Home /News /national-international /મોતને ખુલ્લું આમંત્રણ! યુવકને ચાલતી ટ્રેનમાં લટકી સ્ટન્ટ કરવું પડ્યું ભારે, થોડી જ સેકન્ડમાં...

મોતને ખુલ્લું આમંત્રણ! યુવકને ચાલતી ટ્રેનમાં લટકી સ્ટન્ટ કરવું પડ્યું ભારે, થોડી જ સેકન્ડમાં...

ચાલતી ટ્રેનમાં લટકી સ્ટન્ટ કરવું યુવકને પડ્યું ભારે

Shocking video: ખન્નાના ચાંવા પાયલ સ્ટેશન પાસે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેને વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એક યુવક ફૂલ સ્પીડમાં ચાલતી ટ્રેનમાં સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે અને આ સ્ટન્ટના કારણે તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

વધુ જુઓ ...
ખન્નાના ચાંવા પાયલ સ્ટેશન પાસે ચાલતી ટ્રેનમાંથી લટકીને સ્ટંટ કરતા યુવકનું મોત થઇ ગયું. યુવક લુધિયાણાથી દિલ્હી જઈ રહેલી માલવા એક્સપ્રેસની બોગીની બહાર લટકી રહ્યો હતો. તે બોગીના એક દરવાજાની બહાર લટકીને સ્ટંટ કરી રહ્યો હતો અને તે જ બોગીના બીજા દરવાજામાંથી કેટલાક યુવકો તેનો વીડિયો બનાવી રહ્યા હતા. ટ્રેન ચાંવા પાયલ સ્ટેશન ક્રોસ કરતી વખતે યુવાનનું માથું લાઇન પાસેના પોલ સાથે અથડાયું અને તે ચાલતી ટ્રેનમાંથી નીચે પડી ગયો.

ટ્રેનમાંથી નીચે પડતાની સાથે જ તે ત્રણથી ચાર ફૂટ ઉછળ્યો અને પછી ટ્રેકની બાજુમાં પડ્યો. તે થોડી જ સેકન્ડોમાં મોતના મો માં સમાઈ ગયો. અકસ્માત બાદ વીડિયો બનાવનારા યુવકોએ અવાજ કર્યો, ત્યારબાદ બોગીમાં બેઠેલા મુસાફરોએ રેલવે કંટ્રોલ રૂમને જાણ કરી અને ટ્રેન રોકી.





આ પણ વાંચો: VIDEO: ચાલતી ટ્રેનમાં તીક્ષ્ણ હથિયારો સાથે ખતરનાક સ્ટંટ કરતાં હતા વિદ્યાર્થી, પોલીસે લીધી એક્શન

માહિતી મળતાં જ ચાંવા પાયલ સ્ટેશનથી જીઆરપીના તપાસ અધિકારી કુલવંત સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા અને મૃતદેહને કબજામાં લીધો. મૃતકની ઓળખ થઈ શકી ન હોવાથી પોસ્ટમોર્ટમ બાદ લાશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જીઆરપીને સ્ટંટ કરતા યુવકનો એક વીડિયો મળ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
First published:

Tags: Accident video, Latest viral video, Train Video

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો