Home /News /national-international /

US: પિટસબર્ગમાં ફાયરિંગ, 11નાં મોત, ટ્રમ્પે લોકોને ઘરમાં રહેવાની કરી અપીલ

US: પિટસબર્ગમાં ફાયરિંગ, 11નાં મોત, ટ્રમ્પે લોકોને ઘરમાં રહેવાની કરી અપીલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું કે, સ્કીરિલ હિલ વિસ્તારમાં રહેતા લોકો પોતાના ઘરમાં જ રહે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું કે, સ્કીરિલ હિલ વિસ્તારમાં રહેતા લોકો પોતાના ઘરમાં જ રહે

    અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓમાં વધારો થતો જઈ રહ્યો છે. આજે વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. આ વખતે અમેરિકાના પિટસબર્ગમાં હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કરી આતંક મચાવ્યો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકાના પિટસબર્ગમાં શનિવારે સિનેગોગ પાસે એક વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ. ફાયરિંગમાં ચાર લોકોના મોતની પુષ્ટી મળી રહી છે, જોકે મૃત્યુઆંક વધારે હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    તમને જણાવી દઈએ કે, સિનેગોગ યહૂદી લોકોનું પવિત્ર સ્થળ હોય છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ફાયરિંગ બાદ આરોપીએ સરેન્ડર કરી દીધુ છે.



    આ પહેલા પિટસબર્ગ પબ્લિક સેફ્ટી તરફથી આપવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે, એલર્ટ, વિલકિંસ અને શેડી વિસ્તારમાં એક એક્ટિવ શૂટર છે. લોકો આ વિસ્તારમાં ન જાય.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાના પિટસબર્ગમાં શનિવારે એક સંદિગ્ધ યહૂદીઓના ધાર્મિક સ્થળની અંદર સભામાં ઘુસી ગયો અને અચાનક ફાયરિંગ શરૂ કરી દીધુ. સભા પર ફાયરિંગ કર્યા બાદ હુમલાખોર અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું. ત્યારબાદ હુમલાખોરે સમર્પણ કરી દીધુ છે. જોકે આ ફાયરિંગમાં ત્રણ પોલીસ અધિકારીઓને પણ ગોળી વાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ફાયરિંગની ઘટનામાં લગભગ 8 લોકોના મોત નિપજ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જોકે, કેટલાક લોકોના મોત થયા છે તે હજુ અધિકારિક રીતે જાહેર કરવામાં આવ્યું નથી.



    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું કે, સ્કીરિલ હિલ વિસ્તારમાં રહેતા લોકો પોતાના ઘરમાં જ રહે, હુમલામાં કેટલાક લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. લોકો સક્રિય શૂટરથી સાવધાન રહે.

    ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ આવી જ રીતે અમેરિકાના કેંટકીમાં લુઈસવિલ સ્થિત ક્રોગર ગ્રોસરી સ્ટોરમાં ફાયરીંગની ઘટના બની હતી. આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા હતા. આ સિવાય કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા
    Published by:kiran mehta
    First published:

    Tags: Firing, US

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन