shooting in us: ન્યૂયોર્કના બફેલોના સુપરમાર્કેટમાં ગોળીબારી, 10 લોકોના મોત
shooting in us: ન્યૂયોર્કના બફેલોના સુપરમાર્કેટમાં ગોળીબારી, 10 લોકોના મોત
બીબીસીના મતે જે વિસ્તારમાં આ ગોળીબારીની ઘટના બની છે ત્યાં મોટાભાગના અશ્વેત લોકો રહે છે. મોટાભાગના પીડિત અશ્વેત જ છે (તસવીર - AP)
united states shooting - પોલીસના મતે ગોળીબારી પહેલા હુમલાખોરે આ ઘટનાને ઓનલાઇન જોવા માટે કેમેરાનો ઉપયોગ કર્યો હતો, પોલીસે 18 વર્ષના હુમલાખોરની ધરપકડ કરી
બફેલો : ન્યૂયોર્કના બફેલો સ્થિત એક સુપરમાર્કેટમાં (buffalo supermarket)શનિવારે એક હુમલાખોરે 10થી વધારે લોકોને ગોળી (united states shooting)મારી દીધી હતી. પોલીસે કહ્યું કે બંદુકધારીની ધરપકડ કરી લીધી છે. ટોપ ફ્રેંડલી માર્કેટમાં થયેલી ગોળીબારીની (shooting)ચપેટમાં આવેલા લોકો વિશે હાલ કોઇ વધારે જાણકારી મળી નથી. ગર્વનર કેથી હોચુલે ટ્વિટ કર્યું કે તે તેમના ગૃહનગર બફેલોમાં એક કિરાણાની દુકાન પર થયેલી આ ઘટનાને લઇને અધિકારીઓ સાથે સંપર્કમાં છે.
પોલીસના મતે ગોળીબારી પહેલા હુમલાખોરે આ ઘટનાને ઓનલાઇન જોવા માટે કેમેરાનો ઉપયોગ કર્યો હતો. હાલ પોલીસે 18 વર્ષના હુમલાખોરની ધરપકડ કરી છે. જોકે હજુ સુધી તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
બીબીસીના મતે જે વિસ્તારમાં આ ગોળીબારીની ઘટના બની છે ત્યાં મોટાભાગના અશ્વેત લોકો રહે છે. મોટાભાગના પીડિત અશ્વેત જ છે. બફેલોના પોલીસ કમિશ્નર ગ્રેમાગ્લિયાએ કહ્યું કે 13 લોકોને ગોળી મારીવામાં આવી છે. તેમાંથી 10 લોકોના મોત થયા છે બાકી લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સંદિગ્ધે શહેરના આ વિસ્તાર સુધી પહોંચવા માટે ઘણા કલાકો સુધી ગાડી ચલાવી હતી.
જાતે સરેન્ડર કર્યું
સુપરમાર્કેટમાં કામ કરનાર 3 લોકો ગંભીર રુપથી ઇજાગ્રસ્ત છે. અહીં સુરક્ષાગાર્ડના રુપમાં કામ કરી રહેલા એક રિટાયર્ડ પોલીસ અધિકારીએ સંદિગ્ધને ગોળી મારવાનો પ્રયત્ન કર્યો હતો પણ સફળતા મળી ન હતી. પોલીસે કહ્યું કે સંદિગ્ધ પાસે એક તાકાતવર રાઇફલ હતી અને તેણે હેલ્મેટ પણ પહેર્યું હતું. આ પછી તેણે પોતાના હથિયાર સરેન્ડર કરી દીધા હતા.
એફબીઆઈએ આ ગોળીબારને હિંસક ઉગ્રવાદ ગણાવી છે. એફબીઆઈના બફેલો ઓફિસના એજેન્ટ સ્ટિફન બેલોંગિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે આ ઘટનાની તપાસ ઘ્રૃણા અપરાધ અને નસ્લીય રુપથી પ્રેરિત હિંસક ચરમપંથના રુપમાં કરી રહ્યા છીએ.
વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જિન પિયરેએ કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેનને ફાયરિંગ અને તેના પછીની તપાસ વિશે સતત જાણકારી આપવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર