Shocking Video: મૉબાઇલ પર ગૅમ રમતાં-રમતાં મુસાફર રેલવે ટ્રેક પર પટકાયો, અને પછી...

ગૅમ રમવામાં મશગૂલ મુસાફર રેલવે ટ્રેક પર પટકાયો, ટ્રેન આવતી જોઈ અન્ય મુસાફરો દોડી પડ્યાં અને...

ગૅમ રમવામાં મશગૂલ મુસાફર રેલવે ટ્રેક પર પટકાયો, ટ્રેન આવતી જોઈ અન્ય મુસાફરો દોડી પડ્યાં અને...

  • Share this:
    બ્યૂનસ આયર્સ : મૉબાઇલ ફોન (Mobile phone) ગૅમ રમતાં-રમતાં કે પછી કોઈની સાથે ચૅટ કરતી વખતે આપણે એટલા મશગૂલ થઈ જઈએ છીએ કે આપણને ખબર નથી રહેતી કે સામે કેવા પ્રકારનો ખતરો આવવાનો છે. આર્જેન્ટિના (Argentina)ની રાજધાની બ્યૂનસ આયર્સ (Buenos Aires)માં આવી જ એક હૃદય કંપાવી દેતી ઘટના સામે આવી છે. વીડિયો (viral video)માં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ રેલવે પ્લેટફોર્મ પર મોબઇલનો ઉપયોગ કરતો જઈ રહ્યો છે અને તેને ખબર જ નથી અને તે ટ્રેક પર પડી જાય છે. રાહતની વાત એ રહી કે જે સમયે આ દુર્ઘટના બની તે સમયે ટ્રેક પર કોઈ ગાડી નહોતી પસાર થઈ, નહીં તો મોટી દુર્ઘટના બની જાત.

    સોશિયલ મીડિયા પર હાલમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે બધા માટે એક બોધપાઠ સમાન છે. આર્જેન્ટિનાની રાજધાની બ્યૂનસ આયર્સ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એક વ્યક્તિ મોબાઇલ પર ગેમ રમતો જઈ રહ્યો હતો. તે મોબાઇમાં એટલો ડૂબી ગયો હતો કે તેને ધ્યાન જ ન રહ્યું અને તે પ્લેટફોર્મથી ટ્રેક પર પટકાઈ ગયો. તે વ્યક્તિ ટ્રેક પર પડતાં જ ત્યાં હાજર લોકોએ તરત તેને ટ્રેકથી બહાર કાઢી દીધો. ટ્રેક પર પટકાવાના કારણે તેના પગમાં ઘણી ઈજા થઈ. ગંભીર સ્થિતિમાં ઘાયલ વ્યક્તિને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

    આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, આ દુર્ઘટનાના તરત બાદ એક ટ્રેન એક જ ટ્રેક પરથી પસાર થઈ, જેની પર તે વ્યક્તિ પડ્યો હતો. આ વીડિયોને જોયા બાદ તમામ લોકો ચિંતાતુર છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોયા બાદ જે પણ લોકો રસ્તા કે પછી પ્લેટફોર્મ પર ચાલે છે તેમને મોબાઇલના ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે.

    આ પણ વાંચો,

    ખિચોખિચ ભરેલી બસમાં કપલ શારીરિક સંબંધ બાંધી રહ્યું હતું, અરેસ્ટ વૉરન્ટ જાહેર
    પત્નીએ સેવનું શાક ન બનાવ્યું તો પતિએ ઘર છોડ્યું, 17 વર્ષ બાદ થઈ સમજૂતી
    Published by:Mrunal Bhojak
    First published: