Home /News /national-international /ભારે કરી! ચાલતી ટ્રેનમાંથી બુટ ચોરાઈ જતાં યુવકે પોલીસ ફરિયાદ કરી, બે રાજ્યની પોલીસ ધંધે લાગી

ભારે કરી! ચાલતી ટ્રેનમાંથી બુટ ચોરાઈ જતાં યુવકે પોલીસ ફરિયાદ કરી, બે રાજ્યની પોલીસ ધંધે લાગી

પ્રતિકાત્મક ફોટો

ચાલતી ટ્રેનની બર્થ નીચેથી એક શખ્સના બુટ ચોરાઈ ગયા અને તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ. જે બાદ યૂપી અને બિહારની પોલીસ બુટ અને બુટ ચોરી કરનારાને શોધી રહી છે.

    પટના: ચાલતી ટ્રેનની બર્થ નીચેથી એક શખ્સના બુટ ચોરાઈ ગયા અને તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ. જે બાદ યૂપી અને બિહારની પોલીસ બુટ અને બુટ ચોરી કરનારાને શોધી રહી છે. પોલીસે બુટ ચોરી કરવાના કેસમાં ઝીરો એફઆઈઆર નોંધી છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર જોરશોરથી ચાલી રહ્યા છે. પીડિતના જણાવ્યા અનુસાર, યૂપીના મુરાદાબાદ પહોંચવા પર તેણે પોતાની સીટ નીચે રાખેલા બુટ લેવા માટે ગયો તો, તે ચોરી થઈ ગયા હતા. ત્યાર બાદ તેણે રેલ મદદ એપ પર ફરિયાદ કરાવી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીડિતનું નામ રાહુલ કુમાર ઝા છે. રાહુલ કુમાર ઝાના જણાવ્યા અનુસાર, તે જયનગર ક્લોન સ્પેશિયલ ટ્રેન નંબર 04652ના ડબ્બા નંબર બી 4ની 51 નંબરની સીટ પર બેઠો હતો. તે અંબાલાથી ટ્રેવલ કરી રહ્યો હતો. આ દરમિયાન તેના બુટ ચોરી ગયા હતા. જો કે, નાની મોટી ચોરી થવા પર લોકો મોટા ભાગે ફરિયાદ નોંધાવતા નથી, અને નજરઅંદાજ કરી નિકળી જતાં હોય છે. પણ રાહુલ કુમાર ઝાએ તેને સિરિયલી લીધું અને ફરિયાદ નોંધાવી દીધી.

    આ પણ વાંચો: ટ્રેનમાં મુસાફરી દરમિયાન સાવચેત રહેજો! દંપતિ ચાલુ ટ્રેનમાં સુઇ ગયું અને થયો કડવો અનુભવ

    ચોરી થયેલા બુટને શોધવામાં લાગી બે રાજ્યની પોલીસ


    આપને જણાવી દઈએ કે, રેલવે સ્ટેશન મુઝફ્ફરપુરના રેફરેન્સ આપવા પીડિત રાહુલ કુમાર ઝાએ મુરાદાબાદમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલામાં રેલ અધિકારીના એસએચઓ દિનેશ કુમાર સાહુએ કહ્યું કે, એક પેસેન્જર રાહુલ કુમાર ઝાએ બુટ ચોરી થવા પર ઝીરો એફઆઈઆર નોંધાવી છે. ચોરી થયેલા બુટ અને ચોરને પકવામાં પોલીસ લાગી ગઈ છે.

    ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પીડિત રાહુલ કુમારના ઝાના બુટ વાદળી રંગ અને કેંપસ કંપનીના હતા. રાહુલ કુમાર ઝા બિહારના સીતામઢીનો રહેવાસી છે. રાહુલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બુટ ચોરી થવાની ફરિયાદ નોંધાવી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Trains

    विज्ञापन
    विज्ञापन