ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં ફાયરિંગમાં 49નાં મોત, હુમલાખોર ઓસ્ટ્રેલિયન નાગરિક

બાંગ્લાદેશના પત્રકાર મોહમ્મદ ઇસ્લામે ટ્વિટ કર્યું છે કે, "હગલે પાર્ક ખાતે એક મસ્જિદમાં જ્યારે શૂટઆઉટ થયું ત્યારે આખી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ત્યાં હતી.

News18 Gujarati
Updated: March 15, 2019, 3:55 PM IST
ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં ફાયરિંગમાં 49નાં મોત, હુમલાખોર ઓસ્ટ્રેલિયન નાગરિક
હુમલામાં ઈજાગ્રસ્ત વ્યક્તિ
News18 Gujarati
Updated: March 15, 2019, 3:55 PM IST
ક્રાઇસ્ટચર્ચ : ન્યૂઝિલેન્ડના દક્ષિણ ટાપુ પર આવેલા ક્રાઇસ્ટચર્ચ શહેર ખાતે બે  મસ્જિદમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં 49 લોકોનાં મોત થયા છે. હુમલો કરનાર 28 વર્ષીય ઓસ્ટ્રેલિયન નાગરિક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હુમલાખોર આર્મીના ડ્રેસમાં એક કારમાં આવ્યો હતો અને અલ નૂર મસ્જિદમાં અંધાધૂંધ  ગોળીબાર કર્યો હતો. અલ નૂર ઉપરાંત અન્ય એક  મસ્જિદમાં પણ હુમલો થયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ક્રાઇસ્ટચર્ચ હોસ્પિટલમાં પણ ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. મસ્જિદથી ત્રણ કિલોમીટર દૂર એક કારમાંથી બોમ્બ પણ મળી આવ્યો છે. હુમલાખોર કાર લઈને મસ્જિદમાં પ્રવેશ્યો ત્યારે તેણે ફેસબુક લાઇવ કર્યું હતું. આ દરમિયાન તેણે પોતાની બંદૂક પર કેમેરો મૂકી રાખ્યો હતો.  હુમલાખોર ઓસ્ટ્રેલિયન નાગરિક હોવાની માહિતી મળી છે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસે કહ્યું છે કે હુમલાખોર તેમના દેશનો નાગરિક છે." મોરિસે હુમલાખોરને ઉગ્રવાદી, રાઇટ-વિંગ અને ખૂંખાર આતંકી ગણાવ્યો છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેકિન્ડા એર્ડર્ને જણાવ્યું હતું કે "આ ન્યૂઝીલેન્ડના કાળા દિવસોમાંનો એક છે." સાથે જ તેમણે જણાવ્યું હતું કે અહીં જે પણ થયું છે તે અનપેક્ષિત અને હિંસક છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, "હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ હુમલાને આતંકી હુમલો જ કહી શકાય."

શૂટઆઉટના રિપોર્ટ બાદ પોલીસ કાફલો દોડી ગયો હતો. આસપાસના વિસ્તારોમાં પોલીસે લોકોને ઘર બહાર ન નીકળવાની સલાહ આપી છે. એટલું જ નહીં ક્રાઇસ્ટચર્ચ પોલીસે મુસ્લિમોને મસ્જિદોમાં ન જવાની સલાહ આપી છે.

હુમલાખોરે ફેસબુક લાઇવ કર્યું હતું.


બાંગ્લાદેશની ટીમનો બચાવ

હુમલો થયો ત્યારે  બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પણ ત્યાં હાજર હતી. રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશની ટીમ ત્યાંથી સલામત રીતે નીકળી ગઈ હતી.બાંગ્લાદેશના પત્રકાર મોહમ્મદ ઇસ્લામે ટ્વિટ કર્યું છે કે, "હગલે પાર્ક ખાતે એક મસ્જિદમાં જ્યારે શૂટઆઉટ થયું ત્યારે આખી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ત્યાં હતી. શૂટઆઉટમાં અન્ય લોકોની સાથે બાંગ્લાદેશની ટીમનો બચાવ થયો છે. શૂટરો જ્યારે મસ્જિદ ખાતે હતા ત્યારે ટીમ ત્યાંથી બચીને નીકળી ગઈ હતી. ટીમના સભ્યો હગલે પાર્કથી પરત ઓવલ દોડી ગયા હતા."

બાંગ્લાદેશના ક્રિકેટર તમિમ ઇકબાલે પણ એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, બાંગ્લાદેશની ટીમ શૂટરો જ્યાં હતા ત્યાંથી બચીને નીકળી ગઈ હતી.

હુમલાની તસવીર : 



ઘટનાને નજરે જોના લોકોનાં જણાવ્યા પ્રમાણે શૂટરોએ મસ્જિદમાં કરેલા અંધાધૂંધ ગોળીબારમાં અનેક લોકો માર્યા ગયા છે. જોકે, પોલીસ તરફથી મોતનો કોઈ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. પોલીસે હાલ ક્રાઇસ્ટચર્ચમાં રહેતા લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.

લેન પનેહા નામના એક વ્યક્તિએ જણાવ્યું કે, "મેં કાળા કપડાંમાં સજ્જ એક વ્યક્તિને અલ નૂર મસ્જિદમાં પ્રવેશ કરતા જોયો હતો. બાદમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો. અનેક લોકો મસ્જિદમાંથી દોડીને બહાર ભાગી રહ્યા હતા."
First published: March 15, 2019
વધુ વાંચો अगली ख़बर