે પર્લ હાર્બરના ઐતિહાસિક સૈન્ય અડ્ડા પર એક બંદૂકધારીએ ગોળી ચલાવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે પહોંચેલા સુરક્ષાદળોએ બંદૂકધારીને પકડવાનો પ્રયાસ કર્યો તો તેણે પોતાની જાતને ગોળી મારી દીધી હતી. હુમલા બાદ પર્લ હાર્બરને બંધ કરી દેવામાં આવ્યો છે.

હવાઈ ન્યૂઝના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પર્લ હાર્બરમાં કામ કરતા એક વ્યક્તિએ જણાવ્યું કે તે જ્યારે કોમ્પ્યુટર પર કામ કરી રહ્યો હતો ત્યારે તેણે ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. તે ભાગીને બહાર આવ્યો ત્યારે ત્રણ લોકો ઘાયલ અવસ્થામાં નીચે પડ્યા હતા. તેમણે જણાવ્યું કે બંદૂકધારી નેવીની વર્દીમાં હતો અને તેણે પોતાની જાતને ગોળી મારી દીધી હતી.

પર્લ હાર્બર બેઝ ઓહૂ સમુદ્રના દક્ષિણ કિનારે સ્થિત છે. અહીં વાયુસેના અને નેવી સૈન્ય તહેનાત છે. પર્લ હાર્બર કે 'પર્લ પોર્ટ' હવાઈ દ્વીપમાં હોનોલૂલૂથી દસ કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં અમેરિકાનું પ્રસિદ્ધ પોર્ટ અને નેવી અડ્ડો છે. આ ગોળીબાર પર્લ હાર્બરમાં યૂનાઇટેડ નેવલ બેઝ પર જાપાની હુમલાની 78મી વર્ષગાંઠના ત્રણ દિવસ પહેલા થયો છે.
First published: December 5, 2019
વધુ વાંચો
अगली ख़बर