Home /News /national-international /Canberra Airport Shooting: ઓસ્ટ્રેલિયાના કેનબરા એરપોર્ટ પર ફાયરિંગ, જુઓ Video

Canberra Airport Shooting: ઓસ્ટ્રેલિયાના કેનબરા એરપોર્ટ પર ફાયરિંગ, જુઓ Video

પોલીસે કેનબરા એરપોર્ટની ઘટના પછી એક વ્યક્તિની ધરપકડની પૃષ્ટી કરી છે (twitter.com/CanberraAirport )

Canberra Airport Shooting - પોલીસે કહ્યું- સીસીટીવી જોયા પછી અટકાયત કરવામાં આવેલી વ્યક્તિને આ ઘટના માટે જબાબદાર માનવામાં આવે છે

કેનબરા : ઓસ્ટ્રેલિયાના (Australia)કેનબરા એરપોર્ટ પર ગોળીબારીની (Canberra Airport Shooting) ઘટના સામે આવી છે. ઓસ્ટ્રેલિયન પોલીસના મતે કેનબરા એરપોર્ટ (Canberra Airport)પર ગોળીબારીની ઘટના પછી મુખ્ય ટર્મિનલને ખાલી કરાવવામાં આવ્યું છે. એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. એક હથિયાર પણ મળી આવવાની સૂચના છે. પોલીસે કહ્યું કે સીસીટીવી જોયા પછી અટકાયત કરવામાં આવેલી વ્યક્તિને આ ઘટના માટે જબાબદાર માનવામાં આવે છે. સાર્વજનિક સુરક્ષા માટે હાલ કોઇ ખતરો જોવા મળી રહ્યો નથી.

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે પોલીસે કેનબરા એરપોર્ટની ઘટના પછી એક વ્યક્તિની ધરપકડની પૃષ્ટી કરી છે. પોલીસે કહ્યું કે આ ઘટનામાં કોઇ ઇજાગ્રસ્ત થયું નથી. એરપોર્ટના મુખ્ય ટર્મિનલ ભવનમાં ગોળીબારીની ઘટના પછી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ આ ઘટના માટે ફક્ત એક વ્યક્તિને જ જવાબદાર માની રહી છે અને સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો - સલમાન રશ્દી વેન્ટીલેટર પર, જાણો કોણ છે હુમલો કરનાર હાદી મતાર?



ફાયરિંગની ઘટના પછી કેનબરા એરપોર્ટના ટર્મિનલને ખાલી કરાવવામાં આવ્યું છે. એરપોર્ટ પર સ્થિતિ કાબુમાં બતાવવામાં આવી રહી છે. જ્યારે એસીટી પોલીસે પબ્લિકને આ સમયે એરપોર્ટ પર ન આવવા માટે કહ્યું છે. પોલીસે કહ્યું કે તે જલ્દી બની શકે તેમ કેનબરા એરપોર્ટથી ફરીથી ઉડાન શરુ કરવા માટે કામ કરી રહ્યા છે. આશા છે કે વિમાન સેવાઓ બપોર પછી શરુ થઇ જશે. વિમાનની ઉડાન હાલ રોકી દેવામાં આવી છે.

અમેરિકાની ફ્રીડમ ડે પરેડમાં ફાયરિંગ, 6 લોકોના મોત


જુલાઇ મહિનામાં અમેરિકાના શહેર ઇલિનોઇસ (illinois) ના હાઇલેન્ડ પાર્કમાં પરેડ (parade) માં ભાગ લઇ રહેલા લોકો પર એક શૂટરે ગોળીબાર કર્યો હતો. જેમાં 6 લોકોના મોત થયા હતા. અમેરિકામાં 4 જુલાઈએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી અને આ દરમિયાન વિવિધ સ્થળોએ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શૂટરે ટેરેસ પરથી ગોળીબાર કર્યો હતો.
First published:

Tags: Australia, Shooting